News of Monday, 22nd December 2025
વાંકાનેરમાં ત્રિદિવસીય કામા અશ્વ-શો
તા.૨૬-ર૭-ર૮ ઘોડા હણહણાટી કરશેઃ રોમાંચક પ્રદર્શન-રમતોત્સવ

અકિલાની મુલાકાતે આવેલા સાંસદ કેશરીદેવસિંહજી ઝાલાએ અકિલાના મોભી શ્રી કિરીટભાઇ ગણાત્રા સાથે કામા અશ્વ શો અંગે ગહન ચર્ચા કરી હતી. તે પ્રસંગે તસ્વીરમાં દર્શાય છે. (તસ્વીરઃ સંદીપ બગથરીયા)
કામા અશ્વ શોની પત્રકાર પરીષદ પ્રસંગની તસ્વીરમાં સાંસદ કેશરીદેવસિંહજી ઝાલા, રાજુ ધ્રુવ, ભુવનેશ્વરી પીઠના પૂ. ઘનશ્યામજી મહારાજ, જસદણના સત્યજીતસિંહ ખાચર, પશુપાલન ખાતાના ભરતસિંહ ગોહીલ વગેરે નજરે પડે છે. (તસ્વીર : સંદીપ બગથરીયા) (૪.૧૩)
રાજકોટ, તા. રરઃ વાંકાનેર ખાતે ત્રિદિવસીય અશ્વ-શો અને રમતોત્સવનું ભવ્ય આયોજન થયું છે. આ અંગે યોજાયેલ પત્રકાર પરિષદમાં સાંસદ કેશરીદેવસિંહજી ઝાલાએ જણાવ્યું હતું કે, આગામી ર૬, ર૭, ર૮ ડિસેમ્બરે વાંકાનેરમાં ૧૭ માં કામા અશ્વ-શો તથા રમતોત્સવનું આયોજન કરાયું છે. જે અંતર્ગત અશ્વ પ્રેમીઓમાં થનગનાટ છવાયો છે.
આ શોમાં ભાગ લેવા માટે કાઠિયાવાડી-મારવાડી-સિંધી અશ્વ પાલકોને આમંત્રણ અપાયું છે. કેશરીદેવસિંહજીએ જણાવ્યું હતું કે, રાજય સરકાર દ્વારા અશ્વોની કાઠીયાવાડી ઓલાદની જાળવણી માટે રાજયમાં ૨(બે) અશ્વ સંવર્ધન ફાર્મ અને ૧૨(બાર)થી વધુ વાલી ઘોડા સેવા કેન્દ્રો કાર્યરત છે. KAMA કાઠીયાવાડી મારવાડી હોર્સ બ્રીડર્સ સોસાયટી ૧૯૮૫થી કાર્યરત છે.
ત્યારબાદ થી રાજય સરકાર દ્વારા ‘કાઠીયાવાડી હોર્ષ બ્રિડર્સ એશોસીએશન KAMAની સ્થાપના કરીને એક ટ્રસ્ટ રાજય સરકારના કળષી મંત્રાલયના પશુપાલન ખાતા સાથે સંકલન કરીને અશ્વ ઉછેરની પ્રવળત્તિને વેગ આપવા માટે કાર્યરત બની હતી.
વિશ્વભરમાં કાઠિયાવાડી અશ્વો પ્રખ્યાત છે. કાઠિયાવાડી અશ્વોનું સંવર્ધન કરનાર, પાલન કરનાર ઈતિહાસ સાથે વણાયેલા છે. ભારતીય સંસ્કળતિ ધર્મ અને ઈતિહાસ સાથે અશ્વ સંસ્કળતિએ પણ અનોખી ભાત પાડેલ છે. આ અશ્વ પ્રવળત્તિઓ વેગવાન બનાવવાનાં પ્રયત્નરૂપે તેમજ પશુપાલન ખાતુ ગુજરાત રાજયના સહયોગથી શ્રી કાઠીયાવાડી હોર્સ બ્રિડર્સ એસોશીએશન દ્વારા આયોજીત ૧૭મો કામા અશ્વ શો તેમજ પ્રદર્શન અને રમતોત્સવ મું.વાંકાનેર ખાતે યોજવામાં આવેલ છે. રમતોમાં ભાગ લેનારને સર્ટિફીકેટો-ટ્રોફી-રોકડ ઈનામો આપવામાં આવશે. આ કાર્યક્રમમાં ગુજરાત સરકારના મંત્રીશ્રીઓ, ધર્મ સંસ્થાઓના વડાઓ, માજી રાજવીઓ, અગ્રણીઓ, નિષ્ણાંતો, અધિકારીગણો ઉપસ્થિત રહી પ્રોત્સાહિત કરશે.
