<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 22nd December 2025

હરીદ્વારથી ખરેડી વાયા એકલીંગજી રીલે રન ૨૦૨૫-૨૬ને કાલે પ્રસ્‍થાન : નવયુવક ટ્રસ્‍ટ ખરેડી દ્વારા મહાસંકલ્‍પ

લ ૧૪૦૦ કિ.મી.ની આ ભાગીરથી રન મારફત પવિત્ર ગંગાજળ ખરડેશ્વર મહાદેવ મંદિરે લવાશે

તસ્‍વીરમાં ‘અકિલા' ખાતે વિગતો વર્ણવતા નવયુવક ચેરીટેબલ ટ્રસ્‍ટ ખરેડીના હરેશભાઇ ગોસ્‍વામી અને કલ્‍પેશભાઇ વઢવાણા નજરે પડે છે.

રાજકોટ તા. ૨૨ : હરીદ્વારથી ગંગાજળ લાવી જામનગરના ખરેડી ખાતે આવેલ શ્રી ખરડેશ્વર મહાદેવને અભિષેક કરવા નવયુવક ચેરીટેકલ ટ્રસ્‍ટ ખરેડીના યુવાનો દ્વારા ભાગીરથી રન ૨૦૨૫-૨૬નો મહાસંકલ્‍પ જાહેર કર્યો છે. ‘અકિલા' ખાતે વિગતો વર્ણવતા આ યુવાનોએ જણાવ્‍યુ હતુ કે આધ્‍યાત્‍મિક ચેતના, સ્‍વચ્‍છતા, સ્‍વાસ્‍થ્‍ય અને યુવા શક્‍તિમાં દેશપ્રેમનો સંદેશ ફેલાવવા હેતુથી હરીદ્વારથી ખરેડી વાય એકલીંગજી ‘રિલે રન ૨૦૨૫-૨૬'નું આયોજન કરાયુ છે. જે કાલે તા. ૨૩ ડીસેમ્‍બરના હરિદ્વારથી પ્રસ્‍થાન પામશે અને તા. ૩ જાન્‍યુઆરી ૨૦૨૬ના ખરેડી આવી પહોંચશે.

આ વિશિષ્‍ટ રિલે દોડ કુલ ૧૪૦૦ કિ.મી.ની હશે. હરિદ્વારથી રાજસ્‍થાનના ઐતિહાસિક એકલીંગજી મહાદેવના દર્શન કરી ગુજરાતના ખરેડી (જામનગર) સુધી નોન સ્‍ટોપ રિલે રન સ્‍વરૂપે પહોંચશે. જયાં ખરડેશ્વર મહાદેવ મંદિરે  આ પવિત્ર ગંગાજળથી અભિષેક કરી કાર્યક્રમ પૂર્ણ જાહેર કરાશે.

આ રનમાં ભાવનગર, અમદાવાદ, રાજકોટ સહીતના શહેરના યુવાનો, રમતવીરો, સામાજીક કાર્યકરો, સ્‍વયંસેવકો ઉત્‍સાહભેર જોડાયા છે. વહીવટી તંત્ર અને પોલીસ વિભાગનો પણ સહયોગ લેવાયો છે. આ રિલે રન વિષેની વધુ માહિતી માટે હરેશભાઇ ગોસ્‍વામી (મો.૮૧૪૦૪ ૦૮૩૫૧), દિપકસિંહ બહાદુરસિંહ જાડેજા (મો.૯૮૨૫૨ ૧૨૭૮૪), કલ્‍પેશભાઇ વઢવાણા (મો.૯૭૨૩૩ ૦૭૫૦૪), ગૌતમભાઇ પુરોહિત (મો.૯૬૮૭૬ ૭૫૦૨૫), કમલેશભાઇ સાવલીયા (મો.૯૮૨૫૨ ૦૦૨૬૪)નો સંપર્ક કરી શકાશે.

 

(4:15 PM IST)