<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 20th December 2025

રાજકોટમાં સીટી બસ ચાલકની બેદરકારીનો વધુ એક કિસ્સો :ડ્રાઈવર બસ ચાલુ રાખી ચા ની ચુસ્કી મારી રહ્યો હતો ત્યારે બસ ચાલી નીકળી : જુઓ વિડીયો

બજરંગ વાડી મેઈન રોડ ઉપર ડ્રાઈવર વગર ચાલતી થયેલ બસ નં -48એ મહિલાને અડફેટે લેતા પગમાં ગંભીર ઇજા

રાજકોટમાં સીટી બસ ચાલકની બેદરકારીનો વધુ એક કિસ્સો બહાર આવ્યો છે. આજે રાત્રે શહેરના બજરંગવાડી વિસ્તારમાં એક સીટી બસના ડ્રાઈવર બસ ચાલુ રાખી ચા ની ચુસ્કી મારી રહ્યો હતો ત્યારે બસ ચાલી નીકળી હતી !!

 આજે રાત્રે શહેરના બજરંગ વાડી મેઈન રોડ ઉપર ડ્રાઈવર વગર ચાલતી થયેલ બસ નં -48એ મહિલાને અડફેટે લેતા પગમાં ગંભીર ઇજા પહોંચી છે, ઘટનાની જાણ થતા સ્થાનિકો એકત્ર થઇ ગયા હતા, ઈજાગ્રસ્ત મહિલાને 108 મારફત સારવાર માટે ખસેડાયા હતા, સીટી બસના ડ્રાઈવરની બેદરકારીને પગલે સ્થાનિકો લોકોમાં ભારે આક્રોશ ફેલાયો હતો   

 


 

(9:24 PM IST)