તા. ૧ નવેમ્બરે ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૨ કારતક સુદ – ૧૦ શનિવાર
News of Saturday, 20th December 2025
દૂકાનમાં આગઃ ઉપર આવેલી સ્કૂલના ૫૦ છાત્રોનો બચાવ
૧૫૦ રીંગ રોડ પર સોમનાથ સોસાયટીમાં ઘટનાથી અફડાતફડીઃ સદ્દનસિબે આગ કાબૂમાં કરીયાણાની દૂકાનમાં આગ ભભુકીઃ ફાયર બ્રિગેડના જવાનોએ આગ કાબુમાં લઇ લેતાં રાહત

રાજકોટ તા. ર૦ :.. શહેરના ૧પ૦ ફુટ રીંગ રોડ ઉપર ટેલીફોન એકસચેંજની સામે સોમનાથ સોસાયટી-૩ માં આવેલ કરીયાણાની દુકાનમાં આગ લાગી હોવાનું જાણવા મળે છે. આ ઘટનાની જાણ થતાં જ આસપાસના લોકો એકત્ર થઇ ગયા હતા અને પાણીનો મારો ચલાવી આગને કાબૂમાં લેવાના પ્રયત્નો કરી રહ્યા છે. આ દુકાનની ઉપર સ્કુલ આવેલી છે. બાળકોને તુરંત નીચે ઉતારી દેવામાં આવ્યા હતાં. આ લખાય છે. ત્યારે રાજકોટ મહાપાલીકાની ફાયરબ્રિગેડની ટીમ દોડી ગઇ હતી. અને આગને કાબૂમાં લઇ લેવામાં આવી હતી
(11:49 AM IST)










