<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 18th December 2025

શ્રી આપાગીગાનો ઓટલો ચોટીલા દ્વારા વિના મૂલ્‍યે ધો.૧૦-૧૨ના કોચીંગના વર્ગો

સ્‍પર્ધાત્‍મક પરીક્ષાની તૈયારી માટેના વર્ગો પણ શરૂ કરાશે, આવતી કાલથી ફોર્મ વિતરણ શરૂઃ નરેન્‍દ્રભાઇ સોલંકી : ચા-પાણી નાસ્‍તો જમવાનું તેમજ રહેવાની વ્‍યવસ્‍થાઓ સાથે ટીંચીંગ કલાસ જેવા કે ધો.૧૦ તથા ૧૨ (સાયન્‍સ/કોમર્સ/આર્ટસ) ના વિદ્યાર્થીઓ માટે તેમજ પીએસઆઇ, એએસઆઇ, કોન્‍સ્‍ટેબલ તેમજ સ્‍પર્ધાત્‍મક પરિક્ષાઓની તૈયારી માટે પીઢ અને જાણીતા પ્રશિક્ષકો દ્વારા શિક્ષણ આપવામાં આવશેઃ અશોક સોલંકી : જ્ઞાતિ કે ધર્મના ભેદભાવ વગર તમામને પ્રવેશ આપવામાં આવશેઃ ભાર્ગવ સોલંકી

રાજકોટઃ ગુજરાત સરકાર દ્વારા હાલમાં જ જીપીએસસી, તેમજ ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ તેમજ પોલીસ ડીપાટમેન્‍ટમાં પીએસઆઇ , એએસઆઇ તેમજ કોન્‍સ્‍ટેબલ તેમજ સરકારશ્રીની ભરતીની અન્‍ય જાહેરાતોના અનુસંધાને શ્રી આપાગીગાનો ઓટલો ચોટીલા દ્વારા ઉપગ્રહન દરેક પ્રકારની ર્સ્‍પધાત્‍મક પરીક્ષાઓની તૈયારી માટે સંપૂર્ણ પણે વિના મૂલ્‍યે ચા-પાણી નાસ્‍તો જમવાની, રહેવાની ઉચ્‍ચતમ વ્‍યવસ્‍થાઓ સાથેનો ખૂબ જ પીઢ તેમજ અનુભવી અને સરકારશ્રીની કલાસ-૧/૨ ના રીટાયર્ડ અધિકારીઓ તેમજ સૌરાષ્ટ્રની નામાંકિત સંસ્‍થાઓ સાથે જોડાયેલા વિવિધ ક્ષેત્રના પીઢ અનુભવી અને યુવાનોના કોમ્‍બીનેશન સાથે સમગ્ર સૌરાષ્ટ્ર માંથી આવનાર વિદ્યાર્થીઓને ઉચ્‍ચતમ પ્રકારનું શિક્ષણ અને માર્ગદર્શન મળી રહે અને જેના આધારે આ દેશના યુવાધનની અંદર શૈક્ષણિક સામાજીક ધાર્મિક તેમજ શારીરીક રીતે તેઓનું સર્વ રિતે ઉથ્‍થાન થાય તેના માટે શ્રી આપાગીગાના ઓટલા દ્વારા હર હંમેશા આ પ્રકારના સેવાકિય કાર્યો કરવામાં આવી રહયા હોય છે, જેના અનુસંધાને આ વર્ષે પણ સમગ્ર સૌરાષ્ટ્રના શ્રી આપાગીગાના ઓટલે જે લોકો ઉપરોકત સેવાઓ લેવા માંગતા હોય તેવા સમગ્ર વિદ્યાર્થીઓ માટે આ વર્ષે પણ તા. ૧-૧-૨૦૨૬, ગુરૂવાર થી જ કલાસીસ શરૂ કરવામાં આવનાર છે. આ સાથે ધો. ૧૦,૧૧,૧૨ (કોમર્સ/સાયન્‍સ/આર્ટસ)ના વિદ્યાર્થીઓ માટે સંપૂર્ણ પણે નિઃશુલ્‍ક રહેવા જમવાની ઉતમ વ્‍યવસ્‍થાઓ સાથે આ કલાસીસો પણ તા.૧-૧-૨૦૨૬, ગુરૂવાર થી ખૂબ જ અનુભવી તેમજ શિક્ષણ જગતની નાડ પારખનાર શિક્ષકો દ્વારા શરૂ કરવામાં આવશે.

 આ બાબતે વિશેષ માહિતી આપતા ભાર્ગવભાઇ સોલંકી એ જણાવ્‍યું હતું કે સ્‍પધાત્‍મક પરિક્ષાના હાલના સમયના ટ્રેન્‍ડને અનુસરીને વધુ માં વધુ સફળતા પ્રાપ્ત કઈ રીતે થઈ શકે તે મુજબ અધ્‍યતન સુવિધાઓ સાથે આ વર્ગોમાં ખાસ વિષય નિષ્‍ણાંતો દ્વારા કોચિંગ કરાવવામાં આવશે અને સાથે સાથે વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસને ધ્‍યાનમાં રાખી તેમનો ડાયટ પ્‍લાન તૈયાર કરવામાં આવેલ છે જેમાં ચા-પાણી નાસ્‍તો અને બે સમય ભોજનની વ્‍યવસ્‍થા પણ કરવામાં આવી છે વિદ્યાર્થીઓ શારીરીક રીતે સુસજજ થાય તે માટે મેદાન તેમજ અનુભવી કોચની પણ ખાસ સેવા લેવામાં આવશે.

