News of Monday, 22nd December 2025
એગ્રીવર્લ્ડ એક્સપો ર૦રપ : રાજકોટમાં સૌથી મોટો કૃષિ મેળો
નવીનતમ કૃષિ ટેકનોલોજી અને સાધનોનું મહાકુંભ, નેટવર્કિંગ અને નોલેજ શેરીંગ માટેનું સચોટ પ્લેટફોર્મ, આત્મનિર્ભર ભારત અને સ્માર્ટ ગ્રામીણ વિકાસનો સંકલ્પ

રાજકોટ : શાસ્ત્રી મેદાનમાં ર૩ થી રપ ડિસેમ્બર (મંગળ થી ગુરૂ) દરમિયાન ખેતી અને ટેકનોલોજીના સંગમ સમાન ‘એગ્રીવર્લ્ડ એકપો ર૦રપ' નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. ‘‘ખેતી દેશની તાકાત'' થીમ પર આધારિત આ એકસપો ખેડૂતોને આધુનિકતા તરફ દોરી જવા અને ગ્રામીણ અર્થતંત્રને વેગ આપવા માટેનું એક શ્રેષ્ઠ માધ્યમ બનશે. તેમ યોજાએલ પત્રકાર પરિષદમાં જણાવાયું હતું. આ પ્રદર્શનમાં ભારતભરની ૧પ૦ થી વધુ દિગ્ગજ કંપનીઓ સહભાગી થઇ રહી છે. જે ખેતીને લગતી બે હજારથી વધુ નવીન ટેકનોલોજી અને અદ્યતન સાધનોનું જીવંત પ્રદર્શન કરશે.
મુખ્ય આકર્ષણો :સ્માર્ટ ખેતીના સાધનો, બાયો-ફર્ટિલાઇઝર્સ, ફૂડ પ્રોસેસિંગ યુનિટસ અને પુનઃપ્રાપ્ય ઉર્જાના સાધનો. સિંચાઇ અને ડેરી : આધુનિક સિંચાઇ પદ્ધતિઓ અને ડેરી ક્ષેત્રે આવેલી નવી ટેકનોલોજી વિશેની ઉંડાણપૂર્વક માહિતી . એગ્રીવર્લ્ડ એકસપો માત્ર પ્રદર્શન નથી, પરંતુ ખેડૂતો અને ઉદ્યોગ સાહસિકો માટે એક વિશાળ નેટવર્કિંગ પ્લેટફોર્મ છે. માહિતીપ્રદ સેમિનાર : ખેતીના વર્તમાન પડકારો અને તેના ઉકેલો વિશે નિષ્ણાતો દ્વારા માર્ગદર્શન આપવામાં આવશે. બિઝનેસ તકો : ખેડૂતો સીધા જ કંપનીઓ સાથે સંપર્ક કરી શકશે, જેનાથી ‘બીટુબી' (બીઝનેસ ટે બીઝનેસ) અને ‘બીટુસી' કનેકિટવિટી વધશે.
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદીના ‘‘આત્મનિર્ભર ભારત'' અને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઇ પટેલના સહકારના મંત્રને સાર્થક કરવા માટે એક્સપો મજબૂત પાયો પૂરો પાડશે. સસ્ટેનેબરલ (ટકાઉ) ખેતી પદ્ધતિઓ અપનાવીને ખેડૂતોનો આર્થિક રીતે સક્ષમ બનાવવાનો અહીં મુખ્ય ઉદ્દેશ્ય હોવાનું જણાવાયું છે. મુલાકાતી ખુડૂતો માટે આ એક્સપો માત્ર જ્ઞાનવર્ધક જ નહીં પરંતુ લાભદાયી પણ રહેશે. લકી ડ્રો : દરરોજ લકી ડ્રો દ્વારા મુલાકાતીઓને આકર્ષક ઇનામો જીતવાની સુવર્ણ તક મળશે. ઓર્ગેનિક ઉત્પાદોઃ પાક સુરક્ષા અને ઓર્ગેનિક ખેતીતે પ્રોત્સાહન આપતા સ્ટોલ્સની વિશેષ મુલાકાત.
