<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 19th December 2025

જૂનાગઢમાં ર૭મીથી વીજ ઇજનેરોનું અધીવેશનઃ ભૂપેન્‍દ્રભાઇ ખાસ હાજરી આપશે

અનેક ઠરાવો થશેઃ નવા ત્રિવાર્ષીક સમયની કોર કમિટીની રચનાઃ સેક્રેટરી જનરલ વઘાસીયાનું ખાસ માર્ગદર્શન જીબીઆના પ્રમુખ ગોરધનભાઇ ઝડફિયા, ઉજામંત્રી રૂષિકેશભાઇ, કૌશીકભાઇ તથા અન્‍ય સાંસદો-ધારાસભ્‍યોની પણ ઉપસ્‍થિતિ

જીબીઆના જૂનાગઢમાં મળી રહેલ અધીવેશન સંદર્ભે ‘અકિલા' ખાતે વિગતો આપતા સેક્રેટરી જનરલ શ્રી વઘાસીયા અને અન્‍ય હોદેદારો નજરે પડે છે

રાજકોટ, તા. ૧૯: ગુજરાત રાજ્‍યનાં વિજ વિભાગનાં એન્‍જીનીયર્સ એસોસીએશન એટલે કે ગુજરાત ઉર્જા વિકાસ નિગમ લીમિટેડ હેઠળની વીજ કંપનીઓ GETCO, GSECL, PGVCL, DGVCL, MGVCL અને UGVCL ના તમામ કંપનીઓમાં કામ કરતા વીજ ઈજનેરો જુનિયર ઈજનેર થી લઈને ચીફ ઈજનેર સુધીના મેમ્‍બરો મળીને અંદાજે સાત હજારથી વધુ સભ્‍યો આ એસોસીએશન સાથે જોડાયેલા છે. અધિવેશનમાં આગામી ત્રણ વર્ષ એટલે કે ૨૦૨૬ થી ૨૦૨૮ દરમ્‍યાનનાં સમયગાળા માટે GEBEA સંગઠનના હોદ્દેદારોની વરણી કરવામાં આવશે. આજે ‘અકિલા' કાર્યાલય ખાતે શ્રી વઘાસીયા તથા જીબીઆના હોદેદારોએ અધીવેશન અંગે તમામ વિગતો આપી હતી, ‘અકિલા'ના મોભી શ્રી કિરીટભાઇ ગણાત્રાના ખાસ આર્શીવાદ મેળવ્‍યા હતા.

ગુજરાત ઈલેકટ્રીક બોર્ડ એન્‍જીનીયર એશોસીયેશનનું ૨૭મું ત્રિ-વાર્ષિક અધિવેશન જુનાગઢ ખાતે જુના બાયપાસ રોડ ઊપર ધોરાજી ચોકડી નજીક આવેલ સરદાર પટેલ શૈક્ષણિક સંકુલ જોષીપરાની વિશાળ જગ્‍યામાં આગામી ૨૭ થીર૮ ડિસેમ્‍બરે યોજાનાર છે.

અધિવેશનમાં ગુજરાત ભરમાંથી પાંચ હજારથી વધુ ઈજનેરો પરિવાર સાથે ઉપસ્‍થિત રહેનાર છે. GEBPAના પ્રેસિડેન્‍ટ ગોરધનભાઈ ઝડફિયાના માર્ગદર્શન નીચે સંપૂર્ણ કાર્યક્રમને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે. કાર્યક્રમમાં ગુજરાત રાજ્‍યના મુખ્‍યમંત્રી શ્રી ભુપેન્‍દ્રભાઈ પટેલ. કેબીનેટ ઊર્જામંત્રી ઋષિકેશભાઈ પટેલ, તેમજ રાજ્‍યકક્ષાના ઊર્જામંત્રી શ્રી કૌશિકભાઈ વેકરીયા, ઉપરાંત જુનાગઢના સાંસદ, ધારાસભ્‍યો અને મેયર, તેમજ અન્‍ય અગ્રણીઓ ઉપરાંત ઊર્જા વિભાગના અધિક મુખ્‍ય સચિવ તેમજ GUVNLના મેનેજીંગ ડીરેકટર અને તમામ ઉચ્‍ચ અધિકારીઓ અને તમામ સંલગ્ન કંપનીઓના મેનેજીંગ ડાયરેકટરો તથા અન્‍ય ઉચ્‍ચ અધિકારીઓ પણ ઉપસ્‍થિત રહેશે.

