<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 22nd December 2025

૧થી ૧૦ ફૂટ સુધીના ક્રિસમસ ટ્રી, કાર્ડસનો ખજાનો

ક્રિસમસ અને ન્‍યુ યરની ઉજવણી માટે સાન્‍તાકલોઝના ડ્રેસ, જીંગલ બેલ, આઇસ કેચ ટ્રી સહિતની આઇટમો જોહર કાર્ડસ અને જોહર ગેલેરીમાં ઉપલબ્‍ધ

રાજકોટ : ક્રિસમસ - ન્‍યુ યરની ઉજવણી માટે જોહર કાર્ડસ તથા જોહર ગેલેરીમાં ડેકોરેશન આઇટમોની વિશાળ રેન્‍જ ઉપલબ્‍ધ હોવાનું એક અખબારી યાદીમાં જણાવાયું છે. જેમાં ડીસ્‍કો લાઇટીંગ ટ્રી, ૧ થી ૧૦ ફૂટ સુધીની ક્રિસમસ ટ્રી, સાન્‍તાકલોઝના ડ્રેસ, જીંગલ બેલ, બેનર, સ્‍ટાર, આઇસ કેચ ટ્રી, કેન્‍ડલ તથા કાર્ડસનો ખજાનો ઉપલબ્‍ધ બનશે તેમ જણાવાયું છે.

ક્રિસમસ ફેસ્‍ટિવલ અને ન્‍યુ યરની આઇટમોને હવે ગણતરીના જ દિવસો બાકી રહ્યા છે. નાતાલ અને ન્‍યુયરના ડેકોરેશન માટે ડો. યાજ્ઞીક રોડ ઉપર આવેલ જોહર કાર્ડસમાં તથા જોહર ગેલેરી, પ્રેમ મંદિર રોડ, ગાર્ડન સામે કાલાવાડ રોડ ખાતે શો રૂમ ધરાવતા જોહરભાઇએ જણાવ્‍યું કે આ વર્ષે ક્રિસમસ તથા ન્‍યુયરના તહેવાર નિમિતે અમારે ડેકોરેશન ચર્ચ, સ્‍કુલ, કોલેજો, રેસ્‍ટોરન્‍ટ, શોરૂમ, ઘર, હોટલોને સજાવવા માટે લાઇટીંગ ફાયબર ટ્રી, જીંગલલેબ, જુમ્‍મર બેલ, મીરર બોલ સાઇઝના, ક્રિસમસ તથા ન્‍યુ યર લખેલી ગ્‍લિટવાળા તથા સાદા બેનરો, કેન્‍ડલ સ્‍ટેન્‍ડ, સાન્‍તા કલોઝના મ્‍યુઝીકલ તથા ડાન્‍સીંગ કરતા સ્‍ટેચ્‍યુ, અલગ અલગ સાઇઝનાં ક્રિસમસ ટ્રી, ક્રિસમસ ટ્રીને ડોકેરેશન કરવાની દરેક આઇટમ ફુલ સાઇઝમાં સાન્‍તા કલોઝના ડ્રેસ, સાન્‍તા ટોપી, બહાર લગાડવા માટે સ્‍ટાર, પોપ સ્‍ટાર મેટાલીક બોર્ડના સ્‍ટાર, ભગવાન ઇસુના તથા મેરીના ફોટાવાળ સ્‍ટાર, ક્રિસમસ અને ન્‍યુયર માટે અલગ અલગ સાઇઝના પાઇન ટ્રી, લાઇટીંગ કેન્‍ડલો, કાચના ડોર ઉપર લગાડવા માટેના ક્રિસમસ - ન્‍યુયર લેખલ પોસ્‍ટરો, વિવિધ મેટાલીક જાલરો, મેટાલીક પડદાઓ, ડેકોરેટ કરેલ અલગ અલગ સાઇઝની રીંગ, ડેકોરેશન નેટ, દિવાલ ઉપર તથા છત ઉપર લગાડવા માટે ચેઇનવાળા ડેકોરેશન કરેલ જીંગલ બેલ સાથે સાન્‍તા કલોઝવાળા ભવ્‍ય વેરાયટીઓમાં આવેલ છે. થર્માકલોના સાઇન બોર્ડ ઝરી લગાડેલા, મેટાલીક સાઇનીંગ વેલ, સોફટ ટોયઝના સાન્‍તા કલોઝ, ટ્રી માં લગાડવા માટે ડેકોરેટ કરેલ ચેઇન, સ્‍નો મેઇન, સાન્‍તા કલોઝનો થેલો, ક્રિસમસ અને ન્‍યુયર આ બન્ને મહત્‍વના દિવસોમાં ગીફટ આપવાની તૈયારી કરવાની વ્‍યવસ્‍થા કરવામાં આવી છે.

 

(3:32 PM IST)