News of Monday, 22nd December 2025
કૈલાશ માનસરોવર યાત્રા સાથે પૂ. જીગ્નેશદાદા અને પૂ. ચિન્મયાનંદ બાપુની કથાનું દિવ્ય આયોજનઃ રવિ મોદી

‘‘ઇન પીલગ્રીમેજ'' ટુર્સ એન્ડ ટ્રાવેલ્સ કંપની દ્વારા આગામી તા.૨૭ મે ૨૦૨૬ થી ૧૦ જુન ૨૦૨૬ સુધી પૂ. જીગ્નેશદાદા (રાધે રાધે) ની ‘‘શિવ શ્યામ મિલન'' કૈલાશ માનસરોવર યાત્રા સાથે ભાગવત કથા તથા તા.૨૩ જુન ૨૦૨૬ થી ૧૦ જુલાઇ ૨૦૨૬ સુધી પૂ. સંત ચિન્મયાનંદ બાપુની શ્રી રામ ચરિત માનસ કથાનું રવિભાઇ મોદી, પદ્મિનીબેન અને સમગ્ર ટીમ દ્વારા કૈલાશ માનસરોવર યાત્રા સાથે અલૌકિક આયોજન કરાયું છે. રવિભાઇએ કૈલાશ માનસરોવરની ૧૫ યાત્રા અને ૧૫ પરિક્રમા જ્યારે તેમના બહેન પદ્મિનીબેને ૪૧ યાત્રા અને ૪૧ પરિક્રમા સફળતા પૂર્વક નિર્વિઘ્ને કરી છે. ૯ વર્ષના બાળકથી લઇ ૮૦ વર્ષ સુધીના વ્યકિતને રવિભાઇએ યાત્રા કરાવી છે.
શિવ કૈલાસો કે વાસી, ધૌલી ધારો કે રાજા, શંકર સંકટ હરના...
કહેવાય છે કે દેવોના દેવ મહાદેવ જ્યાં બીરાજે છે તે કૈલાશના દર્શન કરવાથી જીવન ધન્ય થઇ જાય છે. માનવ જીવનમાં દરેક સનાતની ઇચ્છા ધરાવે છે કે કૈલાશ માનસરોવર તિર્થ યાત્રાનો અનન્ય લાભ જીવનમાં એકવાર અચૂક લેવો. જોકે દરેક લોકો ભાગ્યશાળી હોતા નથી જ્યારે મુંબઇના કાંદિવલીના રહેવાસી રવિભાઇ મોદીને જાણે શિવ પ્રસન્ન થયા હોય તેમ તેઓએ ૧ કે ૨ વાર નહિ ૧૫ વખત કૈલાશ યાત્રા અને ૧૫ પરિક્રમા કરી છે અને તેમનો આ ક્રમ હજુ ચાલુ જ છે. એટલુંજ નહીં તેઓ તેમની ઇન પીલગ્રીમેજ ટુર્સ એન્ડ ટ્રાવેલ્સ કંપની દ્વારા અન્ય શ્રધ્ધાળુઓને પણ છેલ્લા ૧૩ વર્ષથી કૈલાશ માનસરોવર યાત્રા અને પરિક્રમા કરાવે છે. રવિભાઇ મોદીના બહેન પદ્મિનીબેન પણ ઇન પીલગ્રીમેજ ટુર્સ એન્ડ ટ્રાવેલ્સમાં સાથે છે અને તેમણે કૈલાશ માનસરોવરની ૪૧ યાત્રા અને ૪૧ પરિક્રમા કરી છે. આ બંને ભાઇ બહેને મળીને કૈલાશ માનસરોવરની કુલ ૫૬ યાત્રા અને પરિક્રમા પૂર્ણ કર્યા છે. અકિલા ખાતેની એક મુલાકાતમાં રવિભાઇ મોદીએ જણાવ્યું હતું કે, આગામી તા.૨૭ મે ૨૦૨૬ થી લઇ ૧૦ જુન ૨૦૨૬ સુધી રવિ મોદી - ઇન પીલગ્રીમેજ દ્વારા ભાગવત કથાકાર પૂજ્ય શ્રી જીગ્નેશદાદા (રાધે રાધે) ની શિવ શ્યામ મિલન કૈલાશ માનસરોવર યાત્રા સાથે ભાગવત કથાનું દિવ્યતમ આયોજન કરાયું છે. એજ રીતે તા.૨૩ જુન ૨૦૨૬ થી લઇ ૧૦ જુલાઇ ૨૦૨૬ સુધી પૂજ્ય સંત શ્રી ચિન્મયાનંદ બાપુની શ્રી રામ ચરિત માનસ કથાનું કૈલાશ માનસરોવર યાત્રા સાથે અલૌકિક આયોજન કરાયું છે. જેનો અનન્ય લાભ અનેક લોકો લઇ શકે તેવું ભવ્ય આયોજન થયું છે.
