<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 18th December 2025

મોરબી રોડના દિવ્‍યેશ બુસાએ મિત્રની જ સગીર દિકરીને ધરાર ફ્રેન્‍ડશીપ રાખવાનું કહી હેરાન કરી

કોલેજ જતી ત્‍યારે રેસકોર્ષ મળવા આવવાનું દબાણ કરતોઃ ફોટો પાડી લીધો હોઇ તેના આધારે બ્‍લેકમેઇલ કરતોઃ છાત્રા પરિવાર સાથે હોટલમાં જમવા બેઠી ત્‍યારે પણ ફોન આવતાં ભાંડો ફુટયોઃ ભક્‍તિનગર પોલીસે ધરપકડ કરી

રાજકોટ તા. ૧૮: શહેરમાં રહેતાં અને  ડ્રાઇવીંગ કરી ગુજરાન ચલાવતાં યુવાનની સત્તર વર્ષની દિકરી કે જે કોલેજમાં ભણે છે તેણીને આ યુવાનનો જ મિત્ર  હેરાન કરી પોતાની સાથે ફ્રેન્‍ડશીપ રાખવા દબાણ કરી એક વખત ફોટો પાડી લીધો હોઇ તેના આધારે બ્‍લેકમેઇલ કરી વારંવાર મળવા બોલાવતો હોઇ આ છાત્રા પરિવાર સાથે હોટેલમાં જમવા બેઠી હતી ત્‍યારે પણ પોતે પિતાના મિત્ર કે જેને તે માસા કહે છે તેનો ફોન આવતાં પિતાએ તેની પૃછા કરતાં આ માસા દ્વારા તેણીેને સતત હેરાન કરવામાં આવતી હોવાની વિગતો ખુલતાં પોલીસને જાણ કરાઇ હતી.

આ બનાવમાં ભક્‍તિનગર પોલીસે ભોગ બનનાર ૧૭ વર્ષની સગીરાના પિતાની ફરિયાદ પરથી મોરબી રોડ જકાતનાકા પાસે ખોડલધામ સોસાયટીમાં રહેતાં દિવ્‍યેશ મનસુખભાઇ બુસા (ઉ.વ.૨૫) વિરૂધ્‍ધ ગુનો નોંધી તેની ધરપકડ કરી હવસખોરી ઉતારી નાંખી છે.

ફરિયાદીએ જણાવ્‍યું છે કે હું પરિવાર સાથે રહુ છું. મારે બે સંતાન છે. જેમાં એક દિકરી સત્તર વર્ષની છે અને તેણી કોલેજમાં અભ્‍યાસ કરે છે. ગત ૧૧/૧૧/૨૫ના રોજ રાતે નવેક વાગ્‍યે હું પરિવારના સભ્‍યો સાથે મવડી વિસ્‍તારની હોટેલમાં જમવા ગયો ત્‍યારે ત્‍યાં મારો મિત્ર દિવ્‍યેશ બુસા પણ સાથે હતો. તેને મારા સંતાનો ‘માસા' કહીને બોલાવે છે. અમે હોટલમાં હતાં ત્‍યારે મારી દિકરીના ફોનમાં દિવ્‍યેશનો ફોન આવ્‍યો હતો. જેથી મેં પુછેલુ કે આ કોનો નંબર છે? ત્‍યારે દિકરીએ દિવ્‍યેશ માસાનો નંબર હોવાનું અને તે તેણીને અવાર-નવાર ફોન કરી હેરાન કરતો હોવાનું કહ્યું હતું.

દિકરીને વધુ પુછતાં તેણીએ કહેલું  કે દિવ્‍યેશ માસા મને સાતમ-આઠમના તહેવાર વખતથી હેરાન કરે છે અને પોતાની સાથે ફ્રેન્‍ડશીપ રાખવા દબાણ કરે છે. હું જ્‍યારે કોલેજ જાઉ ત્‍યારે મને રેસકોર્ષ પાછળ ટી-પોસ્‍ટ ખાતે બોલાવે છે અને બાલભવનની પાછળ પણ બોલાવે છે. એક વખત ટી-પોસ્‍ટ પાસે મારો ફોટો પાડી લીધો હતો. તેમ દિકરીએ જણાવતાં પિતા સહિતના પરિવારજનો ચોંકી ગયા હતાં અને ભક્‍તિનગર પોલીસને જાણ કરતાં પીઆઇ મયુરધ્‍વજસિંહ સરવૈયાની રાહબરીમાં નિલેષભાઇ મકવાણા, હેડકોન્‍સ. અલ્‍પેશભાઇ વધેરા સહિતે ગુનો નોંધ્‍યો હતો. પોલીસે આરોપીને ઝડપી લઇ કાયદાનું ભાન કરાવ્‍યું છે. 

(2:13 PM IST)