<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 18th December 2025

બાર એસો.ની ચૂંટણીમાં મેઘાવીબેન ગજ્જરની કારોબારી માટે ઉમેદવારી

 

રાજકોટ તા. ૧૮ :.. રાજકોટ બાર એસો.ની આવતીકાલે ચૂંટણી યોજાઇ રહી છે ત્‍યારે મહિલા અનામતમાં મેઘાવીબેન ગજ્જરે કારોબારીપદ માટે ઉમેદવારી નોંધાવી છે.

ખાસ કરીને બે પેનલો વચ્‍ચે ચૂંટણી જંગ જામેલ છે. મેઘાવીબેન વ્‍યકિતગત પેનલના ટેકા વગર ચૂંટણીમાં ઝંપલાવેલ છે.

એડવોકેટ તરીકે તેઓ સિવિલ અને ક્રિમીનલ કેસોની પ્રેકટીસ કરીને પોતાની આગવી ઓળખ ઉભી કરી છે. તેઓ ક્રમાંક નં. ૧ ઉપરથી ચૂંટણી લડી રહ્યા છ.ે અને પોતાને ચૂંટી કાઢવા રાજકોટના સીનીયર - જૂનીયર વકીલોને અપીલ કરી છે.

વ્‍યકિતગત મળતાવડા સ્‍વભાવના કારણે વકીલોમાં તેઓ ખુબ જ લોકપ્રિય છે. અને તેઓ ચૂંટણીમાં જીતની આશા વ્‍યકત કરી છે.

(3:56 PM IST)