News of Friday, 19th December 2025
પોલીસ હેડક્વાર્ટરમાં ફરજ બજાવતાં હેડકોન્સ. જયપાલસિંહ ઝાલાનું કમળો થયા બાદ મૃત્યુ
સવારે ઘરે બેભાન થઇ ગયા બાદ હોસ્પિટલમાં દમ તોડયોઃ પરિવારજનો, સાથી કર્મચારીઓમાં ગમગીનીઃ મુળ રાજકોટના રતનપરના વતની

રાજકોટ તા. ૧૯: શહેરના પોલીસ હેડક્વાર્ટર પોલીસ લાઇનમાં રહેતાં અને હાલ હેડકવાર્ટરમાં ફરજ બજાવતાં હેડકોન્સ. જયપાલસિંહ મંગળસિંહ ઝાલા (ઉ.વ.૫૪) સવારે ઘરે બેભાન થઇ જતાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતાં. પરંતુ અહિ તબિબે નિષ્પ્રાણ જાહેર કરતાં પરિવારજનો, પોલીસ કર્મચારીઓમાં શોક છવાઇ ગયો હતો.
મૃત્યુ પામનાર જયપાલસિંહ જાડેજા અગાઉ એસઆરપી ડોગ સ્ક્વોડમાં હતાં અને હાલ શહેર પોલીસ હેડક્વાર્ટરમાં ફરજ બજાવતાં હતાં. તે ત્રણ બહેનના એકના એક ભાઇ હતાં. સંતાનમાં એક દિકરો અને એક દિકરી છે. આઠેક દિવસથી કમળાની બિમારી લાગુ પડી હોઇ તેની સારવાર ચાલુ હતી. મુળ મોરબી રોડ પરના રતનપર ગામના વતની હતાં.
બનાવની જાણ હોસ્પિટલ ચોકીના સ્ટાફે કરતાં પ્ર.નગર પોલીસ દ્વારા જરૂરી કાર્યવાહી કરવામાં આવી હતી. બનાવથી સાથી કર્મચારીઓમાં પણ શોક વ્યાપી ગયો હતો
(3:59 PM IST)










