News of Friday, 19th December 2025
રાજકોટ બાર એસોસિયેશનની ચૂંટણીમાં પાંચ રાઉન્ડ પુરા :1000 મતોની ગણતરીમાં આર.બી.એ.પેનલના પ્રમુખના ઉમેદવાર સુમિત વોરા 543 મત સાથે આગળ :સમરસ પેનલના સુરેશ ફળદુને 368 મત મળ્યા
ઉપપ્રમુખના હોદા પર સમરસ પેનલના સિધ્ધરાજસિંહ જાડેજા આગળ 490 મત : આરબીએ પેનલના બિમલ જાણીને 490 મત : સેકટરીની જગ્યામાં સમરસ પેનલના મેહુલ મહેતાને 419. આરબીએ પેનલના નિલેશ પટેલને 411 મત : બંને વચ્ચે રસાકસી

રાજકોટ બાર એસોસિયેશનની ચૂંટણીમાં પાંચ રાઉન્ડ પુરા થયા છે, અત્યાર સુધીમાં 1000 મતોની ગણતરીમાં આર.બી.એ.પેનલના પ્રમુખના ઉમેદવાર સુમિત વોરા 543 મત સાથે આગળ છે જયારે સમરસ પેનલના સુરેશ ફળદુને 368 મત મળ્યા છે
ઉપપ્રમુખના હોદા પર સમરસ પેનલના સિધ્ધરાજસિંહ જાડેજા આગળ 490 મત સાથે આગળ છે જયારે આરબીએ પેનલના બિમલ જાનીને 490 મત મળ્યા છે, બીજીતરફ સેકટરીની જગ્યામાં સમરસ પેનલના મેહુલ મહેતાને 419 મત સાથે આગળ છે જયારે રબીએ પેનલના નિલેશ પટેલને 411 મત મળ્યા છે બંને વચ્ચે રસાકસી જામી છે
જોઈન્ટ સેક્રેટરીની જગ્યામાં સમરસ પેનલના સંદીપ વેકરિયા 446 મત સાથે આગળ છે જયારે આરબીએ પેનલના જયેન્દ્ર ગોંડલીયાને 430 મત મળ્યા છે બંને વચ્ચે ભારે રસાકસી જામી છે દરમિયાન ટ્રેઝરરની જગ્યામાં આરબીએ પેનલના પ્રગતિબેન માકડીયા 502 મત સાથે આગળ છે જયારે સમરસ પેનલના રેખાબેનને 417 મત મળ્યા છે
(9:30 PM IST)