વિદ્યાર્થી બાળકોના યોગ્‍ય ઘડતર માટે થઈ બાળક શિક્ષિત અને દિક્ષિત બને તે માટે ઘાટે શ્રી આપાગીગામાં ઓટલા ના મહંત શ્રી નરેન્‍દ્રબાપુ ગુરૂશ્રી જીવરાજબાપુ દ્વારા (નરેન્‍દ્રભાઈ સોલંકી) વ્‍યકિતગત ધોરણે બાળકોના સામાજીક શૈક્ષણિક તેમજ ધાર્મિક ઉથ્‍થાન માટે ધ્‍યાન અપાશે. તે માટે થઈ અને શ્રી આપાગીગાનો ઓટલો ચોટીલા રાજકોટ હાઈવે ઉપર મોલડી ગામની બાજુમા (શ્રી જીવરાજ ચેરીટેબલ ટ્રસ્‍ટ ) દ્વારા સંપૂર્ણ પણે વિના મૂલ્‍યે રહેવા તથા જમવાની ઉત્તમ વ્‍યવસ્‍થાઓ સાથે સંસ્‍થાના નિયમો મુજબ હાલમાં તા. ૧-૧-૨૦૨૬ થી લઈ અને તા.૧-૪-૨૦૨૬ સુધી એટલે કે ત્રણ મહિના અને ત્‍યારબાદ જરૂર પડે તો આ સમય ગાળો વધારવાની તૈયારી સાથેના ટ્રેનીંગ કેલોસ ચાલુ કરવામાં આવશે.

(૧) પી.પી. મેખીયા એક્‍સ પ્રિન્‍સીપાલ ડીસ્‍ટ્રીક જજ)

(૨) ડો. સોનલબેન ફળદુ (ગોલ્‍ડ મેડાલીસ્‍ટ) - આચાર્યશ્રી શ્રીમતી સરોજીની નાયડુ ગર્લ્‍સ સ્‍કુલ,

(૩) જીજ્ઞેશભાઈ કાલાવડીયા - સ્‍પધાત્‍મક પરિક્ષાના નિષ્‍ણાંત

(૪) રૂપા મેડમ  રીના સ્‍કુલ, કોસ્‍મો ક્‍લાસીસ, એસ્‍ટ્રોન ચોક,

(૫) ડો. ભાવેશ ટાંક એમ.ડી- શુભમ હોસ્‍પીટલ - જુનાગઢ, તેમજ

રેગ્‍યુલર કોર્સમાં

(૧) કિશનભાઇ ગોંડલીયા  ફિઝિકસ,(૨) તુષારભાઈ પ્રજાપતી - કેમેસ્‍ટ્રી),(૩) ભૌતિકભાઇ સરડવા - ), (૪) વિજયભાઈ ત્રાડા - ગણિત (મેથેમેટીકસ) તથા

ર્સ્‍પધાત્‍મક પરિક્ષાઓ માટે

(૧) શ્રી કિરીટભાઇ ટાંક  નિવૃત ઇન્‍કમટેકસ અધિકારી (કલાસ૧)શિક્ષણકાર્યનો ૩૬ વર્ષનો અનુભવ ધરાવનાર તજજ્ઞ તેમજ તેમની ટીમ

(૨) ડો. વિરલભાઈ શુકલા  રીઝનીંગ  પીએફ ઓફીસ ગર્વમેન્‍ટ

(૩)શ્રી જોષી અંગ્રેજી(પ્રોફેસર)

( ૪) શ્રી પંડયા - સામાન્‍ય જ્ઞાન સેવા આપશે.

આ સેવાનો લાભ લેવા  નરેન્‍દ્રબાપુ ગુરૂશ્રી જીવરાજબાપુ (નરેન્‍દ્રભાઇ સોલંકી) દ્વારા અનુરોધ કરાયો છે.

ફોર્મ વિતરણની તાઃ- ૧૯/૧૨/૨૦૨૫ ના રોજથી  (૧) શ્રી જીવરાજ શરાફી સરકારી મંડળી લી. ગોપીનાથ કોમ્‍પલેક્ષ, ગાયત્રી નગર મેઇન રોડ, છેલ્‍લા બસ સ્‍ટોપ પાસે, ભકિતનગર સર્કલ થી આગળ, રાજકોટ

(૨) શ્રી જીવરાજ શરાફી સહકારી મંડળી લી. શ્રી જીવરાજ પાર્ક, દ્વારકેશ નગરી, ૪૦ ફૂટ મેઇન રોડ, અંબિકા ટાઉનશીપની અંદર, રાજકોટ

(૩) રૂપા મેડમ : રીના સ્‍કુલ, કોસ્‍મો ક્‍લાસીસ, એસ્‍ટ્રોન ચોક, રાજકોટ

(૪) જીજ્ઞેશભાઇ કાલાવડીયાઃ ૯ સ્‍કેવર બિલ્‍ડીંગ ઓફીસ નં. ગ્‍-૫૧૩, નાના મૌવા મેઇન રોડ, નાના મૌવા સર્કલ પાસે, મારવાડી બિલ્‍ડીંગ ની બાજુમા, રાજકોટ.

(૫) શ્રી ચકકા બાપુ (પ્રવિણભાઇ દાનીધારીયા) મારૂતિ કિરાણા ભંડાર, માર્કેટીંગ યાર્ડ, ચોટીલા. ફોર્મ મળી રહેશે. તેમ યાદીના અંતમાં જણાવાયું છે.

 

(3:57 PM IST)