<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 20th December 2025

બાર.એસોની ચૂંટણીમાં સમરસ પેનલના ઉમેદવારોની જીતનો આભાર માનતું લીગલ સેલ

રાજકોટ, તા. ૨૦: રાજકોટ બાર એસોસિએશનની ચૂંટણીમાં ભાજપની લીગલ સેલના ઉમેદવારો ઉપપ્રમુખ,મહિલા અનામત સહિત ૩ હોદ્દેદારોને ચૂંટી કાઢવા બદલ રાજકોટ બાર એસોસિએશનના મતદારો નો લીગલ સેલ સમરસ પેનલ દ્વારા મતદારોનો આભાર માન્‍યો હતો.

ગત તારીખ ૧૯- ૧૨ -૨૦૨૫ ના રોજ યોજાયેલ રાજકોટ બાર એસોસિએશનની ચૂંટણીમાં લીગલ સેલ સમરસ પેનલના ઉપપ્રમુખ તેમજ મહિલા કારોબારી સભ્‍ય તેમજ અન્‍ય હોદ્દેદારો સહિત કુલ ચાર લોકોને ચૂંટણીમાં વિજેતા બનાવવા બદલ લીગલ સેલ સમરસ પેનલ દ્વારા રાજકોટ બાર એસોસિએશનના તમામ મતદારોનો ખૂબ ખૂબ હૃદય પૂર્વક આભાર માને છે પ્રમુખ સિવાય અન્‍ય આઠ હોદ્દેદારો નો ખૂબ જ નાના એટલે કે ૧૫ થી ૨૦ તેમજ ૫૦ મત આસપાસ ના માર્જિનથી પરાજય પામેલ છે જે બાબતથી અમોને પણ ઘણું જ આヘર્ય થયેલ છે.

લીગલ સેલ સમરસ પેનલ લોકશાહી માં પરાજય ને સ્‍વીકારે છે પરંતુ અમે હંમેશા માટે ચૂંટણીમાંથી કંઈક શીખીએ છીએ અમારા મોટાભાગના હોદ્દેદારો ખૂબ જ નાના માર્જીનથી પરાજય પામેલ છે તે માટે ભવિષ્‍ય માં ખૂબ જ કાળજી લઈ વધારે હોદ્દેદારો વિજેતા થાય તે માટે પ્રયત્‍નો કરીશું.

રાજકોટ બારએસોસિએશનમાં જે જે લોકો વિજેતા થયેલ છે તે તમામ વતી તેમજ અમારી લીગલ સેલ સમરસ પેનલ ને સપોર્ટ કરનાતેમજ અમારા તરફેણમાં મતદાર કરનાર રાજકોટ બારએસોસિયેશનના તમામ મતદારોનો હૃદયથી ખૂબ ખૂબ આભાર માનીએ છીએ તેમ લીગલ સેલના કમલેશ ડોડીયાએ જણાવ્‍યું હતું

(2:54 PM IST)