તા. ૧૧ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૨ બુધવાર
News of Saturday, 20th December 2025
મોટા રામપરમાં રવિવારે ઓશો શિબિર
પડધરી પાસે આયોજન : શિબિરનું સંચાલન સ્વામી ધ્યાન અશોક કરશે

રાજકોટ, તા., ૧૯: તા.૨૧-૧૨ ને રવીવારના ઓશો ધ્યાન સાધના સત્સંગ શિબિરનું આયોજન મોટા રામપર પડધરી પાસે રાજકોટ જામનગર રોડ ટચ હનુમાન મંદિર આશ્રમ મોટા રામપર મુકામે રાખેલ છે. આ શિબિરનું આયોજન રામપર સત્સંગ ગ્રુપ દ્વારા કરેલ છે. આ શિબિરનું સંચાલન સ્વામી ધ્યાન અશોક (ડો. રમેશભાઈ દેવાણી) કરશે
આજના ભાગ ભાગ જિંદગી ને ચિંતા ઉપાધીથી ભરેલ જીવનને પ્રફુલ્લિત આનંદિત રાખવા ધ્યાન સત્સંગ સિવાય કોઈ માર્ગ નથી. આજનું સાયન્સ ખુબજ વિકાસ કરી રહ્યું છે ને લોકોની સુખાકારી સુખ સુવિધા માટે પણ ખુબજ ઉપયોગી છે. પરંતુ મન ને શાંત ને આનંદિત રાખવા સત્સંગ તેમજ ધ્યાન જ કામ લાગે છે.
આ શિબિરની સફળ બનાવવા માટે રામપરના અગ્રણીને સેવાભાઈ લાલાભાઈ તથા ધનજીભાઈ તેમજ ગામના અન્ય આગેવાનો મહેનત કરી રહ્યા છે. રામપર ગામમાં આવેલ આ આશ્રમ એટલે પ્રકળતિથી ભરપૂર શાંત નિર્મલ પવિત્ર સ્થાને શિબિર સવારે ૮ વાગ્યાથી સાંજ સુધીની રહશે.
રાત્રીના અનુકૂળતાએ ભજન સંતવાણી યોજાશે.
આ શિબિરમાં એક વિશેષ કાર્યક્રમ સંગીતને સાધનાનું સમન્વય બપોરે ૨ વાગ્યે રાખલે હોય જેની પ્રસ્તળતિ જેતપુરના સ્વામી અંતર પરિતોષ અને એમની સંગીત ટીમ દ્વારા રહેશે. શિબિરમાં સંન્યાસ નિશુલ્ક છે. બહારગામના સાધકો માટે રહેવા જમવાની વ્યવસ્થા રાખેલ છે.
શિબિરમાં સ્વેૈચ્છિક અનુદાન આવકાર્ય રહેશે. શિબિરમાં ઓશોની દેશના મુજબ ધ્યાન અને સત્સંગ રહેશે.
વિશેષ માહિતી માટે તેમજ નામ નોંધણી માટે અગાઉ નામ નોંધાવવું જરૂરી છે ડો. રમેશભાઈ દેવાણી ૯૪૨૬૯૯૪૧૫૯ ડો. સંગીતાબેન દેવાણી ૯૯૭૪૦૩૭૭૩૭ સ્વામી જીન સ્વરૂપજી ૯૪૨૮૨૦૨૨૫૫ નો સંપર્ક થઇ શકે છે.
(1:12 PM IST)