અશ્વ શોની રોમાંચક વિગતો આપતા જણાવ્યું હતું કે, શ્રેષ્ઠ શણગારેલ અશ્વ તથા સવારઃ ગ્રાઉન્ડ પરેડ દરમ્યાન સરઘસ દરમ્યાન શ્રેષ્ઠ શણગારેલ અશ્વ તથા અશ્વ સવારને પસંદ કરી શો ના ઉદ્ધાટન પછી તુરત જ ત્રણ ઈનામો આપવામાં આવશે. આ શણગાર પરંપરાગત હોવો જોઈએ. ઘોડાના શણગારથી થોડાનો કાન તથા મોઢાનું રૂપ સાવ દબાઈ જવું જોઈએ નહીં. અશ્વસવારે પણ બ્રીચીઝ કોટ, સાફો, બૂટ વિગેરે પરંપરાગત પોષાક પહેરેલ હોવા જોઈએ અથવા કાઠિયાવાડી પરંપરાગત પોશાકમાં સજજ હોવો જોઈએ. આ હરિફાઈમાં અશ્વનો શણગાર સોના-ચાંદી-રૂપાનાં દાગીના તથા પરંપરાગત કપડાં, સુતર, મોતી, દોરાના શણગાર માન્ય રહેશે.
રેવાલ ચાલઃ રેવાલ ચાલ માટે એક રસ્તો નકક્કી કરવામાં આવશે. જે માટે અમુક અંતરે નિર્ણાયકો ઉભા રહેશે અને કેટલી સેકન્ડમાં કેટલું અંતર કપાય છે તથા કેટલી વાર ચાલ તૂટે છે. તેની નોંધ લેવામાં આવશે અને છેવટે તેના પરિણામો મેળવી નંબર જાહેર કરાશે.
ઉત્તમ કાઠિયાવાડી ઘોડો-ઘોડીઃ ઉત્તમ કાઠિયાવાડી ઘોડો-ઘોડીની હરિફાઈમાં ભાગ લેનાર અશ્વ કોઈપણ ખોડખાંપણ વગરનો ઉપયોગમાં લઈ શકાય એવો અશ્વ હોવો જરૂરી છે. આ બન્ને હરિફાઈમાં મોટી ઉંમરના ઘરડા અશકત અશ્વો ભાગ લઈ શકશે નહીં. તેમજ સંવર્ધન યોગ્ય હોવા જરૂરી છે. ૪ વર્ષથી વધુ ઉંમર ના હોવા જરૂરી છે.
ઉત્તમ મારવાડી ઘોડો-ઘોડીઃ ઉત્તમ મારવાડી ઘોડો-ઘોડીની હરિફાઈમાં ભાગ લેનાર અશ્વ કોઈપણ ખોડખાંપણ વગરનો ઉપયોગમાં લઈ શકાય એવો અશ્વ હોવો જરૂરી છે. આ બન્ને હરિફાઈમાં મોટી ઉંમરના ઘરડા અશ્વો ભાગ લઈ શકશે નહીં. તેમજ સંવર્ધન યોગ્ય હોવા જરૂરી છે. ૪ વર્ષથી વધુ ઉંમર ના હોવા જરૂરી છે.
મારવાડી વછેરો-વછેરી (અદંત): (૬ મહીનાથી વધુ અને ૨ વર્ષથી નીચેના) વછેરા તથા વછેરીની ૬ મહીના થી વધુ ઉંમરના અને ૨ વર્ષથી નીચેની ઉંમરના રીંગમાં ઉભા રહી શકે તેવા હોવા જોઈએ. વેટરનીટી ડોકટર તેમના દાંત જોઈને નકકી કરશે તે જ માન્ય રહેશે. આ બાબતે કોઈ વિરોધ માન્ય રહેશે નહીં, દુધિયા દાંત હોવા જોઈએ.
