તા. ૨ સપ્ટેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ શ્રાવણ વદ – ૬ બુધવાર
News of Saturday, 20th December 2025
ભાજપ લીગલ સેલ સમરસ પેનલના વિજેતા ઉમેદવારો

રાજકોટ : બાર એસો.ની રસાકસીભરી ચુંટણીમાં કુલ ૧૬ માંથી ૧૩ આર.બી.એ. પેનલના ઉમેદવારો વિજેતા થયા હતા તો ભાજપ લીગલ સેલની સમરસ પેનલમાંથી ઉપપ્રમુખપદની જગ્યામાં સિધ્ધરાજસિંહ જાડેજા વિજેતા થયા હતા. કારોબારીમાં દિપ વ્યાસ તેમજ કારોબારી મહિલા અનામતમાંથી હિરલબેન જોષી વિજેતા થયા હતા. ઉપપ્રમુખના વિજેતા સિધ્ધરાજસિંહ જાડેજા માટે કહેવાય છે કે તેઓ પેનલના ટેકા કરતા પોતાના વ્યકિતગત દમ ઉપર ચુંટણી જીત્યા છે. તેઓએ જયારે પણ ચુંટણીમાં ઉમેદવારી કરી છે ત્યારે તેઓના મતો સરસાઇ હંમેશા જળવાઇ રહી છે.
(3:51 PM IST)










