હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
શ્રી રણછોડદાસજી બાપુ હોસ્પિટલ રાજકોટ દ્વારા બિહારના બકસર ખાતે મહા નેત્રયજ્ઞનો પ્રારંભ : ચાર માસમાં ૫૦,૦૦૦ થી વધુ મોતિયાના નિઃશુલ્ક ઓપરેશનો કરવાનો સંકલ્પ

રાજકોટ : શ્રી રણછોડદાસજી બાપુની પ્રેરણા અને આશીર્વાદથી શ્રી રણછોડદાસજી બાપુ ચેરીટેબલ હોસ્પિટલ રાજકોટ દ્વારા બિહાર રાજયના અતિ ગરીબ અને જરૂરતમંદ લોકોના લાભાર્થે તા. ૧૫-૧૨-૨૦૨૫ થી તા. ૩૧-૩-૨૦૨૬ સુધી નિઃશુલ્ક નેત્રયજ્ઞ મહાશિબિરનું આયોજન કરવામાં આવ્યુ છે. જેનો પ્રારંભ ત્યાંના સ્થાનિક આગેવાનોના હસ્તે દીપપ્રાગટયથી કરાયો હતો. બિહારના બકસર શહેર અને પુરા બિહાર રાજયના ગરીબ દર્દીઓના ૫૦,૦૦૦ નિઃશુલ્ક મોતિયાના ઓપરેશન કરવા મહાસંકલ્પ કરવામાં આવ્યો છે. પૈસાના અભાવે કોઇ ગરીબ દર્દી ભગવાન આંખો ન ગુમાવે તેવા આશયથી આ નિઃશુલ્ક કેમ્પ ગોઠવવામાં આવ્યો છે. બકસર શહેર તથા જિલ્લા અને પુરા રાજયના લોકોને આ નેત્રયજ્ઞનો લાભ મળશે. જેમાં દર્દી ભગવાનને આધુનિક ફેકોમશીનથી ટાંકા વગરનું સોફટફોલ્ડેબલ લેન્સ રૂ.૨૦,૦૦૦ વાળુ ઓપરેશન મફત કરી આપવામાં આવશે. તેમજ રહેવા તથા ચા-નાસ્તો, શુધ્ધ ધીનો શીરો, ગરમ ભોજન, એક એક ધાબળો, એક સાડી ર કિલો ચોખા, ૧ કિલો ઘઉંનો લોટ, અડધો કિલો મીઠી બુંદી, દવા, ટીપાં, કાળા ચશ્મા તથા દક્ષિણારૂપે દરેક દર્દી ભગવાનને રૂ.૧૦૦ રોકડા અને ઓપરેશન બાદ પાવરવાળા ચશ્મા નિઃશુલ્ક આપવામાં આવશે. દરેક દર્દી ભગવાનની આરતી ઉતારવામાં આવશે. આ અમૂલ્ય નેત્રયજ્ઞનો જરૂરતમંદોએ લાભ લેવા શ્રી રણછોડદાસજીછ બાપુ ચેરીટેબલ હોસ્પિટલ રાજકોટ (મો.૮૪૬૦૯ ૨૮૫૦૮)ની યાદીમાં જણાવાયુ છે.










