<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 18th December 2025

રાજકોટ જિલ્લા SOG ટીમનો સપાટો :સુલતાનપૂર પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ગાંજાનું વાવેતર ઝડપાયું

પોલીસે 21.300 કિલોગ્રામ ગાંજાના જથ્થા સાથે આરોપીને દબોચ્યો:આરોપી છેલ્લા 4 મહિનાથી ખેતરમાં ગાંજાનું વાવેતર કરતો હતો:રૂપિયા 10.65 લાખની કિંમતનો ગાંજો કબજે

રાજકોટ શહેર બાદ, હવે જિલ્લામાંથી પણ ગાંજાનું વાવેતર ઝડપાયું છે. રાજકોટ જિલ્લા SOG ટીમે ગાંજાનું વાવેતર ઝડપ્યું છે. સુલતાનપૂર પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ગાંજાનું વાવેતર ઝડપાયું છે . યુવાનોને ગાંજાના સેવન તેમજ અન્ય વ્યસનોથી દૂર રહેવા રાજકોટ ગ્રામ્ય ASP સિમરન ભારદ્વાજે અપીલ કરી છે. આરોપી નિર્મળ નાથાભાઈ ડેર દ્વારા વાડીમાં ગાંજાનું વાવેતર કરાયું હતું . પોલીસે 21.300 કિલોગ્રામ ગાંજાના જથ્થા સાથે આરોપીને દબોચ્યો છે. આરોપી છેલ્લા 4 મહિનાથી ખેતરમાં ગાંજાનું વાવેતર કરતો હતો. રૂપિયા 10.65 લાખની કિંમતનો ગાંજો કબજે કરી જિલ્લા SOG પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી છે

(7:35 PM IST)