<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 17th December 2025

ટી.આર.પી ગેમ ઝોન અગ્નિકાંડના એક આરોપીનું હૃદય થંભી જતા મોત

ગેમ ઝોનમાં નિર્દોષ ૨૭ લોકોના મોત નીપજ્‍યા હતા ૧૬ વ્‍યક્‍તિ વિરુધ્‍ધ ગુનો દાખલ થયો હતો

 રાજકોટ તા ૧૭ :.. શહેરના થોડા સમય પહેલા ચકચારી બનાવ કાલાવા રોડ નજીક ટીઆરપી ગેમ અગ્નિકાંડ થયો હતો જેમાં ૨૭ લોકો જીવતા સળગી ઊઠ્‍યા હતા અને હાહાકાર મતી જવા પામ્‍યો હતો. ટીઆરપી ગેમ ઝોન માં અગ્નિકાંડમાં ૧૬ વ્‍યક્‍તિઓ સામે ગુનો નોંધાયો હતો જેમાં થોડાક સમય પહેલા મોટાભાગના આરોપીઓને કોર્ટ દ્વારા જામીન ઉપર છોડવામાં આવ્‍યા હતા ત્‍યારે તેમાંનો એક આરોપી ઉંમર વર્ષ ૪૩ વર્ષીય આધેડ ગઈકાલે હદય થંભી જતા સારવાર અર્થે હોસ્‍પિટલમાં ખસેડવામાં આવ્‍યો હતો સારવાર મળે તે પહેલા તબીબે નીતિન લોઢાને મળત જાહેર કરતા ઘટના સ્‍થળે પોલીસનો સ્‍ટાફ દોડી ગયો હતો અને મળતદેહને પીએમ અર્થે ખસેડવામાં આવ્‍યો હતો

  આ અંગે મળતી માહિતી મુજબ રાજકોટ શહેરના કાલાવા રોડ નજીક થોડા સમય પહેલા જ ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડ થયો હતો જેમાં નિર્દોષ ૨૭ લોકોએ જીવ ગુમાવ્‍યા હતા અને ૧૬ વ્‍યક્‍તિઓ સામે ગુનો દાખલ થયો હતો જેમાં મોટાભાગના આરોપી ને કોર્ટે દ્વારા જામીન અપાયા હતા તેમાંનો એક આરોપી  રાજકોટ શહેરના યુનિવર્સિટી રોડ પર જલારામ પાર્ક રહેતો નીતિનભાઈ મહાવીર પ્રસાદ લોઢા ઉંમર વર્ષ ૪૩  વર્ષીય આધેડ ગઈકાલે પોતાના ઘરે બેભાન થઈ જતા સારવાર હશે હોસ્‍પિટલમાં ખસેડવામાં આવ્‍યો હતો.

સારવાર મળે તે પહેલા તબીબે નીતિનભાઈ ને મળત જાહેર કરતા ઘટના સ્‍થળે પોલીસ દોડી ગઈ હતી મળતદેહ ને  પીએમ અર્થે ખસેડવામાં આવ્‍યો હતો આ અંગે મળતકને હદયના ધબકારા થંભી જતા મોત નીપજ્‍યું હોવાનું ઙ્કાથમિક તારણ જાણવા મળ્‍યું છે ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડમાં નિતીન લોઢા એક આરોપી તરીકે હતો મળતક નિતીન લોઢાને ગત તારીખ ૨૨ ૧૧ ૨૫ ના રોજ કોર્ટમાંથી જામીન ઉપર છોડવામાં આવ્‍યો હતો માહિતી મળી હતી કે ટીઆરપી ગેમ ઝોન માં મળતક પોતે મેનેજર તરીકે કાર્યરત હતો મળતક પોતે મૂળ રાજસ્‍થાનના ભીમ ગામનો રહેવાસી હોઈ અને રાજકોટમાં કામ ધંધા કરવા આવ્‍યો હતો મળતકને સંતાન ૧ પુત્ર પિતાની છત્રછાયા ગુમાવતા પરિવારમાં ગમગીની છવાઈ હતી

(3:47 PM IST)