<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 22nd December 2025

વૃક્ષોનું જતન કેમ કરશું ? : વૃમન્‍સ ફોર ટ્રી કમ્‍પેઇન કાર્યક્રમનો કાલથી શુભારંભ

મનપા દ્વારા સવારે ૯ કલાકે શરણમ હાઇટસ ખાતે કાર્યક્રમ

રાજકોટ :  આવાસ અને શહેરી બાબતો મંત્રાલય, ભારત સરકાર દ્વારા અમળત ૨.૦ અંતર્ગત "Women for Trees Campaig" લાગુ કરવામાં આવેલ છે. જેમાં, DAY-NULM હેઠળના સ્‍વ-સહાય જૂથો (SHGs) દ્વારા વળક્ષારોપણ અને તેની કાળજી લેવાની કામગીરી કરવામાં આવનાર છે. જે અન્‍વયે "Women for Trees Campaign" અંતર્ગત રજુ થયેલ પ્રોજેક્‍ટને શહેરી વિકાસ અને શહેરી ગળહ નિર્માણ વિભાગ દ્વારા મંજુર કરવામાં આવેલ છે. શહેરી વિકાસ અને શહેરી ગળહ નિર્માણ વિભાગ દ્વારા શહેરી વિકાસ વર્ષ-૨૦૨૫ૅની ઉજવણી અંતર્ગત "Women for Trees Campaign"ની કામગીરીનો રાજ્‍ય કક્ષાએ શુભારંભ કાર્યક્રમ મંત્રી, (રાજ્‍યકક્ષા), શહેરી વિકાસ અને શહેરી ગળહ નિર્માણ વિભાગના અધ્‍યક્ષ સ્‍થાને ધોળકા ખાતે યોજવામાં આવેલ છે.  વોર્ડ નં-૩, શરણમ હાઇટ્‍સ સામે, ૬૦ ફુટ રોડ, રાજકોટ ખાતે "Women for Trees Campaign" કાર્યક્રમનો શુભારંભ કરવામાં આવનાર છે. તેમ  મેયર નયનાબેન પેઢડીયા, ડેપ્‍યુટી મેયર  નરેન્‍દ્રસિંહ જાડેજા, સ્‍ટેગિં કમિટી ચેરમેન  જયમીન ઠાકર, મ્‍યુનિસિપલ કમિશનર તુષાર સુમેરા, શાસક પક્ષના નેતા  લીલુબેન જાદવ, શાસક પક્ષ દંડક મનિષભાઈ રાડીયા, શિશુ કલ્‍યાણ ખાસ ગ્રાંટ અને અગ્નિ શામક દળ સમિતિ ચેરમેન   દિલીપભાઈ લુણાગરીયા અને બાગ બગીચા અને ઝૂ સમિતિ ચેરમેન સોનલબેન સેલારા જણાવે છે.

 આ કાર્યક્રમમાં સંસદ સભ્‍યો, ધારાસભ્‍યો, રાજકોટ મહાનગરપાલિકાના પદાધિકારીઓ, સંગઠનના હોદ્દેદારો, રાજકોટ મહાનગરપાલિકાના અધિકારીઓ-કર્મચારીઓ, સ્‍વ-સહાય જૂથના બહેનો અને શહેરીજનો ઉપસ્‍થિત રહેશે. આ કાર્યક્રમમાં રાજ્‍ય કક્ષાએ શુભારંભ કાર્યક્રમ મંત્રી, (રાજ્‍યકક્ષા), શહેરી વિકાસ અને શહેરી ગળહ નિર્માણ વિભાગના અધ્‍યક્ષ સ્‍થાને ધોળકા ખાતે યોજાનાર કાર્યક્રમનું લાઈવ પ્રસારણ કરવામાં આવશે. ત્‍યારબાદ ઉપસ્‍થિત મહાનુભાવો તેમજ સ્‍વ-સહાય જૂથની બહેનો દ્વારા વળક્ષારોપણ કરવામાં આવનાર છે.

 આ કાર્યક્રમ થકી દિનદયાળ અંત્‍યોદય યોજના-રાષ્‍ટ્રીય શહેરી આજીવિકા યોજના (DAY-NULM) યોજનાનાં સામાજીક ગતિશીલતા અને સંસ્‍થાગત વિકાસ (SMID) ઘટક હેઠળ રચના થયેલ સ્‍વ-સહાય જુથ(SHG)ની બહેનોને રોજગારી મળી રહે તે તથા તેઓ આત્‍મનિર્ભર બનાવવાના હેતુસર ક્રેન્‍દ્ર સરકાર તથા ગુજરાત સરકાર દ્વારા અનેક પ્રયત્‍નો હાથ ધરવામાં આવે છે.

આ કાર્યક્રમમાં રાજકોટ મહાનગરપાલિકા દ્વારા વળક્ષોનું વાવેતર તથા જતન કરવામાં આવનાર છે. આ તમામ વળક્ષોનાં વાવેતરનું કામ સ્‍વ-સહાય જુથ (SHG) ની બહેનો દ્વારા કરવામાં આવનાર છે. સાથો સાથ પ્રધાનમંત્રીનાં ડ્રીમ પ્રોજેક્‍ટ એક પેડ માં કે નામ અન્‍વયે દરેક વળક્ષોનું નામકરણ કરવામાં આવનાર છે. આ તમામ વળક્ષોનું અમળત પોર્ટલ પર ફોટોગ્રાફ સાથે જીઓટેગિંગ પણ કરવામાં આવશે. આ પ્રોજેક્‍ટમાં વોર્ડ નં. ૦૩માં સ્‍વસહાય જૂથના બહેનો દ્વારા કામગીરી કરવામાં આવશે. આ કાર્યક્રમમાં ઉપસ્‍થિત રહેવા રાજકોટ મહાનગરપાલિકાના મેયર નયનાબેન પેઢડીયા, ડેપ્‍યુટી મેયર  નરેન્‍દ્રસિંહ જાડેજા, સ્‍ટેગિં કમિટી ચેરમેન  જયમીન ઠાકર, મ્‍યુનિસિપલ કમિશનર તુષાર સુમેરા, શાસક પક્ષના નેતા  લીલુબેન જાદવ, શાસક પક્ષ દંડક મનિષભાઈ રાડીયા, શિશુ કલ્‍યાણ ખાસ ગ્રાંટ અને અગ્નિ શામક દળ સમિતિ ચેરમેન   દિલીપભાઈ લુણાગરીયા અને બાગ બગીચા અને ઝૂ સમિતિ ચેરમેન સોનલબેન સેલારા દ્વારા અનુરોધ કરવામાં આવે છે

(3:25 PM IST)