તા. ૧૧ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૨ બુધવાર
News of Saturday, 20th December 2025
શિક્ષણ સાથે સંસ્કૃતિનો સંગમઃ ખાનગી શાળાઓને હંફાવશે મનપાની શાળાઓનો કાર્યક્રમ ‘તાલ તરંગ'
મ્યુનિ કોર્પોરેશન સંચાલિત ૬ શાળાઓનો વાર્ષિકોત્સવઃ બોર્ડના તેજસ્વી તારલાઓનું સન્માન થશે : વિદ્યાર્થીઓ વિવિધ કૃતિઓ રજુ કરશેઃ ર૪મીએ સવારે ૧૦ કલાકે પ્રમુખ સ્વામી ઓડિટોરીયમ ખાતે આયોજન

રાજકોટ તા.૨૦: મહાનગરપાલિકા દ્વારા સંચાલિત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓમાં રહેલી સાંસ્કળતિક ક્ષમતાને બહાર લાવી, ઉજાગર કરવાના હેતુથી વાર્ષિકોત્સવ ‘‘તાલ તરંગ ૨૦૨૫-૨૬'' કાર્યક્રમ તેમજ વર્ષ ૨૦૨૫ની ધોરણ ૧૦ અને ૧૨ની બોર્ડની પરીક્ષામાં પ્રથમ, દ્વિતિય અને તળતીય સ્થાન પ્રાપ્ત કરનાર વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવા ‘‘ઇનામ વિતરણ'' કાર્યક્રમનું આયોજન તા.૨૪ બુધવારના સવારે ૧૦:૦૦ કલાકે પૂ.પ્રમુખ સ્વામિ ઓડીટોરીયમ, રૈયા રોડ ખાતે કરવામાં આવેલ છે. આ કાર્યક્રમનું દિપ પ્રાગટય રાજકોટના સાંસદ પરસોતમભાઇ રૂપાલાના હસ્તે કરવામાં આવશે. આ કાર્યક્રમના અધ્યક્ષ સ્થાને મેયર શ્રીમતી નયનાબેન પેઢડીયા ઉપસ્થિત રહેશે.
‘‘તાલ તરંગ ૨૦૨૫-૨૬'' કાર્યક્રમમાં સાંસદ રામભાઈ મોકરીયા, રાજકોટ શહેર ભાજપ પ્રમુખશ્રી ડો. માધવ દવે, ધારાસભ્યશ્રી ઉદયભાઈ કાનગડ, ડો.દર્શિતાબેન શાહ, રમેશભાઈ ટીલાળા, ભાનુબેન બાબરીયા, ગુજરાત પ્રદેશ ભાજપ ઉપાધ્યક્ષ ડો.ભરતભાઈ બોઘરા, ગુજરાત પ્રદેશ ભાજપ મંત્રીશ્રી બીનાબેન આચાર્ય, ડેપ્યુટી મેયર નરેન્દ્રસિંહ જાડેજા, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેનશ્રી જયમીનભાઈ ઠાકર, મ્યુનિસિપલ કમિશનરશ્રી તુષાર સુમેરા, શાસક પક્ષ નેતા લીલુબેન જાદવ, દંડકશ્રી મનિષભાઈ રાડીયા, રાજકોટ શહેર ભાજપ મહામંત્રી અશ્વિનભાઈ મોલિયા, વિરેન્દ્રસિંહ ઝાલા, નગર પ્રાથમિક શિક્ષણ સમિતિનાં ચેરમેન વિક્રમભાઈ પુજારા, માધ્યમિક શિક્ષણ અને આનુષાંગિક શિક્ષણ સમિતી ચેરમેન રસિલાબેન સાકરીયા, રાજકોટ મહાનગરપાલિકાના કોર્પોરેટરો, રાજકોટ મહાનગરપાલિકાનાઅધિકારી-કર્મચારી, રાજકોટ મહાનગરપાલિકા દ્વારા સંચાલિત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શાળાના આચાર્ય, શિક્ષકો, વિદ્યાર્થીઓ તથા વાલીઓ ઉપસ્થિત રહેશે.
મહાનગરપાલિકા દ્વારા કુલ જુદા જુદા વોર્ડમાં છ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓનું સંચાલન કરવામાં આવે છે. તેમાં બે ઉચ્ચતર માધ્યમિક શાળા ધોરણ -૯ થી ૧૨ સુધીનો અભ્યાસ ચાલે છે, બાકી ચાર માધ્યમિક શાળાઓમાં ધોરણ-૯ અને ૧૦નો અભ્યાસ ચાલે છે. તેમાં ૧૧૦૦ થી વધુ વિદ્યાર્થી સંખ્યા છે.
દરેક શાળામાં અભ્યાસમાં અતિ નબળા તેમજ આર્થિક તેમજ સામાજિક રીતે અતિ નબળા દીકરા-દીકરીઓને અભ્યાસ માટે આ શાળાઓ આશીર્વાદરૂપ બની છે. અતિ નબળા દીકરા-દીકરી હોવા છતાં બોર્ડની પરીક્ષામાં કેટલીક શાળાઓનો દેખાવ નોંધપાત્ર છે. ૩૦% થી ૧૦૦% સુધી પરીણામ શાળાઓ લાવે છે
(3:29 PM IST)










