<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 18th December 2025

કુવાડવા નજીક ત્રીમંદીર પાસે રૂા. ર.પ૮ લાખના વિદેશી દારૂ ભરેલી કાર સાથે બાબુલાલ પકડાયો

પીસીબીના એ.એસ.આઇ. મયુરભાઇ પાલરીયા, હેડ કોન્‍સ. વિજયભાઇ મેતા તથા કોન્‍સ. નગીનભાઇ ડાંગરની બાતમી

રાજકોટ તા. ૧૮: કુવાડવા રોડ પર ત્રીમંદીરની સામે પીસીબીની ટીમે બાતમીના આધારે દરોડો પાડી રૂા. ર.પ૮ લાખના વિદેશી દારૂ ભરેલી કાર સાથે એમપીના ચાલકને પકડી લીધો હતો.

મળતી વિગત મુજબ માલીયાસણ ચોકડી નજીક એક શખ્‍સ કારમાં વિદેશી દારૂ સાથે ઉભો હોવાની પીસીબીના એ.એસ.આઇ. મયુરભાઇ પાલરીયા, હેડ કોન્‍સ. વિજયભાઇ મેતા અને કોન્‍સ. નગીનભાઇ ડાંગર, હિરેનભાઇ સોલંકી ને બાતમી મળતા સ્‍ટાફ સાથે દરોડો પાડી કારમાં તલાશી લેતા કારમાં ચોરખાનામાંથી  રૂા. ર.પ૮ લાખના વિદેશી દારૂની પ૦૦ બોટલ મળી આવતા પોલીસે ચાલક બાબુલાલ પ્રેમચંદ બીલવાલ (ઉ.વ.૩૬) (રહે. ડંગલાવાણી તડવી ફળીયા ડુંન્‍ગાલીવાની ગામ, મધ્‍ય પ્રદેશ) ને પકડી લઇ વિદેશી દારૂનો જથ્‍થો તથા કાર મળી રૂા. ૭,૬૩,પ૦૦નો મુદ્દામાલ કબ્‍જે કરી કાર્યવાહી કરી હતી. આ કામગીરી પીસીબીના પીઆઇ એમ. આર. ગોંડલીયા, એમ. જે. હુણા, પીએસઆઇ પી. બી. ત્રાજીયા, એ.એસ.આઇ. સંતોષભાઇ મોરી, મયુરભાઇ પાલરીયા, મહીપાલસિંહ ઝાલા, હરદેવસિંહ રાઠોડ, ઘનશ્‍યામસિંહ ચૌહાણ, પો. હેડ કોન્‍સ. કિરતસિંહ ઝાલા, કરણભાઇ મારૂ, વિરેન્‍દ્રસિંહ જાડેજા, હરદેવસિંહ રાણા, કુલદીપસિંહ જાડેજા, વિજયભાઇ મેતા, રાહુલગીરી ગૌસ્‍વામી, પો. કોન્‍સ. યુવરાજસિંહ રાણા, દેવરાજભાઇ કળોતરા, વાલજીભાઇ જાડા, નગીનભાઇ ડાંગર, હિરેનભાઇ સોલંકી, હિરેન્‍દ્રસિંહ પરમાર દ્વારા કરવામાં આવી છે.

(2:13 PM IST)