મોદીએ જણાવ્યું હતું કે, ઇન પીલગ્રીમેજ (અ વેન્ચર બાય ઇનાયા જર્નીઝ અને નિસર્ગ) દ્વારા કૈલાશ માનસરોવર ખાતે આયોજીત પૂજ્ય શ્રી જીગ્નેશદાદાની શ્રીમદ્દ ભાગવત કથા ૧૪ રાત અને ૧૫ દિવસની રહેશે. જેના મુખ્ય યજમાન શ્રી બાદલભાઇ રાજાણી અને શ્રી નલીનભાઇ સોઢા રહેશે. આ આયોજનમાં ભાર્ગવભાઇ ઠાકરનો સહકાર રહ્યો છે. મુખ્ય બાબત એ છે કે આ ભાગવત કથા કૈલાશ યાત્રા સાથે થશે. એટલે કે કથાની સાથે યાત્રાનો એકથી વધારે પૂણ્યનો લાભ મળશે. ૨૭ મે ૨૦૨૬ થી લઇ ૧૦ જુન ૨૦૨૬ સુધી આયોજીત આ ભાગવત કથાનું નામ શિવ શ્યામ મિલન કથા પૂ. જીગ્નેશદાદા એ આપ્યું છે.
એજ રીતે જુન મહિનામાં ‘‘ઇન પીલગ્રીમેજ'' દ્વારા પ.પૂ. સંત શ્રી ચિન્મયાનંદ બાપુની રામચરિત માનસ કથા કૈલાસ માનસરોવર યાત્રા સાથેનું સાત દિવસનું આયોજન કરાયું છે. તા.૨૩ જુન ૨૦૨૬ થી લઇ ૧૦ જુલાઇ ૨૦૨૬ સુધી આયોજીત આ કથાનું ૧૭ રાત ૧૮ દિવસનું આયોજન કરાયું છે. ઉલ્લેખનીય છે કે આ બંને કથા મહાદેવના કૈલાશ પર્વતની દક્ષીણાભિમુખ યોજાશે. જેથી કથાની સાથે સતત કૈલાશ પર્વતના પણ દર્શન થતા રહેશે. દરરોજ કથા અલગ અલગ જગ્યાએ થશે એટલેકે કૈલાશ માનસરોવર યાત્રા સાથે કથા થશે. કથાનો અંતિમ દિવસ કૈલાશ ખાતે રહેશે. આ બંને કથાને સાકાર કરવા ‘‘ઇન પીલગ્રીમેજ''ના રવિભાઇ મોદી, પદ્મિનીબેન અને સમગ્ર ટીમ દ્વારા કથાને સફળ બનાવવાનું બેનમુન આયોજન કરાયું છે.
