<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 18th December 2025

વિદેશી દારૂના બે અલગ-અલગ ગુનામાં નાસતા ફરતા નાગરાજ અને આશીષ પકડાયા

ક્રાઇમ બ્રાંચની ટીમે ગ્રીનલેન્‍ડ ચોકડી અને બાવડા પાસેથી દબોચ્‍યા

રાજકોટ તા. ૧૮: શહેરના અલગ-અલગ વિસ્‍તારમાં વિદેશી દારૂના બે ગુનામાં નાસતા ફરતા શખ્‍સોને ક્રાઇમ બ્રાંચની ટીમે પકડી લીધા છે.

મળતી વિગત મુજબ શહેરના અલગ-અલગ વિસ્‍તારમાં નાસતા ફરતા આરોપીઓને પકડી પાડવા માટે પોલીસ કમિશ્‍નર બ્રજેશકુમાર ઝાની સૂચનાથી ક્રાઇમ બ્રાંચના પીઆઇ. એમ. આર. ગોંડલીયા, એમ. એલ. ડામોર તથા સી. એચ. જાદવના માર્ગદર્શન હેઠળ પીએસઆઇ વી. ડી. ડોડીયા સ્‍ટાફ સાથે આરોપીની શોધમાં હતા ત્‍યારે ક્રાઇમ બ્રાંચ પોલીસ મથકમાં કબ્‍જે થયેલા વિદેશી દારૂના ગુનામાં ચાર માસથી ફરાર નાગરાજ સુરેશભાઇ પટગીર (ઉ.વ. ૩૪) (રહે. ખુશીનગર-ર, ચોટીલા) રાજકોટમાં આવ્‍યો હોવાની બાતમી મળતા તેને ગ્રીનલેન્‍ડ ચોકડી પાસેથી ઝડપી લીધો હતો.

જયારે બીજા બનાવમાં વિદેશી દારૂના ગુનામાં એક વર્ષથી ફરાર શખ્‍સ અમદાવાદના બાવડા નજીક હોવાની એ.એસ.આઇ. સંજયભાઇ દાફડા, વિજયરાજસિંહ જાડેજા તથા કોન્‍સ. તુલશીભાઇ ચુડાસમાને બાતમી મળતા સ્‍ટાફ સાથે બાવડા પાસેથી આશીષ કાંતીલાલભાઇ નનોમા (ઉ.વ. રપ) (રહે. ખેરવાણ બલીચા ગામ, ઉદયપુર, રાજસ્‍થાન) ને પકડી લીધો હતો. આ કેસમાં અગાઉ કૈલાશ ભુરાભાઇ પ્રજાપતિને પકડી લીધો હતો. તેની પુછપરછમાં આશીષનું નામ ખુલ્‍યું હતું. આ કામગીરી પી.એસ.આઇ. વી. ડી. ડોડીયા તથા આર. કે. ગોહિલની ટીમ દ્વારા કરવામાં આવી હતી

(2:15 PM IST)