<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 19th December 2025

કયાડા-કિયાડા પરિવારનું રવિવારે સ્‍નેહમિલન

રાજકોટ તા. ૧૯ : કયાડા/કિયાડા પરિવાર દ્વારા તા.૨૧ ના રવિવારે દ્વીતીય સ્‍નેહ મિલનનું આયોજન કરાયુ છે.

ફલોરન્‍સ પાર્ટી પ્‍લોટ, કોઠારીયા ગામ, પાણીના ટાંકાની પાસે રાજકોટ ખાતે મળનાર આ સ્‍નેહમિલનનું દીપપ્રાગટય બપોરે ૩.૩૦ કલાકે સંતોના હસ્‍તે કરાશે. બાદમાં નૃત્‍ય નાટક સહીતના સાંસ્‍કૃતિક કાર્યક્રમો રજુ થશે.

આ તકે સન્‍માન સમારોહ રાખેલ છે જેમાં દાતાઓ, મહેમાનો અને તેજસ્‍વી પ્રતિભાઓનું સન્‍માન કરાશે. બ્‍લડ કેમ્‍પ પણ રાખેલ છે. જેમાં ૧૫૦ થી વધુ યુનિટ રકતદાન એકત્ર કરવાનો ટાર્ગેટ રાખવામાં આવ્‍યો છે.

સાંજે ભોજન પ્રસાદ અને ત્‍યાર બાદ દાંડીયા રાસ રાખેલ છે. અંદાજીત ૨૦૦૦ થી વધુ લોકો આ સમારોહમાં ભાગ લેશે. તેવી ધારણા સાથે તૈયારીઓ કરવામાં આવી છે. સમસ્‍ત કયાડા/કિયાડા પરિવારજનોએ પધારવા જાહેર અનુરોધ કરાયો છે.

તસ્‍વીરમાં ‘અકિલા' ખાતે વિગતો વર્ણવતા દર્શનભાઇ કિયાડા, જયેશભાઇ કિયાડા, પીયુષભાઇ કિયાડા, પ્રશાંતભાઇ કયાડા, નાગજીભાઇ કયાડા, મયંકભાઇ કિયાડા, અંકુરભાઇ કિયાડા, વાલજીભાઇ કિયાડા, અશ્વિનભાઇ કિયાડા નજરે પડે છે. (તસ્‍વીર : અભિજીત બગથરીયા) (૧૬.૩)

 

(2:39 PM IST)