તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 20th December 2025
રાજકોટ ડી.ડી.ઓ.અચાનક પડધરી પંચાયતની મુલાકાતે

રાજકોટઃ જિલ્લા વિકાસ અધિકારી શ્રી અનંદુ સુરેશ ગોવિંદ દ્વારા આજરોજ પડધરી ખાતે ગ્રાઉન્ડ લેવલે થતી કામગીરીની સમીક્ષા બાબતે આકસ્મિક મુલાકાત કરવામાં આવેલ હતી. જેમાં ગ્રામ પંચાયતની મુલાકાત કરી ગામના પ્રશ્નો અંગે લોક સંવાદ કરવામાં આવ્યો તથા જરૂરી સુચનાઓ આપવામાં આવી હતી. પડધરી ગ્રામ પંચાયત સામે આવેલી લાઇબ્રેરીની મુલાકાત કરી લાઇબ્રેરીમાં સ્થાનિક તથા આજુબાજુનાં ગામડાઓનાં વિદ્યાર્થીઓને સ્પર્ધાત્ક પરીક્ષાઓની તૈયારી કરવામાં મદદરૂપ બની શકે તેવી અઘ્યતન સુવિધાઓ ઉભી કરી અપગ્રેડ કરવા સૂચન આપ્યું. પડધરી ગ્રામ પંચાયત સામે આવેલ જાહેર RO પ્લાન્ટની મુલાકાત કરવામાં આવી. નવીન બની રહેલ પડધરી કન્યાશાળાની મુલાકાત લેવામાં આવી. તથા બાકી કામગરી સત્વરે પુર્ણ કરવા તાકીદ કરવામાં આવી હતી. સ્વચ્છતા , આરોગ્ય સેવા, જળસેવા વગેરેની કામગીરી નિહાળી હતી.
(1:12 PM IST)










