<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 20th December 2025

પડધરી પંથકમાં બાળમજુરી કરાવનાર કારખાનાના ઠેકેદાર સામે ગુન્‍હો નોંધાયો

રૂરલ એન્‍ટીહ્યુમન ટ્રાફીકીંગ યુનીટ દ્વારા કાર્યવાહી

રાજકોટ, તા.૨૦: પડધરી પંથકના કારખાનામાંથી રૂરલ એન્‍ટીહ્યુમન ટ્રાફીકીંગ યુનીટે બાળમજુરને પકડી કારખાનાના ઠેકેદાર સામે ગુન્‍હો નોધી કાર્યવાહી કરી હતી.

રાજકોટ ગ્રામ્‍ય પોલીસ અધિક્ષક વિજયસિંહ ગુર્જર દ્વારા બાળમજુરો શોધી કાઢવા સુચના થયેલ હોય જે અન્‍વયે AHTUના નોડલ ઓફિસર પોલીસ ઇન્‍સ.શ્રી વી.વી. ઓડેદરા ના માર્ગદર્શન હેઠળ AHTU શાખાના પોલીસ ઇન્‍સ. આર.જે. ગોધમ તથા  સ્‍ટાફ દ્વારા પડધરી પોલીસ સ્‍ટેશન વિસ્‍તારમાં આરવીક એન્‍જિનિયરિંગ તરઘડી ખાતે સગીર વયનો બાળક બાળ મજુરી કરતા શોધી કાઢેલ છે જેને પોલીસે પોતાના કબ્‍જામા લઇ રેસ્‍કયુ કરી બાળમજુરી કરતા છોડાવવામા આવેલ છે અને તેને તેના વાલીને સોંપવામા આવેલ છે તથા ફેક્‍ટરીના ઠેકેદાર શ્‍યામજેરામભાઇ વારા જાતે-પ્રજાપતિ ઉ.વ.૨૯ રે.રતનપર રાજકોટ વાળા વિરૂધ્‍ધ બાળમજુરી અધિનિયમ તથા જુવેનાઇલ જસ્‍ટીસ એક્‍ટ મુજબ કાયદેસરની કાર્યવાહી કરવામા આવેલ છે. 

આ કાર્યવાહી રૂરલ ટ્રાફીંકીંગ યુનીટના  UHC વિશાલભાઇ હુણ  PC મનિષાબેન ખીમાણીયા દ્વારા કરવામાં આવી હતી.

(3:21 PM IST)