તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 19th December 2025
દિકરાના લગ્નના વીસ દિ' પહેલા ચાલુ રિક્ષાએ પિતા સાલમબીન કથીરીનું હૃદય બેસી જતાં મોત
ગાંધીગ્રામ ગાંધીનગરના ૪૮ વર્ષના આધેડ ત્રણ બહેનના એક જ ભાઇ હતાં: એક તરફ લગ્નની તૈયારીની ખુશી હતી ત્યાં જ મોભીના મોતથી પરિવારમાં માતમ

રાજકોટ તા. ૧૯: ગાંધીગ્રામ ગાંધીનગર-૭માં રહેતાં સાલમબીન સુલેમાનભાઇ કથીરી (ઉ.વ.૪૮) સવારે રિક્ષા લઇને જતાં હતાં ત્યારે ગાંધીગ્રામ વિતરાગ સોસાયટી જૈન દેરાસર પાસે પહોંચતા ચાલુ રિક્ષાએ હૃદય બેસી જતાં કાબુ ગુમાવતાં રિક્ષા ટેલીફોનના થાંભલામાં અથડાઇ ગઇહતી. બેભાન હાલતમાં તેમને સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતાં. પરંતુ અહિ મૃતદેહ જ પહોંચ્યાનું તબિબે જાહેર કરતાં પરિવારમાં માતમ છવાઇ ગયો હતો.
જાણવા મળ્યા મુજબ સાલમબીન સવારે સાડા દસેક વાગ્યે રિક્ષા લઇને ભાડા કરવા માટે નીકળ્યા હતાં. આ વખતે ચાલુ રિક્ષાએ હૃદય રોગનો હુમલો આવતાં તેણે કાબુ ગુમાવતાં રિક્ષા થાંભલામાં ભટકાઇ ગઇ હતી. બનાવને પગલે લોકો ભેગા થઇ ગયા હતાં. કોઇએ ૧૦૮ બોલાવતાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતાં. પરંતુ અહિ મોત થયું હતું.
તેઓ ત્રણ ભાઇ અને એક બહેનમાં મોટા હતાં. સંતાનમાં એક દિકરો ફરદીન છે, જેની વીસ દિવસ પછી શાદી છે. પરિવારજનો શાદીની તૈયારીની ખુશીમાં હતાં ત્યાં જ ઘરના મોભીનું મૃત્યુ થઇ ગયું હતું. હોસ્પિટલ ચોકીના સ્ટાફે જાણ કરતાં ગાંધીગ્રામ પોલીસે કાર્યવાહી કરી હતી.
(3:58 PM IST)