ઇન પીલગ્રીમેજ દ્વારા આયોજીત આ બંને કથામાં અમદાવાદ થી અમદાવાદ સુધી રહેવાનું, બંને સમયે જમવાનું, ચા- પાણી નાસ્તો, કૈલાશ પરિક્રમા, સ્નાન, પૂજા પાઠ બધુંજ સમાવેશ કરાયો છે. વધુમાં ઇન પીલગ્રીમેજ દ્વારા કૈલાશ માનસરોવરની યાત્રાનું આયોજન કરાય ત્યારે ઠંડીમાં પહેરવાનું જેકેટ, ગરમ ટોપી, રેઇનકોટ (પમચો), કપડા ભરવાની મોટી ડફલ બેગ, નાના-મોટા સામાન ભરવા માટે સોલ્ડર બેગ, પાસપોર્ટ, દવા, સ્લીંગ બેગ, ગરમ-ઠંડા પાણી ભરવા થર્મોસ અને જરૂરિયાતની વસ્તુઓ ભેટ તરીકે યાત્રીઓને અપાય છે. એટલુંજ નહીં જરૂર જણાય ફિટનેશ ટ્રેનિગ પણ અપાય છે. તેમ જણાવાયું છે.
કૈલાશ માનસરોવર યાત્રા અને પરિક્રમાનો વિચાર કઇ રીતે આવ્યો? રવિભાઇ મોદી કહે છે, મારા પિતા દિલીપભાઇ મૂળ જામખંભાળિયાના વતની અને માતા ભાનુબેન ધનફુલિયા ગામના વતની. હું ટુર્સ એન્ડ ટ્રાવેલ્સની કંપનીમાં મુંબઇ ખાતે નોકરી કરતો હતો જેમાં દેશ-વિદેશ ફરવાનું રહેતું. તેમાં મને એક ગ્રૂપ સાથે વર્ષ ૨૦૧૨ માં ગાઇડ બની કૈલાશ માનસરોવર યાત્રા પર જવાની તક મળી. એ યાત્રા કર્યા બાદ મહાદેવનો જાણે આદેશ મળ્યો હોય તેમ બીજી અન્ય યાત્રાઓ પર જવાનું છોડી માત્ર કૈલાશ માનસરોવર યાત્રાજ કરવી તેવો નિર્ણય લીધો. વર્ષ ૨૦૧૨ માંજ દિકરી ઇનાયા ના નામ પરથી ‘‘ઇન પીલગ્રીમેજ'' નામની ટુર્સ એન્ડ ટ્રાવેલ્સ કંપની શરૂ કરી. જે ભારતમાં હાલ મોખરે આવે છે. રવિભાઇએ કૈલાશ માનસરોવરની ૧૫ યાત્રા અને ૧૫ પરિક્રમા કરી છે જ્યારે તેમના બહેન પદ્મિનીબેને ૪૧ યાત્રા અને ૪૧ પરિક્રમા સફળતા પૂર્વક નિર્વિઘ્ને કરી છે. બંનેની મળી ૫૬ યાત્રા અને ૫૬ પરિક્રમા થઇ છે. તેઓ ૧૯૯૮ થી કૈલાસયાત્રા કરી રહ્યા છે. રવિભાઇ મોદી ઇન પીલગ્રીમેજ દ્વારા આયોજીત કૈલાશ માનસરોવર યાત્રાનો વર્લ્ડ રેકોર્ડ છે કે અત્યંત મુશ્કેલ યાત્રા હોવા છતાં આજ સુધી એકપણ યાત્રીને કોઇજ તકલીફ નથી થઇ. કારણ દરેક ટુરમાં રવિભાઇ અથવા પદ્મિનીબેન જાતેજ જાય છે અને યાત્રા તેમજ પરિક્રમા કરાવે છે.
અત્યાર સુધીમાં ૯ વર્ષના બાળકથી લઇ ૭૦ વર્ષની ઉંમરના વ્યકિત તેમજ એનઆરઆઇ ૮૦ વર્ષ સુધીના વ્યકિતને રવિભાઇએ યાત્રા કરાવી હોવાનો દાવો તેમણે કર્યો છે.
