<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 17th December 2025

પોલીસ કમિશનર કચેરીના ગેઇટ પાસે યુવાન જલદ પ્રવાહી પી ગયો

અજાણ્‍યો યુવાન સિવિલમાં સારવાર હેઠળ

રાજકોટ તા. ૧૭: શહેરની પોલીસ કમિશનર કચેરી પાસે બપોરે અજાણ્‍યા આશરે ૩૭ વર્ષના યુવાને કોઇ જલદ પ્રવાહી પી લેતાં સારવાર માટે સિવિલ હોસ્‍પિટલમાં ખસેડાયો છે.જાણવા મળ્‍યા મુજબ આશરે ૩૫ થી ૩૭ વર્ષનો યુવાન બપોરે સવા બે વાગ્‍યા આસપાસ પોલીસ કમિશનર કચેરીના ગેઇટ નજીક કોઇ પ્રવાહી પી જતાં ઉલ્‍ટીઓ કરવા માંડયો હતો અને બેભાન થઇ ગયો હતો. કોઇએ જાણ કરતાં ૧૦૮ આવી હતી અને તેને હોસ્‍પિટલે ખસેડતાં પ્ર.નગર પોલીસે તપાસ હાથ ધરી છે. યુવાન કોણ છે? શા માટે પ્રવાહી કે દવા પી ગયો? તેની તપાસ થઇ રહી છે

(3:37 PM IST)