<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 23rd December 2025

આજના કાળમાં પંચમહાવ્રતધારીઓની વૈયાવચ્‍ચ સર્વોત્તમઃ પૂ. ધીરજમુનિ મ.સા.

દેવલાલીમાં યુવાચાર્ય પૂ. મહેન્‍દ્ર ઋષિજી અને પૂ. ધીરગુરૂદેવનું પ્રથમવાર મિલન

  • નાસિક નજીક દેવલાલીમાં સાતેક વર્ષે પુ.શ્રી ધીરગુરુદેવ પધારતા સૌભાગ્‍ય-આનંદ સેનેટોરિયમના ઉદ્દઘાટન સમારોહમાં શ્રમણ સંઘના યુવાચાર્ય પૂ. મહેન્‍દ્ર ઋષિજી મ.સા. આદિ તથા પ્રવર્તક પૂ. પ્રકાશમુનિજી મ.સા. આદિ સંતો તથા ૩પ મહાસતિજીઓનું મંગલ મિલનથી ધમોલ્લાસ છવાયો હતો.

ધીરગુરુદેવે જણાવેલ કે- સ્‍થાનકવાસી સમાજના સુખી દાતાઓએ સ્‍વદ્રવ્‍યથી વિહારધામ, ઉપાશ્રય નિર્માણના સંકલ્‍પોને સિધ્‍ધ કરવા ભાવના ભાવવી જોઇએ આજના કાળમાં પંચ મહાવ્રતધારીઓની વૈયાવચ્‍ચ સર્વોત્તમ છે.

સાધ્‍વીરત્‍ના પૂ. તરૂલતાજી મ.સ., પૂ. પ્રતિસુધાજી મ.સ. આદિ, પૂ. કોકિલાજી મ.સ., પૂ. વિભુતિજી મ.સ., પૂ. જયોતિજી મ.સ., પૂ. જયેશાજી મ.સ., પૂ. દર્શનપ્રભાજી મ.સ. આદિ તથા ઉપાધ્‍યાય પૂ. ભવ્‍યમુનિ મ.સા. આદિનું મિલન થયેલ

કોરલ નેચરોપથી સેન્‍ટરમાં સારવાર અર્થે પધારતાં કુંદનબેન નવીનભાઇ દોશી, શાંતાબેન ચીમનભાઇ સાવલા, દિનેશભાઇ અને શૈલેશભાઇ ઝવેરી, હર્ષાબેન શરદભાઇ શેઠ, મનીશાબેન નરેશભાઇ દોશી, નૂતનબેન મનસુખભાઇ તુરખીયા, બિમલભાઇ દોશી, રૂપાબેન માંડણભાઇ માલધારી, ભાવનાબેન નિકુંજભાઇ શેઠ વગેરેએ પર્યુપાસનાનો લાભ લીધેલ.

આશરે રૂા. પ કરોડના ખર્ચે વૈયાવચ્‍ચ સેવા કેન્‍દ્રનું નૂતનીકરણ કાર્ય પૂ. વિનયમુનિ ‘વાગીશ' પૂ. ગૌતમમૂનિ મ.સા.ના અનુગ્રહથી ચાલુ છે.

(4:23 PM IST)