તા. ૧૦ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧ મંગળવાર
News of Friday, 19th December 2025
ખંભાળામાં વડીલોએ ઓકિસજન પાર્ક સર્જયુ
૨૩ વિઘા જમીન સમતળ કરીને દેશી કુળના વૃક્ષો ઉછેર્યાઃ પ્રયોગ સફળ થતા હવે ૫૫૦૦ નવા વૃક્ષોનું વાવેતર

રાજકોટ : ખંભાળા (તા-પડધરી, જી-રાજકોટ) ની સરકારી ખરાબા ની જમીન માં વર્ષ ૨૦૦૫ માં વડીલો એ જમીન લેવલ કરી ૨૦૦ દેસી કુળ ના રોપાઓ નું વાવેતર કરી સારી રીતે જતન કર્યું, આમાં થી પ્રેરણા લઈ તેઓના સંતાનો એ આ વાવેતર ની બાજુમાં સરકારી પડતર જમીન (૨૩ વીધા) કે જે ઉંબળ-ખાબળ હતી તેને JCB દ્વારા સમથળ કરી ટ્રેક્ટર થી ખેડાણ કરી ૧૫× ૧૦ ફૂટ ના અંતરે કુલ ૪૦ જાત ના ૫૫૦૦ વળક્ષોનું ૧૮ના રોજ વાવેતર કર્યું. આ પ્લાન્ટેશન ફરતે માટી નો પાળો કરી પાળા પર ફેનસિંગ કર્યું. વળક્ષ વાવેતર બાદ વચ્ચે ના ભાગ માં આંતર ખેડ કરી નીંદામણ દૂર કરવાની કામગીરી કરી. આ વળક્ષોને પાણી પાવા માટે બોરની વ્યવસ્થા પણ કરી. આ રોપા વાવેતર માં આયુર્વેદિક ને લગતા ૪૦ જાત ના વળક્ષો નું વાવેતર કરેલ છે અને પક્ષીઓ ને ખોરાક મળી રહે તેવા ૧૫ જાત ના વળક્ષો વાવેલ છે. આ રોપાના ઉછેરની કામગીરીમાં કુલ ૧૫ મિત્રો નિયમિત રીતે જાતે કામ કરે છે. આ વળક્ષ વાવેતર અને ઉછેરની કામગીરી માં થયેલ ૮ લાખ નો ખર્ચ આ મિત્રો એ ઉઠાવેલ છે. આ વળક્ષોની સ્થિતિ અત્યારે ખૂબ જ સારી છે. આ વળક્ષો નો ઉછેર સારી રીતે થતાં વધુ ૫૦૦૦ રોપાઓ ના વાવેતર અને ઉછેર નો સંકલ્પ અમો એ કરીએ છીએ. આ વળક્ષ વાવેતર ની કામગિરી ખૂબ જ જરૂરી છે અને એક વળક્ષ એક મંદિર જ ગણાય, આવા મંદિરો વધારવાની ખૂબ જ જરૂર છે. સમગ્ર આયોજન છગનભાઇ મેંદપરા, માવજીભાઇ દલસાણિયા, મનસુખભાઇ પંચોટિયા, પ્રાણજીવનભાઇ મેરજા, દેવકરણભાઇ સેવરા, વી.ડી. બાલા વગેરે અકિલાની મુલાકાતે આવ્યા હતા. વધારે વિગતો માટે છગનભાઇ મેંદપરા, મો.૯૪૨૭૫ ૬૫૦૮૩નો સંપર્ક થઇ શકે છે
(2:45 PM IST)










