<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 23rd December 2025

રાજકોટ જિલ્લામાં ૫૫૭ ગામોમાં દિવસે વીજળી મળવા માંડીઃ કિશાન સૂર્યોદય યોજનાથી ખેડૂતોને જબરો લાભ

સૌરાષ્‍ટ્ર-કચ્‍છના પ૩૩ર ગામોમાંથી પર૦૮ ગામોમાં અમલીકરણઃ ૯૮ ટકા સિધ્‍ધિ મેળવાઇ

રાજકોટઃ તા.ર૩, સુશાસન એટલે પ્રજાનું કલ્‍યાણ થાય તે માટે કરવામાં આવતું લોકહિતાર્થનું કામ... જેને ખરા અર્થમાં ચરિતાર્થ કરતા ભૂતપૂર્વ વડાપ્રધાનશ્રી અટલબિહારી વાજપેયીની ૧૦૦ મી જન્‍મજયંતી નિમિત્તે ૨૫ ડિસેમ્‍બર, ૨૦૨૫ના રોજ ‘સુશાસન દિવસઃ અટલ નેતળત્‍વ, અવિરત વિકાસ' ની થીમ સાથે ઉજવણી કરવામાં આવી રહી છે.

આ પથ પર આગળ વધતા વડાપ્રધાનશ્રી નરેન્‍દ્રભાઈ મોદીના માર્ગદર્શન હેઠળ દેશના કિસાનભાઈઓના ઉત્‍કર્ષ અને તેઓની આવક બમણી થાય તે માટે મિશન મોડમાં કામગીરી કરવા કેન્‍દ્ર તેમજ રાજ્‍ય સરકાર કટિબદ્ધ બની છે. જેમાં મહત્‍વપૂર્ણ ભાગ ભજવતી શ્નકિસાન સૂર્યોદય યોજનાઙ્ખ ગુજરાત રાજ્‍યમાં અમલી છે. જેનાથી ખેડૂત મિત્રોના જીવનમાં આનંદની રોશની ફેલાઈ છે.

વર્ષ ૨૦૨૧માં ‘‘કિસાન સૂર્યોદય યોજના'' અમલમાં મૂકવામાં આવી હતી. જેમાં ખેડૂતોને સવારે ૬:૦૦ થી રાત્રીના ૯:૦૦ દરમિયાન સાતત્‍યપૂર્વક વીજળી મળી રહે છે. જેના માટે જરૂરી ઈન્‍ફ્રાસ્‍ટ્રક્‍ચર તૈયાર કરવામાં આવ્‍યું છે. પરિણામે ખેડૂત દિવસે કામ કરી રાતે નિરાંતની મીઠી નીંદર માણી શકે છે.

આ યોજના અંગે પી.જી.વી.સી.એલ. સર્કલ વિભાગ દ્વારા માહિતી આપતા જણાવાયું છે કે, રાજકોટ જિલ્લામાં કુલ ૫૮૦ ગામોમાં ખેતીવાડી વીજ પુરવઠો પૂરો પાડવામાં આવે છે, જે પૈકી લગભગ ૫૫૭ ગામોમાં દિવસે વીજળી આપવામાં આવે છે. જેનાથી ખેડૂતોને ઘણી મોટી રાહત થતી જોવા મળે છે. જ્‍યારે પી.જી.વી.સી.એલ.ના કાર્યક્ષેત્ર હેઠળના ૫,૩૩૨ ગામોમાં ખેતીવાડી વીજપુરવઠો આપવામાં આવે છે. આ યોજનાનું ૫૨૦૮ ગામોમાં અમલીકરણ સાથે ૯૮ ટકા સિદ્ધિ હાંસલ કરી હોવાનું અધિકારીશ્રી દ્વારા જણાવાયું છે. 

(3:24 PM IST)