<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 20th December 2025

બજરંગ ગ્રુપ દ્વારા સેવાયજ્ઞઃ આવતા વર્ષે નિઃશૂલ્‍ક પરિચય મેળો

દર રવિવારે વેવિશાળ કેન્‍દ્ર કાર્યરત, તુલસીના રોપા, પાણીના કુંડા, ચકલીના માળા વિતરણ સહિતની સેવા પ્રવૃતિઓ

તસ્‍વીરમાં અકિલાના મોભી શ્રી કિરીટભાઇ ગણાત્રા સાથે સભ્‍યો નજરે પડે છે. (તસ્‍વીરઃ અભિજીત બગથરીયા)

રાજકોટઃ રઘુવંશી સમાજના યુવક-યુવતિઓના વેવિશાળના નિરાકરણ માટે અને બજરંગ ગ્રુપ ધ્‍વારા સમાજના યુવક-યુવતિઓને સાચી રાહ મળી રહે તે હેતુસર આગામી ૨૮ ફેબ્રુઆરીને રવિવારના રોજ એક લીમીટેડ પરિચય મેળાનું આયોજન કરવા જઈ રહયું છે. જેમાં વર્ષ ૧૯૯૦ થી ૨૦૦૪ સુધીના ગ્રેજયુએટ, તેમજ હાઈકવોલીફાઈડ અને ડોકટર્સ, સી.એ., એન્‍જીીયરીંગ સુધીના સ્‍નાતક યુવક-યુવતિઓ જોડાઈ શકે છે. આ પરિચય મેળો નિઃશુલ્‍ક રહેશે ગરેડીયા કુવા રોડ ઉપર પંચમુખી હનુમાનજીની દેરી પાસે આવેલ બજરંગ ગ્રુપના કાર્યાલય ખાતે છેલ્‍લા આઠ વર્ષથી અનેકવિધ સેવાકીય પ્રવૃતિઓ ચાલી રહી છે. રાજકોટ લોહાણા મહાજનના મોભી સ્‍વ. ધનજીભાઈ કારીયાએ પ્રગટાવેલ સેવાની જયોતને આગળતા વધારતા તેમના પુત્રો કિશોરભાઈ કારીયા તથા પંકજભાઈ કારીયા સાથે લોહાણા યુવક મંડળના પુર્વ પ્રમુખ હસુભાઈ ગણાત્રા, જાતિનભાઈ ભીંડોરા, દિનેશભાઈ તન્ના, સ્‍વ. મનુભાઈ ખંઘેડીયા, ચંદ્રેશભાઈ ગણાત્રા વગેરે જોડાઈને નિઃશુલ્‍ક વેવિશાળ કેન્‍દ્રની શરૂઆત કરી   હોવાનું જણાવાયું છે. દર રવિવારે સાંજના ૪-૩૦ થી ૬-૩૦ સુધી વેવિશાળ કેન્‍દ્રમાં કાર્યરત છે. માત્ર એજયુકેટેડ જ નહી, ઓછુ ભણેલા, ખોડખાપણ ધરાવતા ઉમેદવારોના બાયોડેટા પણ ઉપલબ્‍ધ હોવાનું જણાવાયું છે. સતત આઠ વર્ષથી ચાલતા આ વેવિશાળ સેવા કેન્‍દ્રના માધ્‍યમથી અંદાજે ૭૫૦ જેટલા સંબંધો બાંધવામાં સફળતા મળી હોવાનું યાદીમાં જણાવાયું છે. હાલમાં પણ દર રવિવારે સાંજે ૪-૩૦ થી ૬-૩૦ વેવિશાળ કેન્‍દ્ર ચાલે છે. જેમાં કિશોરભાઈ કારીયા, હસમુખભાઈ ગણાત્રા, જાતિનભાઈ ભીડોરા, બટુકભાઈ રાચ્‍છ, દિપકભાઈ ઠકરાર, સંજયભાઈ ઠકરાર, ચંદ્રેશભાઈ ગણાત્રા, દિનેશભાઈ તન્ના, જયંતભાઈ બુધ્‍ધદેવ, વિનોદભાઈ બુધ્‍ધદેવ, પ્રવિણભાઈ સોમૈયા તેમજ પ્રવિણભાઈ વિઠ્ઠલાણી, મહેશભાઈ રાજા- મોરબી લોહાણા મિત્રમંડળ, તેમજ મહેશભાઈ પુજારા, પ્રમુખ ઈલેકટ્રીકલ એસોસીએશન, સાંગણવા ચોક, રાજકોટ-પરેશભાઈ સેજપાલ, જયારે બહેનોમાં મેરેજ બ્‍યુરોના  હર્ષાબેન કકકડ, મીનાબેન છાગાણી, જાગૃતિ ખીમાણી, અલ્‍કાબેન, જયોતિબેન ભટ્ટ, જુગ્નુબેન સોનપાલ, મનીષાબેન કુંડલીયા, નૈરૂતીબેન કકકડ સેવા આપી રહયા છે. બજરંગ બજરંગ ગ્રુપ કાર્યાલય ખાતે સવારે ૧૦ થી ૧૨ ચકલીના માળા, ચણ, પાણીના કુંડા, ચણ માટે રામપાતર (કીડર) વગેરે સ્‍વ. દેવેન્‍દ્રભાઈ ધનજીભાઈ કારીયાની પ્રથમ પુણ્‍યતિથિ નિમિતે શરૂઆત કરી હતી. જે આજે છેલ્‍લા પાંચ વર્ષથી અવિરત ચાલુ છે. આ અત્‍યાર સુધીમાં વીસથી પચ્‍ચીસ હજાર ચકલીના માળાનું વિતરણ કરાયું છે.

 આ સાથે સાથે વિવિધ પ્રકારના ફુલ-છોડ, તુલસીના રોપા સાથે અનેક પ્રકારના રોપાઓનું દર ચોમાસાની શરૂઆત પહેલા નિઃશુલ્‍ક વિતરણ કરવામાં આવે છે. ચકલીના માળા  દર રવિવારે સવારે ૧૦ થી ૧૨ (પંચમુખી હનુમાનજીના મંદિર પાસે, ગરેડીયા કુવા રોડ, રાજકોટ) કિશોરભાઈ કારીયાના નેતૃત્‍વમાં વિતરણમાં જયોતિબેન ભટ્ટ, વિજયભાઈ ભટ્ટ, હર્ષદસિહ તથા ભગીરથસિહ જાડેજા, રાકેશ દવે, બી.કે. જાડેજા, મારફાણી વાહિદ, મહેશભાઈ ખંધેડીયા વગેરે સેવા આપે છે.

 

(2:17 PM IST)