<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 23rd December 2025

હરીવંદના કોલેજ ખાતે ફાયર સેફટી અંગે તાલીમ યોજાઇ

 

રાજકોટઃ આગ-અકસ્‍માત અને આપાત કાલિન સમયે શું કરવું જોઇએ? તા.૨૦ શહેર વિસ્‍તાર વોર્ડ નં-૦૮મા આવેલ હરિવંદના કોલેજ ખાતે ડિઝાસ્‍ટર પ્રોજેક્‍ટ ઓફિસર દ્વારા ફાયર એન્‍ડ સેફિ્‌ટ તથા ડિઝાસ્‍ટર મેનેજમેન્‍ટ તાલિમનુ આયોજન કરવામા આવ્‍યુ હતુ. ફાયર એન્‍ડઇમર્જંન્‍સી સર્વિસીઝ દ્વારા આગ, આક્‍સ્‍માત અને આપાત કાલિન સમયે શુ કરવુ જોઇએ જે બાબતે ડેમોસ્‍ટ્રેશન કરીને તથા ફાયર સંશાધન/ફાયર ફાઇટીંગની ડેમોસ્‍ટ્રેશન દ્વારા બેજીક તાલિમ આપવામા આવી હતી.  ફાયર એન્‍ડ ઇમર્જંસી સર્વિસિસ વિભાગ દ્વારા કોલેજમા લગાવવામા આવેલ ફાયર સિસ્‍ટમ અને ફાયર સેફિ્‌ટના સાધનોને આગ લાગે ત્‍યારે કઈ રીતે ઉપયોગ કરવો, શુ કરવુ અને શુ ન કરવુ જોઇએ તેમજ આગ બુઝાવવા માટેની ફાયર સિસ્‍ટમ અને સાધનો તથા ફાયર એસ્‍ટિંગ્‍યુશરનો ઉપયોગ કેવી રીતે કરવો, પોતાનો તથા અન્‍યનો બચાવ કઇ રીતે કરવો તેની માહીતી આપવામા આવી હતી, આમ કોલેજના ૨૬૦ જેટલા વિધાર્થી તેમજ કોલેજના સ્‍ટાફને તાલિમ આપવામા આવી હતી. આ તકે ડિઝાસ્‍ટર પ્રોજેક્‍ટ ઓફિસર હસમુખ ભાસ્‍કરતેમજ રામાપીર ચોક ફાયર સ્‍ટેશન વિભાગનો સ્‍ટાફ હાજર રહ્યો હતા.

(4:23 PM IST)