<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 19th December 2025

સશકત નારી મેળા સ્‍વદેશી ઉત્‍પાદનો- આત્‍મનિર્ભરતાનો ઉત્‍સવ

રાજકોટમાં ત્રણ દિવસીય સશકત નારી મેળાનો પ્રારંભઃ અનેક આગેવાનો ઉપસ્‍થિત : ૧૧૨ જેટલા સ્‍ટોલઃ ૨૧મી સુધી ચાલશેઃ ગૃહ ઉપયોગની સેંકડો વસ્‍તુઓ ઉપલબ્‍ધ

રાજકોટ તા. ૧૯: વડાપ્રધાન શ્રી નરેન્‍દ્રભાઈ મોદીના આત્‍મનિર્ભર ભારત, મહિલા નેતળત્‍વ વિકાસ અને સ્‍વદેશી સશક્‍તિકરણના ત્રિવેણી ધ્‍યેયને સાકાર કરવાના ઉદ્દેશ સાથે ગુજરાતમાં રાજ્‍યવ્‍યાપી ‘‘સશક્‍ત નારી મેળા''નું આયોજન કરવામાં આવ્‍યું છે. જે અન્‍વયે રાજકોટમાં જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી પ્રવીણાબેન રંગાણીની અધ્‍યક્ષતા તેમજ ધારાસભ્‍યો શ્રી ભાનુબેન બાબરીયા અને શ્રી ડો. દર્શિતાબેન શાહની ઉપસ્‍થિતિમાં ‘સશક્‍ત નારી મેળા'નો ઉદ્ધાટન સમારોહ યોજાયો હતો.

આ પ્રસંગે પ્રમુખ શ્રી પ્રવીણાબેન રંગાણીએ જણાવ્‍યું હતું કે, ‘સશક્‍ત નારી મેળા'ની પહેલ સુશાસન સપ્તાહ, હર ઘર સ્‍વદેશી ઝુંબેશ અને વિકસિત ગુજરાત @૨૦૪૭ના રોડમેપ માટે સહાયરૂપ બનશે. ‘સશક્‍ત નારી મેળા' નારીશક્‍તિ, સ્‍વદેશી ઉત્‍પાદનો અને આત્‍મનિર્ભરતાનો ઉત્‍સવ છે. જેનો આશય સ્‍થાનિક હસ્‍તકલા અને ઉત્‍પાદનોને પ્રોત્‍સાહન આપવાનો તેમજ મહિલાલક્ષી સરકારી યોજનાઓ, સ્‍ટાર્ટઅપ સપોર્ટ અને આજીવિકા કાર્યક્રમો વિશે જાગળતિ ફેલાવવાનો છે.

જિલ્લા ગ્રામ વિકાસ એજન્‍સીના નિયામક શ્રી એ. કે. વસ્‍તાણીએ શાબ્‍દિક સ્‍વાગત કર્યું હતું. કાર્યક્રમની આભારવિધિ લાઇવલીહૂડ મેનેજર શ્રી વી. બી. બસીયાએ કરી હતી. તેમજ કાર્યક્રમના અંતે મહાનુભાવોએ રીબીન કાપીને મેળાને ખૂલ્લો મુકયો હતો, મેળાની મુલાકાત લઈને મહિલાઓને પ્રોત્‍સાહન આપ્‍યું હતું તેમજ જેલના સ્‍ટોલની સરાહના કરી હતી.

આ તકે જિલ્લા કલેક્‍ટર શ્રી ડો. ઓમપ્રકાશ, જિલ્લા વિકાસ અધિકારી શ્રી અનંદુ સુરેશ ગોવિંદ, આઇ.સી.ડી.એસ.ના પ્રોગ્રામ ઓફિસર શ્રી જનકસિંહ ઝાલા, નાયબ વન સંરક્ષક શ્રી યુવરાજસિંહ ઝાલા સહિત અધિકારીઓ, કર્મચારીઓ અને સખી મંડળની બહેનો ઉપસ્‍થિત રહયા હતા.

