<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 19th December 2025

લોયાધામમાં રવિવારથી મુકિતમાણી મહોત્‍સવ અને સદ્‌ગુરૂ શતાબ્‍દી મહોત્‍સવ

સુરેન્‍દ્રનગરના સાયલા તાલુકામાં આવેલ લોયાધામે ૧૧ દિવસીય દિવ્‍ય મહોત્‍સવઃ ભવ્‍ય દિવ્‍ય આયોજન : બેન્‍ડની સુરાવલી સાથે હાથીની અંબાડીએ પોથીજી, અશ્વરથમાં સવાર સંતો-મહંતો સાથે શોભાયાત્રા નિકળશેઃ સાંસ્‍કૃતિક પ્રદર્શન, ૧૦૮ કુંડી યજ્ઞ, રાસોત્‍સવ, હસાયરો, મહિલા મંચ, બાલમંચ, વૃક્ષારોપણ, રકતદાન કેમ્‍પ, સર્વરોગ નિદાન કેમ્‍પ સહિતના કાર્યક્રમો

તસ્‍વીરમાં અકિલાના મોભી શ્રી કિરીટભાઇ ગણાત્રાને દિવ્‍ય મહોત્‍સવનું આમંત્રણ આપતા પૂ. ધર્મપ્રકાશદાસજી સ્‍વામી, પૂ. મુનિવત્‍સલદાસજી સ્‍વામી, કાંતિ ભગત, ચેતનભાઇ રામાણી, ઉમેશભાઇ દેસાઇ અને જયભાઇ રફાળીયા નજરે પડે છે. (તસ્‍વીર : અભિજીત બગથરીયા)

રાજકોટ  તા. ૧૯ :.. લોયાધામમાં ૨૧ ડિસેમ્‍બરથી ૧૧ દિવસીય શ્રી મુક્‍તિમાણી મહોત્‍સવ અને સદગુરુ શતાબ્‍દી મહોત્‍સવનું ભવ્‍યુ આયોજન કરવામાં આવ્‍યું છે. જેમાં  ૪૫૦ ડ્રોન શો સાથે લોયાઘામમાં અનોખો મહોત્‍સવ યોજાશે. દેશ-વિદેશથી હરિભક્‍તો ઉમટી પડશે.

બેન્‍ડની સુરાવલી સાખે હાથીની અંબાડીએ પોથીજી, અશ્વરથમા સવાર સંતો-મહંતો સાથે દિવ્‍ય શોભાયાત્રા યોજાશે. નિકળશે.  સાંસ્‍કળતિક પ્રદર્શન, ૧૦૮ કુંડી યજ્ઞ, રાસોત્‍સવ,  હસાયરો, મહિલા મંચ, બાલ મંચ,  વળક્ષારોપણ અને બલ્‍ડ ડોનેશન તેમજ સર્વરોગ નિદાન કેમ્‍પ જેવી સોત્‍સવ, હસાયરો, મહિલા આધ્‍યાત્‍મિક તેમજ સામાજિક પ્રવળતિઓની હારમાળા સર્જાશે.

શ્રી સ્‍વામિનારાયણ મંદિર લોયાધામના કોઠારી પૂ. દિવ્‍યવલ્લભ સ્‍વામીએ જણાવ્‍યું હતું કે, સુરેન્‍દ્રનગર જીલ્લાના સાયલા તાલુકમા આવેલ લોયાધામ એટલે પાંચાળ ઙ્કદેશની ભાગ્‍યવંતી ભોમકાના કાંઠે વસેલું ખોબલા જેવું ગામ. આજે આ ધામ ખરેખર પળથ્‍વીના પટાંગણમાં ચારેય બાજુ ગુંજી ઉઠ્‍યું છે. લોયાઘામ માત્ર એક ગામ નહિ પરંતુ આધ્‍યાત્‍મિક ચેતનાનું ધ્રુવબિંદુ બની ચુકયુ છે, કેમ કે સર્વાવતારી ભગવાન સ્‍વામિનારાયણે અહીં અનેકવાર દિવ્‍ય લિલાઓ કરી છે જ્‍યાં શ્રીહરીના આત્‍મીય સખા સુરાબાપુની તો કર્મભૂમિ -છે, પરીવારના સમર્પણને વશ થઈ શ્રીહરી એ લોયાઘામને પોતાનુ નિવાસસ્‍થાન કરીને રહ્યા હતા તેમજ અહીં ભગવાને સંપ્રદાય તેમજ દેશ-પરદેશમા પ્રસીધ્‍ધી પામેલા ‘શાકોત્‍સવ'ની શરૂઆત અહીં થી કરી હતી, જેમા ૬૦ મણ રીંગણાનો વધાર ૧૮ મણ શુદ્ધ ઘી મા કરી પ્રાંતના લોકોને જાતે પીરસી જમાડ્‍યા હતા તેમજ ભગવાને અહીં ૧૮ વચનામળતો ઉદ્વોધ્‍યા હતા જે આજે પણ સંપ્રદાયની ધરોહર છે તેમજ અહીં સંતોના સંસ્‍કળત અભ્‍યાસ માટે પાઠશ સ્‍થાપિત કરી હતી તેમજ ભગવાનના સેવક મૂળજી બ્રહ્મ ચારીએ ) બ્રહ્મ ચારીએ હરીમંદિર બંધાવ્‍યુ તે સંતોના ઉતારા ત્રીકે પ્રસીધ્‍ધ છે, તેમજ ભગવાને સવ્‍યું પૂજારી બની સૂરાબાપૂના દરબારગઢના ઓરડામા રાધાકળષ્‍ણદેવની મૂર્તી પધરાવી સેવા પૂજા કરી હતી ત્‍યારે આવી અપરંપાર લીલાઓ લોયાધામના આંગણે થઇ હતી.