જો તમારે કૈલાશ યાત્રા અને પરિક્રમા કરવી છે તેવું સર્ચ કરો તો આ યાત્રા કોઇ કરતું નથી કારણ આ યાત્રા ખુબ કઠીન છે જેથી કોઇ જાતે આ યાત્રા કરવા ઇચ્છતા નથી. કોઇ ટુર્સ એન્ડ ટ્રાવેલ્સવાળા આ યાત્રા કરાવે છે. દર વર્ષે વધુમાં વધુ ૨૫૦૦૦ લોકોને જ આ યાત્રા કરવાની પરવાનગી મળે છે. દર વર્ષે મે મહિનાથી યાત્રા શરૂ થાય છે અને સપ્ટેમ્બરમાં છેલ્લી યાત્રા ઉપડે છે. ભારતનો પાસપોર્ટ ધરાવતા લોકો આ પાંચ મહિનામાં યાત્રા કરી શકે છે. ‘‘ઇન પીલગ્રીમેજ'' હેઠળ સૌથી પહેલી કૈલાશ માનસરોવરની યાત્રા લોકોને રવિભાઇએ કરાવી વર્ષ ૨૦૧૨ માં તેમાં ૯ યાત્રીઓ હતા અને એજ વર્ષમાં ૫૯ યાત્રીઓને આ યાત્રા કરાવી હતી. આ વર્ષે એટલે કે ૨૦૨૫ માં જે સીંગલ ગ્રૂપ લઇને તેઓ ગયા તેમાં ૧૪૦ યાત્રીઓ હતા અને આ વર્ષે ૫૦૯ શ્રધ્ધાળુને કૈલાશ માનસરોવરની યાત્રા તથા પરિક્રમા કરાવી હોવાનો દાવો તેમણે કર્યો છે.
રવિભાઇ કહે છે, કોઇ પણ યાત્રીઓએ આ યાત્રા કરવી હોય તો ભારત દેશમાંથી કાઠમંડુ એરપોર્ટ પહોંચવું પડે. અહિથી યાત્રાની શરૂઆત થાય. કાઠમંડુમાં સાઇટ સીન કરી, ભગવાન પશુપતીનાથના આશીર્વાદ લઇ યાત્રીઓ નેપાળ-તીબેટ બોર્ડર પર પહોંચે છે. અહિ ઇમીગ્રેશન ક્લિયર કરી તિબેટમાં એન્ટર થવાનું. પહેલી બે રાત કાઠમંડુમાં વિતાવી ત્રીજી રાત્રી તિબેટ બોર્ડર પર, ચોથી રાત કેરુંગ, પાંચમી રાત સાગા ગામમાં, છઠી રાત્રી ન્યુ ડોંગબા, સાતમી રાત માનસરોવર તળાવ-ત્યાંથી યાત્રી ડારચેન પહોંચી આઠમી રાત્રી વિતાવે છે જ્યારે નવમી રાત પરિક્રમા પૂર્ણ કરીને બેરાફુક ખાતે રોકાય છે. દશમી રાત્રે બીજા દિવસની પરિક્રમા પૂર્ણ કરી ઝુતુલફુક આવે ત્યારે કૈલાશ માનસરોવર યાત્રા અને પરિક્રમા પૂર્ણ થાય છે. કુલ ૪૨ કિલો મીટરની પરિક્રમા યાત્રા છે. પહેલા દિવસે ૧૨ કિ.મી., બીજા દિવસે ૨૨ કિ.મી., ત્રીજા દિવસે ૮ કિ.મી. કરાય છે. દરિયાની સપાટીથી ૧૬૦૦૦ ફુટ ઉંચાઇથી યાત્રા શરૂ થાય છે અને ૧૮૫૦૦ ફુટ સુધી પહોંચી પરત ફરવાનું રહે છે. આ આખી યાત્રા અને પરિક્રમા બાય રોડ કરતા ૧૩ રાત અને ૧૪ દિવસ થાય છે. જ્યારે હેલીકોપ્ટર યાત્રા કાઠમાંડુથી કાઠમાંડુ ૧૦ રાત અને ૧૧ દિવસ અને લખનઉં થી લખનઉં ૮ રાત અને૯ દિવસ થાય છે. ઇન પીલગ્રીમેજ તરફથી દર વર્ષે ૭ થી ૯ યાત્રા કૈલાશ માનસરોવરની કરવામાં આવે છે. આ કંપનીના પદ્મિનીબેને ૫૧ યાત્રા અને પરિક્રમાનો નિર્ધાર કર્યો છે જ્યારે રવિભાઇ કહે છે મારો સંકલ્પ છે કે જ્યાં સુધી મહાદેવ બોલાવશે ત્યાં સુધી કૈલાશ માનસરોવર યાત્રા અને પરિક્રમા અચૂક કરીશ. અકિલાની મુલાકાત વખતે રવિભાઇ મોદી સાથે જ્યોતિબેન સોઢા ઉપસ્થિત રહ્ય હતા.