સશક્‍ત નારી મેળામાં ૧૦૦થી વધુ સ્‍ટોલમાં વિવિધ વસ્‍તુઓ ઉપલબ્‍ધ

ગુજરાત લાઈવલીહૂડ પ્રમોશન કંપની લિમિટેડ દ્વારા ૧૫૦ ફીટ રિંગ રોડ પર રાજકોટ મહાનગરપાલિકાના પ્‍લોટ ખાતે સશક્‍ત નારી મેળાનું તા. ૨૧ ડિસેમ્‍બર સુધી આયોજન કરાયું છે. જેમાં ગ્રામ વિકાસ વિભાગના ૩૦ સ્‍ટોલ, મહિલા અને આર્થિક વિકાસ નિગમના ૨૫ સ્‍ટોલ, કોટેજ અને ઈન્‍સ્‍ડસ્‍ટ્રિઝના ૨૬ સ્‍ટોલ, કળષિ વિભાગના ૧૫ સ્‍ટોલ, વન અને પર્યાવરણ વિભાગના ૦૪ સ્‍ટોલ, કો-ઓપરેટિવ સેક્‍ટરના ૧૦ સ્‍ટોલ અને સેન્‍ટ્રલ જેલના ૦૨ સ્‍ટોલ મળી વિવિધ વિભાગના કુલ ૧૧૨ જેટલા સ્‍ટોલ છે.

આ મેળામાં અડદના પાપડ, અળસી મુખવાસ, અજમા મુખવાસ, રાયતો સંભાર, ખાટી કેરી સંભાર, ગોળ કેરી સંભાર, ગરમ મસાલો, મિક્‍સ મુખવાસ, ભગવાનના વાઘા-વષા, થાબડી પેંડા, ઓર્ગેનિક સાબુ, શેમ્‍પૂ, પર્સ/હેન્‍ડ બેગ, થેલી, તકીયા કવર, ગાદલા કવર, બાજોટ, પાટલા, મુખવાસદાની, ઈમીટેશન જવેલરી, વિવિધ કઠોળ, ગરમ કપડાં, ખાખરા, કચ્‍છી વર્કના ગોદડા-રજાઈ-તકીયા, રસોડાંની વસ્‍તુઓ, પુજાની થાળી, ગિફ્‌ટ આઈટમ, ફોટો ફ્રેમ, ઉનની વસ્‍તુઓ, તોરણ-ટોડલીયાં, ટીફીન બેગ, મોબાઈલ બેગ, મંડાલા આર્ટ, વોલ પીસ, ઈમિટેશન જ્‍વેલરી, અગરબતી, પટોળા, છાબ ડેકોરેશન, બેંગલ્‍સ, લગ્નવિધિની વસ્‍તુઓ, હાથ બનાવટના બુટ ચંપલ, લાકડાની કોતરણીકામની વસ્‍તુઓ, શણ અને અન્‍ય રેસામાંથી બનાવેલ વિવિધ હોમ ડેકોરની વસ્‍તુઓ, ખાદીના કપડા અને તેની બનાવટ, છાણમાંથી બનાવેલાં ધૂપ-દીવા-હેન્‍ડી ક્રાફ્‌ટ, ટેરાકોટાની વિવિધ ગળહ વપરાશની વસ્‍તુઓ, જડતર અને સંખેડાની કામગીરી, હાથશાળની વસ્‍તુઓ, વુલન હેન્‍ડ બેગ, હોમ મેડ હેર ઓઇલ, અજરખની ચીજ વસ્‍તુઓ, મોતીકામ, લાકડાની કોતરણી, મડ મીરર વર્ક, વ્‍હાઇટ મેટલ, બાંધણી, આયુર્વેદિક વસ્‍તુઓ, પથ્‍થરની આઈટમ, બાજરીના બિસ્‍કીટ, રાગીના ભૂંગળા, મસાલા પાક, તેલ, કઠોળ, રાગી, બાજરી, રાજગરો સહિતની ચીજવસ્‍તુઓ મળી રહેશે.

(3:15 PM IST)