 ત્‍યારે, આવી અતી પવીત્ર પાવનકારી ભૂમીના આંગણે સંપ્રદાયના વિરાટ સંત થઇ ચૂકયા એવા મૂકતાનંદ સ્‍વામીના જન્‍મને ૨૬૭ વર્ષ થતા તેમજ અમારા ગુરુદેવ પૂ. ધનશ્‍યોમપ્રકાશદાસજી સ્‍વામીની દિક્ષાને ૫૦ વર્ષ અને એમના ગુરૂ પૂ. નંદકિશોરદાસજીના ૧૦૦મો પ્રાગટય દિન છે ત્‍યારે તા. ૨૧/૧૨/૨૦૨૫ થી ૩૧/૧૨/૨૦૨૫ સુધી શ્રી મુક્‍તિમાંની મહોત્‍સવ એવં સદગુરૂ શતાબ્‍દી મહોત્‍સવનું), ૧૫૦ વિઘા કરતા વધારે  જગ્‍યા પર આયોજન કરાયું છે જેમા ૧૨ થી વધુ વિશાળ ડોમમા સભામંડપ અને ભોજનાલયની વ્‍યવસ્‍થા કરાતા રોજ એકટાઇમે ૧૦ હજાર હરીભક્‍તો મહાપ્રસાદ લેશે. જેમા ૧૦૦૦ જેટલા એન.આર.આઇ. હરીભક્‍તો અમેરીકા, ઓસ્‍ટ્રેલિયા, આફ્રિકા, કેનેડા, લંડન, ન્‍યુઝીલેન્‍ડ જેવા દેશોથી આવતા ૨૦૦ વિ.આઇ.પી. ટેન્‍ટ તેમજ ૩૫૦ મોટાં ટેન્‍ટ અને ૫૦ નાના ટેન્‍ટ કુલ મળી ૩૦૦૦ લોકોની રહેવાની આધુનિક સુવિધાથી સજ્જ વ્‍યવસ્‍થા પણ કરવામાં આવી છે.

આ પ્રસંગે નૂતન મુખ્‍ય પ્રવેશદ્વાર તેમજ અભિષેક મંડપનુ ઉદ્ધાટન થશે. તેમજ ગત તા. ૭/૧૨/૨૦૨૫ થી મનોરંજનથી ભરપૂર નયનરમ્‍ય સાંસ્‍કળતિક પ્રદર્શન પણ ખુલ્લું.મુકાયું છે જેનો લાભ આસપાસના ૧૦ થી ૧૫ હજાર લોકો લઈ ચુકયા છે તેમજ ચાલુ મહોત્‍સવ દરરોજ ૭ થી ૮ હજાર લોકો લેશે ત્‍યારે ૧૧ ૨ ૧૧ દિવસ દરમિયાન લોયાધામ લીલા પર કથા-વાર્તા-કીર્તન થશે.

સાથે શોભાયાત્રામા હાથીની અંબાડીએ પોથીજી બિરાજશે અને બેન્‍ડની સુરાવલી સાથે વાતાવરણ મંત્રમુગ્‍ધ બનશે ત્‍યારે અશ્વરથમા સંતો મહંતો અને બહોળી સંખ્‍યામાં હરીભક્‍તો જોડાશે.

 તદઉપરાંત ૧૦૮ કુંડી યજ્ઞ રાસોત્‍સવ, હસાયરો, મહિલા મંચ, બાલ મંચ, વળક્ષારોપણ અને બલ્‍ડ ડોનેશન તેમજ સર્વરોગ નિદાન કેમ્‍પ જેવી સેવાકીય પ્રવળત્તિઓ પણ થશે.

વિશેષ આકર્ષણમા ૧૨૦૦ વ્‍યક્‍તિઓની વસ્‍તી ધરાવતા ગામમા સૌ પ્રથમ વખત ૪૫૦ થી વધુ ડ્રોન દ્રારા આકાશમાં મલ્‍ટી મિડીયા શો નુ આયોજન કરાયુ જે ન ભૂતો ન ભવિષ્‍યતી હશે.

મંદિરની વિશેષતાઓ વિશે વાત કરીએ તો પ્રસાદીભૂત જગ્‍યા કે જ્‍યાં સ્‍વયં શ્રીહરીએ ચંદ્રગ્રહણની સભા કરી હતી તે  ઉંચામંડાણની વોડી સફેદ માર્બલમાઅદભૂત કલાત્‍મક કોતરણીથી તૈયાર કરેલ નકશીકામથી ૩૦૦ ફૂટ × ૩૦૦ ફૂટ મોટુ સંપ્રદાયને ગૌરવ અપાવતુ મંદિરનુ નિર્માણકાર્ય શરૂ છે જેમા આશરે ૪૦ હજાર ધનફૂટે સફેદ માર્બલનો ઉપયોગ થશે જેના નીચેલા માળે શ્રીહરીની પ્રસાદીક વસ્‍તુઓનો શોકેસ, મહાપૂજા તેમજ અભિષેક મંડપના દર્શન થરો જે તૈયાર પણ થઈ ચુકયુ છે તેમજ મુખ્‍ય પ્રવેશદ્વાર મકરાણી મક માર્બલ થી સુશોભિત છે જેમા આશરે ૨૫ હજાર ઘનફૂટ માર્બલનો ઉપયોગ કરાયાનું જણાવાયું છે.

 

(3:25 PM IST)