કૈલાશ માનસરોવરની યાત્રા કથા વિના કરવા ઇચ્છતા યાત્રીકો રવિભાઇ મોદીનો ૭૦૨૧૨૭૫૦૩૫, ૮૩૬૯૦૯૦૪૫૬ અને ૭૭૩૮૪૪૪૦૭૬ પર સંપર્ક કરી શકે છે. તેમ જણાવાયું છે.(૩૮.૩૩)
કૈલાશ માનસરોવરની યાત્રા સાથે કથા માટે સંપર્ક...
કૈલાશ માનસરોવરની યાત્રા સાથે તા.૨૭ મે ૨૦૨૬ થી લઇ ૧૦ જુન ૨૦૨૬ સુધી ‘‘રવિ મોદી - ઇન પીલગ્રીમેજ'' દ્વારા ભાગવત કથાકાર પૂજ્ય શ્રી જીગ્નેશદાદા (રાધે રાધે) ની શિવ શ્યામ મિલન શ્રીમદ ભાગવત કથામાં જોડાવા ઇચ્છતા શ્રધ્ધાળુઓ, યાત્રીઓએ મો. ૯૯૯૮૮૮૨૬૧૨ અને મો. ૯૮૭૯૦૫૧૦૫૧ પર સંપર્ક કરવા તેમણે જણાવયું છે.
જ્યારે કૈલાશ માનસરોવરની યાત્રા સાથે તા.૨૩ જુન ૨૦૨૬ થી લઇ ૧૦ જુલાઇ ૨૦૨૬ સુધી પૂજ્ય સંત શ્રી ચિન્મયાનંદ બાપુની શ્રી રામ ચરિત માનસ કથામાં જોડાવા ઇચ્છતા શ્રધ્ધાળુઓ, યાત્રીઓએ મો. ૯૯૮૭૭૩૦૦૦૬, મો. ૯૭૬૮૦૦૭૭૧૧ પર સંપર્ક કરવા શ્રી રવિ મોદીએ જણાવ્યું છે.
તિબેટ અને નેપાળમાં રવિભાઇને લોકો ‘‘મહાદેવ કા લાડલા'' કહે છે
જાણે મહાદેવની પરમકૃપા રવિભાઇ પર વરસી હોય તેમ તેઓ દર વર્ષે યાત્રા કરે છે અને અનેક શ્રધ્ધાળુઓને યાત્રા તેમજ પરિક્રમા કરાવે પણ છે. તિબેટ અને નેપાળમાં રવિભાઇને લોકો મહાદેવ કા લાડલા તરીકે સંબોધે છે. જે કોઇ યાત્રી આ યાત્રા કરવાથી ડરતા હોય, શ્વાસ ચડતો હોય, ચક્કર આવતા હોય, ઉલટીઓ થતી હોય અને તેને શ્રધ્ધા હોય કે આ યાત્રા કરવી છે જ્યાં જીવનમાં એકજવાર આવી શકાય છે તેની યાત્રા કોઇપણ સંજોગોમાં પૂર્ણ થવીજ જોઇએ તે માટે રવિભાઇ તેને પ્રેરકબળ પુરૂ પાડે છે તેનો ઉત્સાહ વધારે છે અને યાત્રીનો હાથ પકડી તેને યાત્રાએ લઇ જાય છે એ વિશ્વાસ સાથે કે મારા મહાદેવ તેને કંઇજ નહીં થવા દે. એ તમામ તિર્થયાત્રીઓ જે આશીર્વાદ આપી ને કહે છે કે જો રવિભાઇ ન હોત તો અમે આ યાત્રા પૂર્ણ ન કરી શક્યા હોત. એવા એકપણ યાત્રી નથી જેની યાત્રા અધુરી રહી હોય કે તેને કશુ થયુ હોય.
