હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
News of Friday, 19th December 2025
લારી ફેરિયાઓના વિરોધ માં આવતા મંગળવારે લાખાજીરાજ રોડના વેપારીઓ ફરીથી બંધ પાળશે
શહેરની સૌથી જૂની મેઈન બજાર-શેરી અને વિસ્તારમાં રોડ પર બેસતા પાથરણા વાળા-રેંકડી તેમજ રીક્ષાઓનું દબાણ દૂર કરવા માંગણી : નો ફેરિયા ઝોન જાહેર કરવા રજુઆત કરશે, મ્યુનિ, કમિશનરને આવેદન આપશે

રાજકોટ :શહેરની મુખ્યબજાર સર લાખાજીરાજ ઉપર ગેરકાયદે .રસ્તો રોકીને રોડ ઉપર બેસી વેપાર કરતા અને દુકાનદારો તેમજ શોરૂમ ધારકોને અવરોધ પેદા કરતા પાથરણા વાળા,લારી ગલ્લા વાળા.પાણીપુરીવાળા તેમજ રવિવારે આજ બજાર વિસ્તારમાં ભરાતી ગુજરીબજારના વિરોધમાં લાખાજીરાજ રોડના તમામ વેપારીઓ તા,23ને મંગળવારે બપોરના એક વાગ્યા સુધી પોતાના વેપાર ધંધા શોરૂમ દુકાન બંધ રાખીને સાંગળવા ચોક ખાતે મોટી સંખ્યામાં ધરણા યપર બેસી પાથરણા વાળા એની લારી ગાળાનું દબાણ દૂર કરવા તેમજ આ વિસ્તારને નો ફેરિયા ઝોન જાહેર કરવા કાયમ પોલીસ બંદોબસ્ત આપવની માંગણી અંગેનું તમામ વેપારીઓની સહી તેમજ ફોન નંબર સાથેનું આવેદન પત્ર રાજકોટ મ્યુનિ,કમિશનરને આપવામાં આવશે તેમ શ્રી લાખાજીરાજ રોડ મર્ચન્ટ એસો,ની યાદીમાં જણાવાયું છે
(8:01 PM IST)










