<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 20th December 2025

કાલે સિંધુવંશી ગ્રુપ દ્વારા સમુહલગ્નઃ ૧૧ વરઘોડીયા લગ્નગ્રંથીથી જોડાશે

સંતો-મહંતો- ગુરૂજનો નવદંપતિને આર્શિવાદ પાઠવશેઃ રકતદાન કેમ્‍પ યોજાશેઃ દિલીપભાઇ આસવાણીની આગેવાનીમાં તડામાર તૈયારી

રાજકોટ, તા. ર૦: સિંધુવંશી ગ્રુપ રાજકોટ દ્વારા ભવ્‍યાતી ભવ્‍ય સમુહ લગ્નોત્‍સવ કાલે યોજાશે.

સિંધુવંશી ગ્રુપ રાજકોટ દ્વારા આગામી તા. ર૧ ને રવીવારે સાંજે ૪ વાગ્‍યાથી ગોકુલ પાર્ટી પ્‍લોટ અટલ સરોવર સામે ન્‍યું રીંગરોડ ખાતે ભવ્‍યાતી ભવ્‍ય સમુહલગ્નોત્‍સવનું આયોજન કરવામાં આવેલ છે.

આ કાર્યક્રમમાં સિંધી સમાજના ૧૧ વરઘોડીયા અતુટ બંધનથી બંધાવા જઇ રહયા છે. આ મહોત્‍સવમાં સંતો મહંતો ગુરૂજનો પધારીને ૧૧ વરકન્‍યાને આર્શિવચન આપવા ઉપસ્‍થિત રહેશે. આર્શિવચન પ્રવચન આપી સુખી જીવન જીવવા અંગે માર્ગદર્શન આપશે. ઉપરાંત મુખ્‍ય અતીથી વિશેષ તરીકે સિંધી સમાજના પ્રતિષ્‍ઠીત સંત સાંઇશ્રી શહેરાવાલે, તેમજ ભાનુરત્‍ન ગંગારામજી ભાનુશાલી, કચ્‍છઉદય ના મોભી શ્રી અને લાડ લોહાણા સિંધી પંચાયતના પૂર્વ પ્રમુખશ્રી કાળુભાઇ સુખવાણી ઉપસ્‍થિત રહેશે. સમગ્ર ગુજરાતભરની સિંધી પંચાયતના પ્રમુખશ્રીઓ પણ ઉપસ્‍થિત રહેશે.

આ કાર્યક્રમમાં સમસ્‍ત સિંધી સમાજના દરેક મહાનુભાવો, આગેવાનશ્રીઓ, અગ્રણી ઉદ્યોગપતિશ્રીઓ તેમજ સેવાકાર્ય સાથે સંકળાયેલા અગ્રણી સેવા મંડળો ઉપસ્‍થિત રહી. આ કાર્યક્રમને દિપોત્‍સવ દિપ પ્રાગટય. કરી કાર્યક્રમની શુભ શરૂઆત કરશે. અને પોતાનો સહયોગ આપશે.

સાથે સાથે સીવીલ હોસ્‍પીટલ પ્રેરિત બ્‍લડ ડોનેશન કેમ્‍પનું પણ આયોજન કરેલ છે. નાના ભુકાઓ માટે બાળનગરી, સેલ્‍ફી પોઇન્‍ટ તેમજ લાડા (લેડીસંગીત)ના કર્ણપ્રીય સંગીતથી વાતાવરણ સુમધુર બનશે. સિંધુ સંસ્‍કૃતીને અનુરૂપ ગરીમા જાળવી નાચગાન થી અને આનંદભર્યા મહોલથી હરખ ઘેલી ઉમટશે. આ સમુહલગ્નોત્‍સવ દરમ્‍યાન અમારા અન્નપુર્ણા ભોજનશાળા દ્વારા મહાપ્રસાદનું ભવ્‍ય આયોજન કરેલ છે.

આ કાર્યક્રમને સફળ બનાવવા સિંધુ વંશી ગ્રુપ સમુહ લગ્નોત્‍સવના ફાઉન્‍ડરો એવા  દિલીપભાઇ આસવાણી, મોહનભાઇ ચોૈધરી, હિંમતભાઇ કિશનાણી, રાકેશભાઇ ચાંદ્રા, એડવોકેટ દુર્ગેશભાઇ ધનકાણી, હરીજીત સીંગ દયાણી, હિતેષભાઇ મોટવાણી, ટીંકુભાઇ નેભાણી, કમલેશભાઇ પંજાબી, પ્રકાશભાઇ લોકવાણી, હરીશભાઇ હરીયાણી વગેરે આ કાર્યક્રમને સફળ બનાવવા તન-મન-ધન-થી સેવા આપી જહેમત ઉઠાવેલ છે અને સિંધી સમાજને આ સમુહલગ્નોત્‍સવમાં પધારવા ભાવભર્યુ આમંત્રણ પાઠવે છે.

(2:15 PM IST)