<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 19th December 2025

ગોવાથી સુટકેશમાં ‘રમ'ના અડધા લાખના ‘ચપલા' ભરીને આવેલા દુડી અને કરણસિંહ પકડાયા

નવગામમાંથી પીસીબીના કુલદીપસિંહ જાડેજા, વિશાલભાઇ દવેની બાતમી પરથી પીએસઆઇ પી. બી. ત્રાજીયા અને ટીમે દબોચી લીધા

રાજકોટ તા. ૧૯: વિદેશી દારૂના વધુ એક દરોડામાં શહેર પીસીબીની ટીમે નવાગામ આણંદપર પાસેથી રૂા. ૫૩૦૪૦ની કિંમતના ઓલ્‍ડ મોન્‍ક રમના ૧૮૦ એમએલના ૧૭૦ ચપલા સાથે બે શખ્‍સો કરણસિંહ ભીમાભાઇ મક્કા (ઉ.વ.૨૮-રહે. લક્ષ્મીનગર-૫) અને ચેતન ઉર્ફ દુડી રાજુભાઇ સોલંકી (ઉ.વ.૩૫-રહે. દેવપરા સિંદુરીયા ખાણ પટેલ બેકરી સામે)ને પકડી લઇ વધુ તપાસ હાથ ધરી છે. આ બંને ગોવા ગયા હતાં અને ત્‍યાંથી સુટકેશોમાં રમના ચપલાનો જથ્‍થો ભરી લાવ્‍યા હતાં. પોલીસથી બચવા ટૂરીસ્‍ટનો સ્‍વાંગ રચ્‍યો હતો પરંતુ તે નિફષ્‍ળ ગયો હતો. આગામી ૩૧મી ડિસેમ્‍બર અંતર્ગત દારૂના કેસ શોધી કાઢવા પીસીબીની ટીમ પેટ્રોલીંગમાં હતી ત્‍યારે હેડકોન્‍સ. કુલદીપસિંહ જાડેજા, વિજયભાઇ મેતાને મળેલી બાતમી પરથી નવાગામ આણંદપરમાં સોમનાથ એપાર્ટમેન્‍ટ પાસે વોચ રાખી રમની નાની બોટલોના જથ્‍થા સાથે બંને શખ્‍સને પકડી લઇ તે ક્‍યાંથી આ જથ્‍થો લાવ્‍યા? કોને આપવાનો હતો? તેની તપાસ શરૂ કરી હતી. આક ામગીરી પોલીસ કમિશનર બ્રજેશકુમાર ઝા, જેસીપી મહેન્‍દ્ર બગડીયાની સુચના અંતર્ગત પીઆઇ એમ. આર. ગોંડલીયા, પીઆઇ એમ. જે. હુણ, પીએસઆઇ પી. બી. ત્રાજીયા, એએસઆઇ સંતોષભાઇ મોરી, મયુરભાઇ પાલરીયા, મહીપાલસિંહ ઝાલા, હરદેવસિંહ રાઠોડ, ઘનશ્‍યામસિંહ ચૌહાણ, હેડકોન્‍સ. કિરતસિંહ ઝાલા, કરણભાઇ મારૂ, વિરેન્‍દ્રસિંહ જાડેજા, હરદેવસિંહ રાણા, કુલદીપસિંહ જાડેજા, વિજયભાઇ મેતા, રાહુલગીરી ગૌસ્‍વામી, કોન્‍સ. યુવરાજસિંહ રાણા, દેવરાજભાઇ કળોતરા, વાલજીભાઇ જાડા, નગીનભાઇ ડાંગર, હિરેનભાઇ સોલંકી, હિરેન્‍દ્રસિંહ પરમાર સહિતે કરી હતી.

 

 

(2:48 PM IST)