News of Thursday, 18th December 2025
મનપા કમુર્હુતા બાદ રીંગ રોડ-રૈયા રોડ-મોરબી રોડ સહિતના ૭ ટી.પી. પ્લોટ વેચશે
તંત્રની તિજોરી તળીયા ઝાટક શહેરના વિવિધ વિસ્તારોમાં પ્લોટ વેચાણ કરી ૩૬૦ કરોડ મેળવાશેઃ જમીનોની હરરાજી ૧૭ થી ૧૯ જાન્યુઆરી દરમિયાન કરાશે

રાજકોટ, તા., ૧૮: મહાનગર પાલિકાની આવકની સરખામણીએ ખર્ચમાં સતત વધારો થતો જતાં આર્થિક દબાણ વધી રહ્યું છે. પરિણામે નિયમ મુજબ આવક ઉભી કરવા માટે મનપા દ્વારા ટી.પી. (ટાઉન પ્લાનિંગ)ના પ્લોટ વેચવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. અગાઉ જાહેરાત થયા બાદ હવે પ્રાઇમ લોકેશન પર આવેલા કુલ સાત ટી.પી. પ્લોટ વેચવાની હાથ ધરવામાં આવી છે.
આ અંગે મનપાના ટાઉન પ્લાનિંગ વિભાગના સુત્રનોના જણાવ્યા મુજબ અંદાજે ૪૦ હજાર ચોરસ મીટર જમીનનું વેચાણ કરી રૂ. ૩૬૦ કરોડ જેટલી આવકની શકયતા છે.
ત્રણ વર્ષ બાદ જમીન
વેચાણનો નિર્ણય
મહાનગરપાલિકાની આર્થિક સ્થિતિ અગાઉ જેટલી મજબૂત રહી નથી. અગાઉ ઉપલબ્ધ કરોડો રૂપિયાની ફિક્સ ડિપોઝિટ તોડી ઉપયોગમાં લેવાઈ ચુકયા બાદ હવે જમીનના પ્લોટ વેચવાની ફરજિયાત સ્થિતિ ભી થઈ છે. સરકારની મંજૂરી મળતાં ત્રણ વર્ષ બાદ ફરી ટી.પી.ના સાત પ્લોટ હરાજી માટે મૂકવાનો નિર્ણય લેવાયો છે.
અગાઉ સરકારના કડક વલણના કારણે છેલ્લા ત્રણ વર્ષથી જમીન વેચાણ શકય બન્યું નહોતું, પરંતુ હવે મંજૂરી મળતા મનપા દ્વારા કિંમતી અને લોકેશનલ દૃષ્ટિએ મહત્વના પ્લોટ વેચવાની જાહેરાત કરાશે.
આવક ઓછી, ખર્ચ વધુ
આ વર્ષના બજેટમાં સૂચવાયેલ વેરા વધારો શાસક પક્ષ દ્વારા મંજૂર ન થતાં મનપાની મહેસૂલી આવક ખર્ચની સરખામણીએ આશરે ૪૦ ટકા ઓછી રહેવાની શકયતા છે. તેની સામે નવી ભરતીને કારણે મહેકમ ખર્ચ વધવાનો છે. ખાસ કરીને સફાઈ કામદારોની ભરતી બાદ પગાર બિલમાં અંદાજે ૨૦ ટકા વધારો થવાની સંભાવના છે. મોટા પ્રોજેક્ટ માટે કેપિટલ ગ્રાન્ટ સરકાર દ્વારા મળતી રહે છે, પરંતુ મહેસૂલી ખર્ચ માટે મનપાને પોતાની આવક પર જ આધાર રાખવો પડે છે. તેથી પ્લોટ વેચાણ અનિવાર્ય બન્યું છે.
માર્ચ પહેલા ૩૫૦ કરોડની આવકનું લક્ષ્ય
આ સ્થિતિને ધ્યાનમાં રાખી માર્ચ એન્ડ પહેલા જમીન વેચાણ દ્વારા સાડા ત્રણસો કરોડ રૂપિયાની આવક મેળવવાનો નિર્ધાર કરાયો છે. રિંગ રોડ, રૈયા રોડ અને મોરબી રોડ ઉપર આવેલા કિંમતી ટી.પી. પ્લોટ વેચાણ માટે પસંદ કરવામાં આવ્યા છે.
કયા કયા પ્લોટની હરરાજી
* મનપા દ્વારા અંતિમ ટી.પી.એસ. નં. ૦૪ (રૈયા). એફ.પી. નં. ૭૬૯. સાવન સિગ્નેટ એપાર્ટમેન્ટ સામે. રૈયા મેઈન રોડ, * ફાઇનલ ૧. નં. ૦૩ (નાનામાવા) માં કોમર્શિયલ વેચાણ પ્લોટ. એફ.પી. નં. ૨૦૪, અમીન માર્ગ/૧૫૦ ફૂટ રિંગ રોડ કોર્નર, * ફાઇનલ ટી.પી.એસ. નં. ૨૮ (માવડી), એફ.પી. નં. ૩૭/એ માં કોમર્શિયલ વેચાણ પ્લોટ. ઇ/વ મહાત્મા ગાંધી ટાઉનશીપ. નં. ફિલ્ડ માર્શલ રોડ, ૧૫૦ ફૂટ રિંગ રોડ-૨. * ફાઇનલ ટી.પી.એસ. નં. ૦૯ (રાજકોટ) માં કોમર્શિયલ વેચાણ પ્લોટ. એફ.પી. નં. સી/૯. કલ્યાણમ પાર્ટી પ્લોટ સામે, એચસીજી હોસ્પિટલ રોડ. ૧૫૦ ફૂટ રિંગ રોડ પાસે.* ફાઇનલ ટી.પી.એસ. નંબર ૧૨ (રાજકોટી. એફ.પી. નંબર ૯૨) માં કોમર્શિયલ વેચાણ લોટ. નં. પંચવટી સોસાયટી, સામે. એચ.પી. પેટ્રોલ પંપ. રાજકોટ-મોરબી રોડ, રાજકોટ. પૂનમ હોલ સામે, રાજકોટ-મોરબી * ફાઇનલ ટી.પી.એસ. નં. ૧૨ (રાજકોટ), એફ.પી. નં. ૯૧. રોડ, * ફાઇનલ ટી.પી.એસ. નં. ૧૯ (રાજકોટ) માં રહેણાંક વેચાણ પ્લોટ. એફ.પી. નં. ૧૬/એ. સામે ભક્તિ પાર્ક સોસાયટી, નં. સાધુ વાસવાણી કુંજ રોડ. રેલનગર વિસ્તાર, રાજકોટ સહિતના સાત પ્લોટનો સમાવેશ થાય છે. આ પ્લોટ તા. ૧૭ જાન્યુઆરી તા. ૧૯ જાન્યુઆરી દરમ્યાન હરરાજી કરવામાં આવશે.
(3:46 PM IST)