એના પરથી લોકો રવિભાઇ વિશે કહેવા લાગ્યા એ આતો મહાદેવ ના લાડલા છે તે ધારે તેને યાત્રા એ લઇ જઇ શકે છે. ત્યારથી તિબેટ અને નેપાળમાં રવિભાઇને લોકો ‘‘મહાદેવ કા લાડલા કહીનેજ બોલાવે છે.
મહાદેવની કૃપાથી દિકરીનો જન્મ થયો અને...
જો મારે ઘરે મહાદેવની કૃપાથી દિકરી અવતરશે તો હું કઠીન કૈલાશ માનસરોવર યાત્રા એકવાર જરુર કરીશ... આ માનતા માનનાર રવિભાઇ મોદીના ઘરે મહાદેવના આશીર્વાદ રૂપ દિકરીનો જન્મ થયો. જેથી માનતા મુજબ રવિભાઇ કૈલાશ માનસરોવર ગયા અહિથી મનમાં એ શ્રધ્ધા બેઠી કે વિશ્વમાં કૈલાશથી મોટું અને પવિત્ર કંઇ જ નથી. દિકરીનું નામ રાખ્યું ઇનાયા જેનો અર્થ થાય છે ઇશ્વરની ભેટ. હવે દિકરી પર જીવનભર મહાદેવના આશીર્વાદ રહે તે માટે કાયમ આ યાત્રા કરવાનું અને કરાવવાનું શરૂ કર્યું. દિકરીના નામ પરથીજ ‘‘ઇન પીલગ્રીમ'' કંપની શરૂ કરી.
રવિભાઇ મોદી કહે છે, જ્યારે સૌથી પહેલી યાત્રા મેં શરૂ કરી ત્યારે મારું વજન ૧૪૦ કિલો હતું જ્યારે આજે મારું વજન ૧૧૩ કિલો છે. આ યાત્રામાં તમારું શરીર, વજન, ડર, ચિંતાનું કોઇ જ મૂલ્ય નથી. જો તમારા માથે મહાદેવનો હાથ છે અને જો મહાદેવનો બોલાવો આવ્યો છે તો આવી કોઇજ ચિંતા ન કરતા. હર હર મહાદેવ બોલી યાત્રા પર જાવ બાકી બધુંજ મહાદેવ પર છોડી દો. ઉલ્લેખનીય છે કે રવિભાઇને જ્યારે ૪૫૦ ડાયાબિટીસ નિકળ્યું ત્યારે તેમ છતાં આ યાત્રામાં કોઇજ પ્રકારનો પ્રોબ્લેમ આવ્યો નથી. તેમને કોલેસ્ટોરલ પણ છે જેની નિયમીત દવા પણ લે છે છતાં કૈલાશ માનસરોવર યાત્રામાં કોઇજ પ્રશ્ન ઉદભવ્યો નથી. તેઓ કહે છે, આવી કોઇ બીમારી ને કારણે આ યાત્રા પર ન જવાનું એવો પ્રશ્ન નથી. ૨૦૨૫ માં હું ત્રણ વખત યાત્રા કરીને આવ્યો છું. બસ.. શ્રધ્ધા અને હિંમત હોય તો રસ્તો મહાદેવ કરી આપે છે.
(2:37 PM IST)