આ માટે જુનાગઢ GETCO અને PGVCLના અધિકારીઓ દ્વારા દરેક વિભાગની કમિટીઓ નીમવામાં આવેલ છે. જેમાં એકઝીકયુટીવ કમિટી તેમજ તેની નીચે ૨૦ જેટલી અન્‍ય કમિટીઓની રચના કરવામાં આવેલ છે. અધીવેસન બે દિવસ ચાલનારૂ હોય જેમાં તારીખ ૨૭ ડીસેમ્‍બર ના રોજ GEBEA મેમ્‍બર તથા અધિકારીઓ બપોરના ૩ કલાકથી સેન્‍ટ્રલ મેનેજીંગ કમિટીની મીટીંગ મળશે જેમાં GEBEA ને લગતા વિવિધ ઠરાવી પસાર થશે. રાત્રી ભોજન બાદ સંગીત સંધ્‍યા યોજાશે તા.૨૮ ડીસેમ્‍બરના રોજ મુખ્‍યમંત્રી, નાયબ મુખ્‍યમંત્રી, ઊર્જામંત્રી કેબીનેટ અને રાજ્‍યકક્ષાના તેમજ GEBEA ના પ્રેસિડેન્‍ટ ગોરધનભાઈ ઝડફિયા તેમજ આમંત્રિત રાજકીય મહેમાનો તેમજ ઉચ્‍ચ અધિકારીઓ અને GEBEA કોર બોડીની હાજરીમાં મુખ્‍ય કાર્યક્રમ થશે. ત્‍યારબાદ બપોરે ૩ થી ૫ વાગ્‍યા સુધી GEBEA જનરલ બોડી મીટીંગમાં GEBEAની કામગીરીની ચર્ચા વિચારણા તેમજ GEBEA ના બંધારણ ને લગતા સુધારા વધારા વગેરે ઠરાવો કરવામાં આવશે. અને ત્‍યારબાદ નવી કોર બોડી તેમજ સેન્‍ટ્રલ મેનેજીંગ કમિટીના સભ્‍યો ગુજરાત ભરની તમામ વીજ કંપનીઓ માંથી ઉમેદવારી કરનાર ઉમેદવારોનું લોકશાહી ઢબે ચૂંટણી પ્રક્રિયા ચાલુ થશે. અને મુખ્‍ય ચુંટણી અધિકારી ચૂંટણીનું પરિણામ જાહેર કરશે. અને તેમાંથી ચૂંટાયેલા ઉમેદવારો આગામી ૨૦૨૬ થી ૨૦૨૮ સુધી GEBEA સંગઠનનું નેતળત્‍વ કરશે.

આ ગુજરાતનું સૌથી મોટું ઓફીસર્સ એસોસીએશનનું-અધિવેશન હાઈટેક ટેકનોલોજી દ્વારા આયોજીત થઇ રહ્યુ છે. રાજકોટ ઝોનલ નીચે આવતા GETCOના તમામ સર્કલો તેમજ PGVCLના તમામ સર્કાલોમાંથી ઈજનેરોની પણ આ કમિટીમાં કામગીરી માટે સહયોગ લેવાઈ રહ્યો છે. તેવું GEBEAના સેક્રેટરી જનરલ એસ.જી. વધાસિયાની યાદીમાં જણાવાયુ છે.

આજે ‘અકિલા' કાર્યાલય ખાતે જીબીઆના સેક્રેટરી જનરલ એચ.જી. વઘાસીયા, જનરલ સેક્રેટરી એમ.એમ. કડછા, તથા સર્વશ્રી જે.યુ. ભટ્ટ, પી.પી. ભારદ્વાજ, આર.એન. માંડાણી, જી.એલ. વાઘમશી વિગેરે ઉપસ્‍થિત રહયા હતા.(

(10:43 AM IST)