કાઠીયાવાડી વછેરો-વછેરી (અદંત): (૬ મહીનાથી વધુ અને ૨ વર્ષથી નીચેના) વછેરા તથા વછેરીની ૬ મહીના થી વધુ ઉંમરના અને ૨ વર્ષથી નીચેની ઉંમરના રીંગમાં ઉભા રહી શકે તેવા હોવા જોઈએ. વેટરનીટી ડોકટર તેમના દાંત જોઈને નકકી કરશે તે જ માન્ય રહેશે/આ બાબતે કોઈ વિરોધ માન્ય રહેશે નહીં.
મારવાડી વછેરો-વછેરીઃ (૨ વર્ષથી થી ૪ વર્ષના) વછેરા તથા વછેરી ૨ વર્ષથી વધુ ઉંમરના અને દુધીયા દાંત પાડવાની શરૂઆત કરેલા હોવા જોઈએ. ૪ વર્ષથી નીચેના હોવા જોઈએ. વેટરનીટી ડોકટર તેમના દાંત જોઈને નકકી કરશે તે જ માન્ય રહેશે. આ બાબતે કોઈ વિરોધ માન્ય રહેશે નહીં.
કાઠીયાવાડી વછેરો-વછેરીઃ (૨ વર્ષથી થી ૪ વર્ષના) વછેરા તથા વછેરી ૨ વર્ષથી વધુ ઉંમરના અને દુધીયા દાંત પાડવાની શરૂઆત કરેલા હોવા જોઈએ. ૪ વર્ષથી નીચેના હોવા જોઈએ. વેટરનીટી ડોકટર તેમના દાંત જોઈને નકકી કરશે તે જ માન્ય રહેશે. આ બાબતે કોઈ વિરોધ માન્ય રહેશે નહીં.
ઉત્તમ સીંધી ઘોડો-ઘોડી-વછેરો-વછેરી (અદંત) (૨દાંત): કચ્છી સીંધી પ્રજાતીના અશ્વોની હરીફાઈ.
એન્ડયુરન્સ રેસઃ ૨૦-કિમી.
મટકા-ફોડઃ જેમાં બેરલ ઉપર મટકા રાખી તેને ઓછા સમયમાં વધુ મટકા ફોડવાના હોય છે. બેરલ-રેસ : ૨૦૦ મીટરના અંતરે ત્રણ (૩) બેરલ ત્રિકોણ આકારમાં રાખવામાં આવશે, અને અંગ્રેજી આઠ (૮) મુજબ આ રમત સમય મર્યાદામાં પુરી કરવાની રહેશે. આ બધી જ રમતોમાં કેટલીક જગ્યાએ સમાન પોઈન્ટ મળે અથવા તો સમાન ગુણ મળે ત્યારે જે સમાન ગુણવાળા હોય તેને ફરીથી ટાઈ ગણી ફરીથી પાછા રમતમાં ઉતારવામાં આવશે
વિજેતા ઘોડાઓનું શનિવારે પ્રદર્શન
રાજકોટ, તા., રરઃ કામા અશ્વ શોમાં વિજેતા ઘોડાઓનું શનિવારે પ્રદર્શન યોજાશે. કાઠીયાવાડી, મારવાડી,સિંધી ઘોડાઓના પ્રદર્શનો અલગ અલગ થશે.
અશ્વ શો અને રમતોતસવમાં ટેકનીકલ કમીટીમાં રાજેન્દ્રસિંહ ચુડાસમા ચેરમેનપદે સેવા આપે છે. અશ્વ શોની તમામ વિગતો માટે અજીતસિંહ ગોહીલ (ઢસા) ૯૪ર૬૯ ૩૮૪૧૧, નરેશભાઇ ખાચર (ગઢડા) ૯૮ર૪૯ ર૮૩૦૬, અશોકભાઇ ખુમાણ (અમરેલી) ૯૭૩૭૪ ૮૯૬૮૯ કિશોરસિંહ જાડેજા (રાજકોટ) ૯૪ર૬૪ ૩૮૬૮૧, દિલીપસિંહ પરમાર (જામનગર) ૯૪ર૭ર ૮૪૫૫૧, ભુવનેશ્વરી ઔષધાશ્રમ (ગોંડલ) ૦ર૮રપ- રર૦૯૬૮નો સંપર્ક થઇ શકે છે.
(4:14 PM IST)










