તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 19th December 2025
OLX માં સસ્તામાં મોબાઈલ વેંચવાની લાલચ આપી છેતરપીંડી કરનારો જયેશ પકડાયો
યુનિવર્સિટી પોલીસના એ.એસ.આઈ. સંજયભાઈ ઠાકર, હેડ કોન્સ પ્રતાપસિંહ મોયા તથા કોન્સ સાવનભાઈ વસોયાની બાતમી

રાજકોટ, તા.૧૯: સોશીયર મીડીયામાં ઓએલએકસ એપ્લીકેશનમાં મોબાઈલ સસ્તામાં વેંચવાની જાહેરાત કરી રાજકોટ, સુરત, દ્વારકા, ગીરસોમનાથના અનેક લોકો પૈસા ઓનલાઈન ટ્રાન્સફર કરાવી સાયબર ફ્રોડના ગુનામાં ફરાર શખ્સને યુનિવર્સિટી પોલીસે પકડી લીધો હતો.
મળતી વિગત મુજબ શહેર પોલીસ કમિશનર બ્રજેશકુમાર ઝા તથા એડી કમિશનર મહેન્દ્ર બગડીયાની સૂચનાથી ડીસીપી ઝોન-રના રાકેશ દેસાઈ તથા એસીપી બી.જે.ચૌધરીના માર્ગદર્શન હેઠળ ઓપરેશન મ્યુલહન્ટનસ કામગીરી ચાલુ હોવાથી યુનિવર્સિટી પોલીસ મથકના પી.આઈ. એમ.એન.પટેલ તથા પીએસઆઈ વી.જી.ડીડીયા સહિત સાયબર ફ્રોડને લગતી અરજી અનુસંધાને પેટ્રોલીંગમાં હતા, ત્યારે એ.એસ. આઈ. સંજયભાઈ ઠાકર, હેડ કોન્સ પ્રતાપસિંહ મોયા તથા કોન્સ સાવનભાઈ વસોયાને મળેલી બાતમીના આધારે અવારનવાર સાયબર ફ્રોડના ગુના આચરતો. જયેશ ઉર્ફ્રે જયદીપ ઉર્ફે ડેવીડ વિઠલભાઈ ઝાલા (ઉ.વ.૨૩) (રહે.હાલ ચીત્રકુટ મેઈન રોડ ચીત્રકુટ એપાર્ટમેન્ટ બીજા માળે ફલેટ નં.૨૦૨માં મૂળ વાસાવડ તા.સુત્રાપાડા) ને રૈયારોડ તુલસી સુપરમાર્કેટ પાસેથી ઝડપી લીધો હતો. પોલીસે તેની પુછપરછ કરતા આરોપી જયેશ પોતાના ફેસબુક તથા ઓએલએકસમાં સસ્તા મોબાઈલ વેંચવાની જાહેરાત મુકી ભોગ બનનાર પાસે ઓનલાઈન નાણા ટ્રાન્સફર કરાવી મોબાઈલ ફોન નહી આપી છેતરપીંડી આચરતો હતો. તેણે રાજકોટ, સુરત, દ્વારકા, ગીરસોમનાથના અનેક લોકો સાથે છેતરપીંડી કરી હોવાનું ખુલ્યું છે. તે અગાઉ સાયબર ફ્રોડના ૧૨ ગુનામાં પકડાયો હોવાનું જાણવા મળ્યું છે. તેણે અલગ અલગ જગ્યાએથી ૫૦થી વધુ સીમકાર્ડ લઈને સાયબર ફ્રોડમાં ઉપયોગ કરતો હોવાની કબુલાત આપી હતી. આ કામગીરી પીએસઆઈ વી.જી.ડોડીયા એ.એસ.આઈ. સંજયભાઈ ઠાકર, જગમાલભાઈ ખટાણા, હેડ કોન્સ મહિપાલસિંહ જાડેજા, ગોપાલસિંહ જાડેજા, પ્રતાપસિંહ મોયા, વિરદવસિંહ જાડેજા, વિજુભા જાડેજા, કોન્સ વનરાજભાઈ લાવડીયા, દિવ્યરાજસિંહ જાડેજા, દિવ્યરાજસિંહ ટેમભા, સાવનભાઈ વસોયા દ્વારા કરવામાં આવી હતી.
(3:52 PM IST)










