News of Thursday, 18th December 2025
ગોવિંદ આશ્રમ ધામે શનિવારથી શ્રી શિવ મહાપુરાણ જ્ઞાનયજ્ઞ
પૂ. મુકુંદદાસ મહારાજ કથાનું રસપાન કરાવશેઃ શિવલીંગ પ્રાગટય, સતી પ્રાગટય, રૂદ્રાક્ષ મહિમા, શિવ પાર્વતી વિવાહ, કાર્તિકેય અને ગણેશજી પ્રાગટય સહિતના પ્રસંગો ઉજવાશે

રાજકોટ : ભાવનગર હાઇવે રોડ આજીડેમ ચોકડીથી પાંચ કિ.મી. આગળ આવેલ ગોવિંદ આશ્રમ ધામ, વિઠ્ઠલવાવ ગોૈશાળા ખાત ે આગામી તા. ૨૦ના શનિવારથી તા. ૨૮ના રવિવાર સુધી સવારે ૯થી ૧૨ તથા બથોરે ૨:૩૦થી ૫:૩૦ સુધી શ્રી શિવ મહાપુરાણ જ્ઞાનયજ્ઞનું આયોજન કરવામાં આવેલ છે.
પૂ. મુકુંદદાસ મહારાજ કથાનું રસપાન કરાવશે. તા. ૨૦ના શનિવારે સવારે ૮ વાગે પોથીજી શોભાયાત્રા નિકળશે. તા.૨૧ના શિવલીંગ પ્રાગટય, તા.૨૨ના સતી પ્રાગટય, તા. ૨૩ના રૂદ્રાક્ષ મહિમા, તા. ૨૪ના શિવ પાર્વતી વિવાહ, તા. ૨૫ના કાર્તિકેય તથા ગણેશજી પ્રાગટય,તા.૨૬ તુલસી વિવાહ, તા. ૨૭ દ્વાદસજ્યોતિલીંગપૂજન, તા. ૨૮ના કથા વિરામ પામશે. કથા દરમ્યાન બપોરે અને રાત્રે મહાપ્રસાદ રાખેલ છે. શ્રી શિવ મહાપુરાણના મુખ્ય યજમાન રઘુભાઇ રામાણી રહેશે.
સંસ્થાના આગેવાનોએ જણાવેલ કે સમાજના ઉત્થાન માટે આ કથાનું આયોજન થયું છે. ગોવિંદ આશ્રમ ધામે ગોૈશાળામાં હાલ ૧૩૦ ગાયો નિવાસ કરે છે. સરકારી સહાય લેવામાં આવતી નથી.
તસ્વીરમાં મહંત પૂ. વજુરામબાપુ, ટ્રસ્ટના પ્રમુખ વશરામભાઇ લીંબાસીયા, ઉપપ્રમુખ હાર્દીકભાઇઆંબલીયા, મંત્રી મયુરભાઇ ગોંડલીયા અને ટ્રસ્ટી જગદીશભાઇ ટીંબડીયા નજરે પડે છે.
કથા અંગે વધુ માહિતી માટે મો. ૯૫૩૭૪ ૫૮૮૮૦, ૯૪૨૭૫ ૬૫૦૯૪ ઉપર સંપર્ક કરવો. (તસ્વીર : અભિજીત બગથરીયા)
(2:52 PM IST)