સૌરાષ્ટ્રના હૃદય સમાન રાજકોટ ખાતે આ કાર્યક્રમનું આયોજન અત્યંત વ્યુહાત્મક છે. રાજકોટ માત્ર ઉદ્યોગોનું જ નહીં, પરંતુ કૃષિ ટેકનોલોજીનું પણ મુખ્ય હબ છે.
મજબૂત સહકારી માળખું : અહીંના સશકત સહકારી અભિયાનને કારણે ખેડૂતો આર્થિક રીતે સમૃદ્ધ બન્યા છે. સ્ટાર્ટઅપ સંસ્કૃતિ : ઉત્તમ કનેકટીવિટી અને ઉદ્યોગ સાહસિકતાને કારણે અનેક એગ્રી-સ્ટાર્ટઅપ્સ અહીંથી ઉભરી રહ્યા છે. જે નવી રોજગારી અને તકોનું સર્જન કરે છે. થીમ : ‘‘ખેતી અને દેશની તાકાત'' ઉદ્દેશ : ગ્રામીણ અર્થતંત્રને ગતિ આપવી અને ખેડૂતોને આધુનિકતાના શષાોથી સજ્જ કરવા. આ એક્સપો દ્વારા ખેડૂતો, ઉદ્યોગપતિઓ અને નીતિ નિર્માતાઓ એક મંચ પર આવશે. જેથી ‘વિકસિત ભારત' ના સ્વપ્નમાં ખેતી એક મજબૂત આધાર સ્તંભ બની રહે.
સહભાગીઓને મળનારા મુખ્ય લાભો : નવીન ટેકનોલોજી : આધુનિક ખેતી પદ્ધતિઓ અને સ્માર્ટ સાધનોનું ઊંડું જ્ઞાન, નેટવર્કિંગ : ઉદ્યોગ જગતના દિગ્ગજો, સરકારી અધિકારીઓ અને કૃષિ સંશોધકનો સાથે સીધો સંવાદ, ટકાઉ ખેતી (Sustainable Farming) પર્યાવરણને અનુラકૂળ ખેતી પદ્ધતિઓ અને તેના આર્થિક ફાયદાઓની સમજ.
એકસપોના મુખ્ય આકર્ષણો : ૧) પ્રોડકટ ડિસ્પ્લે : અત્યાધુનિક ખેતીવાડી મશીનરી અને ઓર્ગેનિક ખેતીના શ્રેષ્ઠ સોલ્યુશન્સનું પ્રદર્શન ર) લાઇવ ડેમોન્સ્ટ્રેશન : ખેતીના આધુનિક સાધનો ખેતરમાં કેવી રીતે કામ કરે છે તેનું જીવંત નિદર્શન. ૩) જ્ઞાન ગોષ્ઠિ : નિષ્ણાતો દ્વારા તાલીમ સત્રો અને નવીન પદ્ધતિઓની જાણકારી ૪) લકી ડ્રો : મુલાકાતીઓ માટે દર કલાકે આકર્ષક ઇનામો જીતવાની તક. આ એક્સપોનુૅ આયોજન સ્પાર્ક મીડિયા દ્વારા કરવામાં આવ્યું છે. વધુ માહિતી માટે મો. ૯૮૯૮૧૭૬૭પ૯ / ૯૯રપર૪૮૮૩૦ ઉપર સંપર્ક કરી શકાય છે. પત્રકાર પરિષદમાં ચિંતનભાઇ ભટ્ટ, વનરાજભાઇ કુવાડિયા, રાજુભાઇ પટેલ ઉપસ્થિત રહ્યા હતા. (તસ્વીર અભિજિત બગથરીયા)
(4:06 PM IST)










