<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 18th December 2025

મવડીમાં દક્ષિણ મામલતદાર ત્રાટકયાઃ ૮ાા કરોડની ૧૪૦૦ ચો.મી. જમીન ખૂલ્લીઃ કાચા-પાકા દબાણોનો કડૂસલો

મકાન- ઝૂપડા બની ગયા હતાઃ દબાણ કરનાર ભલાભાઇ સમરાભાઇ સામે રીપોર્ટ કરાયો

 

રાજકોટ, તા.૧૮:  શહેરમાં સરકારી જમીન પર દબાણ કરનારા તત્‍વો સામે તંત્રએક સાથે લાલ આંખ કરી છે. આજે મવડી વિસ્‍તારમાં કરોડોની કિંમતની સરકારી જમીન પર કરવામાં આવેલું ગેરકાયદેસર દબાણ રાજકોટ શહેર દક્ષિણ મામલતદારની ટીમ દ્વારા દૂર કરી જમીનનો કબજો સરકાર હસ્‍તક લેવામાં આવ્‍યો હતો.

મવડીના સરકારી ખરાબાના સર્વે નંબર ૧૯૪ પૈકીની જમીનમાં ભલાભાઈ અમરાભાઇ દ્વારા અંદાજે ૬૦૦ ચો.મી.માં પાકું બાંધકામ અને ૮૦૦ ચો.મી.માં કાચા ઝૂંપડા મળી કુલ ૧૪૦૦ ચો.મી. જમીન પર દબાણ કરવામાં આવ્‍યું હતું. વહીવટી તંત્ર દ્વારા આ દબાણ સ્‍વૈચ્‍છિક રીતે દૂર કરવા અગાઉથી નોટિસ આપવામાં આવી હતી. તેમ છતાં દબાણ દૂર ન થતા આજે સરકારી મશીનરીની મદદથી ઓપરેશન હાથ ધરવામાં આવ્‍યું હતું. આ જમીનની કિંમત ૮ાા કરોડ થવા જઇ છે.

રાજકોટ કલેક્‍ટર ઓમ પ્રકાશની સૂચના અને પ્રાંત અધિકારી ડો. સી. એમ. પરમારના માર્ગદર્શન હેઠળ આ  ડિમોલિશન યોજાયું હતું. જેમાં રાજકોટ શહેર દક્ષિણ મામલતદારના વડપણ નીચે નાયબ મામલતદાર (મહેસૂલ), સર્કલ ઓફિસર, મહેસૂલી તલાટીઓ, પોલીસ બંદોબસ્‍ત, PGVCL અને રાજકોટ મહાનગરપાલિકાની જેસીબી સહિતની મશીનરીની મદદ લેવામાં આવી હતી. (૩.૧૪)

(2:21 PM IST)