News of Monday, 22nd December 2025
રંગોલીપાર્ક યોજનામાં સોલાર વોટર હીટીંગ પેનલ નહિ લગાડતા હાઉસીંગ બોર્ડના ઇજનેરને નોટીસ
મહાપાલીકાના ટી.પી.ઓ.એ. ત્વરિત કાર્યવાહી કરવા તાકીદ કરી

રાજકોટ : તા.૨૨, રાજકોટના કાલાવડ રોડ ઉપર ગુજરાત હાઉસીંગ બોર્ડ દ્વારા બનાવવામાં આવેલ રંગોલી પાર્ક આવાસ યોજનાના કર્વાટરમાં અપૂરતી સુવિધાની અનેક ફરીયાદ કરવામાં આવી છે. તેમાં બોર્ડ દ્વારા સોલાર વોટર હિટીંગ પેનલ સિસ્ટમ ફિટ કરવાની શરતે રૂડા બીયુ (વપરાશ પ્રમાણપત્ર) ઇશ્યુ કરવામાં આવ્યા હતા આમ છતા હજુ સુધી પેનલ લગાવવામાં નહીં આવતા હાઉસીંગ બોર્ડના એકઝીક્યુટીવ એન્જિનિયરને મહાપાલિકાના TPOએ નોટિસ ફટકારી ત્વરીત કાર્યવાહી કરવા તાકીદ કરી છે અન્યથા BUC રદ કરવાની ચીમકી આપવામાં આવી છે.
રંગોલી પાર્કમાં રહેતા ભીખાભાઇ સહાયતા દ્વારા આ અંગે ફરીયાદ કરવામાં આવી હતી કે, ૨૦૧૬માં રૂડા દ્વારા બોર્ડને ફરજિયાત સોલાર વોટર હિટર પેનલ લગાડવાની બે બિલ્ડીંગની બે વર્ષ માટે વપરાશ પ્રમાણપત્ર ઇશ્યુ કરવામાં આવ્યા હતા. આમ છતા હજુ સુધી પેનલ લગાવવામાં આવી ન હોય આ અંગેની ફરિયાદ કલેકટર, મહાપાલિકા અને બોર્ડને કરવામાં આવી હતી. દરમિયાન મહાપાલિકાના ટાઉન પ્લાનીંગ ઓફિસરે હાઉસીંગ બોર્ડના ઇજનેરને નોટિસ ફટકારી તાત્કાલીક ધોરણે શરતોનું પાલન કરવા તાકીદ કરી છે અન્યથા બિલ્ડીંગ વપરાશ પ્રમાણપત્ર રદ કરવાની ફરજ પડશે તેવી તાકીદ કરી હતી.
(2:41 PM IST)










