<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 18th December 2025

જાણીતા ગેલેકસી ગ્રૂપની ભાગીદારી પેઢીની મિલકત ખરીદીમાં સ્‍ટેમ્‍પ ડયૂટી ચોરીઃ ૪ કરોડ ૪૦ લાખનો દંડ

વધુ મોટા માથા સામેના કેસો અંગે કાર્યવાહી ચાલૂઃ આવતા અઠવાડિયે ચૂકાદા

રાજકોટ, તા.૧૮: જાણીતા ગેલેક્‍સી ગ્રૂપની એક ભાગીદારી પેઢી દ્વારા વર્ષ ૨૦૧૨માં કરવામાં આવેલી કરોડોની મિલકતની ખરીદીમાં સ્‍ટેમ્‍પ ડ્‍યૂટીની ચોરી ઝડપાતા વહીવટી તંત્રમાં ભારે ચકચાર મચી ગઈ છે. રાજકોટ સિટી સ્‍ટેમ્‍પ ડ્‍યૂટી નાયબ કલેક્‍ટર  શ્રી દિલીપસિંહ વાળાએ આ મામલે કડક વલણ અપનાવી કુલ રૂા. ૪.૪૬ કરોડનો દંડ અને ખૂટતી ડ્‍યુટી ભરવા હુકમ કર્યો છે.

પ્રાપ્‍ત વિગતો અનુસાર, મેસર્સ ‘ખેડૂત' નામની ભાગીદારી પેઢીમાં રાજેશભાઈ ગોવિંદભાઈ પટેલ, કિરણભાઈ વાલજીભાઈ ભાલોડીયા, રશ્‍મીકાંત વાલજીભાઈ ભાલોડીયા સહિતના ભાગીદારોએ વર્ષ ૨૦૧૨માં એક મિલકત ખરીદી હતી. રૂા. ૧૫.૩૦ કરોડ નક્કી કરવામાં આવી હતી. પેઢીએ માત્ર રૂા. ૭૫ લાખની ડ્‍યૂટી ભરી હતી.નિયમ મુજબ રૂા. ૧.૫૩ કરોડની સ્‍ટેમ્‍પ ડ્‍યૂટી ભરવાની થતી હતી. જો ભાગીદારો આ હુકમથી સંતુષ્ટ ન હોય, તો તેઓ સ્‍ટેમ્‍પ ડ્‍યુટી અધિનિયમની કલમ ૫૩ (૧) મુજબ ખૂટતી ડ્‍યુટીના ૨૫ ટકા રકમ જમા કરાવીને ૯૦ દિવસની અંદર ઉપલી કચેરીમાં અપીલ કરી શકશે. તેવો પણ આ હુકમમાં આદેશ કરાયો છે.

દરમિયાન આજે સ્‍ટેમ્‍પ ડયૂટી ડે. કલેકટર શ્રી દિલીપસિંહ વાળાએ જણાવેલ કે ગઇકાલે બપોર બાદ આ ચૂકાદો અપાયો હતો. હાલ અન્‍ય કેસો અંગે કાર્યવાહી ચાલી રહી છે. બાદમાં તેની વિગતો જાહેર કરાશે.

(3:01 PM IST)