<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 22nd December 2025

રપ ડિસેમ્‍બરે તુલસી પુજન દિવસ તરીકે ઉજવાશે

રપ૦૦ તુલસીના રોપા વિતરણ, તલવારબાજી, રાસગરબા, સાંકેતિક નંદોત્‍સવ ઉજવાશે : ભાવિકોને લાભ લેવા હિન્‍દુસ્‍વરાજનો અનુરોધ

રાજકોટ : હિન્‍દુ સ્‍વરાજ દ્વારા છેલ્લા ચાર વર્ષથી રપ ડિસેમ્‍બરે તુલસી પુજન દિવસ તરીકે ઉજવવામાં આવે છે. આ વર્ષે પણ તુલસીના રોપા વિતરણ, તલવારબાજી, રાસ ગરબા, સહિતના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવેલ છે.

આ ધાર્મિક ઉત્‍સવમાં નિઃશુલ્‍ક રપ૦૦ તુલસીના રોપાનું વિતરણ, તલવારબાજી, રાસગરબા તથા રાત્રે ૧ર વાગ્‍યે સાંકેતિક નંદોત્‍સવ ઉજીવીને વાતાવરણને ભગવામય બનાવવામાં આવે છે.

આ વર્ષે કિર્તીદાન ગઢવી, રાજભા ગઢવી, હકાભાઇ ગઢવી, સૃહદ ગૌસ્‍વામી (ફિલ્‍મ લાલોના કલાકાર) જેવા ૩૦ કલાકારો દ્વારા સોશ્‍યલ મીડીયામાં જાહેર જનતા જોગ આમંત્રણ વિડિયો સંદેશ પણ મોકલવામાં આવેલ હોવાનું યુવા આગેવાનોએ જણાવેલ છે.

તા. રપ ડીસેમ્‍બર, ગુરૂવાર, સાંજે ૬ વાગ્‍યાથી, ચમત્‍કારીક હનુમાનજી મંદિર, એ.જી. ચોક, કાલાવાડ રોડ, રાજકોટ.

આયોજનમાં અવધ પારેખ, કિશન સોહલા, નિલેશ આહિર, દિપેન દાવડા, કૌશિક ત્રિવેદી, અજય મીર, સ્‍નેરાજસિંહ ઝાલા, મૌલીક ભટ્ટ જોડાયા છે.  (તસ્‍વીર અશોક બથરીયા) 

(3:38 PM IST)