<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 23rd December 2025

કાલે રાત્રે ૧રના ટકોરે ભગવાન ઇસુના જન્‍મદિનના વધામણાઃ ૪ હજાર ખ્રિસ્‍તીઓમાં ઉત્‍સાહઃ ભવ્‍ય ડેકોરેશન

રાજકોટઃ આગામી રપમીએ ભગવાન ઇસુના જન્‍મદિન નાતાલનો પવિત્ર તહેવાર છે, શહેરના ૪ હજાર ખ્રિસ્‍તી ભાઇ-બહેનો-બાળકોમાં અદમ્‍ય ઉત્‍સાહ જોવા મળી રહયો છે, ખ્રિસ્‍તી પરિવારો ૮ દિવસથી એક બીજાને ઘરે જઇ શુભેચ્‍છા પાઠવી રહયા છે, દરમિયાન આવતીકાલે રાત્રે ૧ર ના ટકોરે ભગવાન ઇસુનો ધામધૂમથી જન્‍મદિનની ઉજવણી થશે, બાળ ઇસુને વધાવશે, ગમાણમાં ભગવાન ઇસુનો જન્‍મ થયો હતો તેનો આકર્ષક ફલોટ બનાવાયો છે, કાલાવડ રોડ પર બિશપહાઉસ, મોચીબજાર પાસેના કેથોલીક ચર્ચ સહિત શહેરના દરેક ચર્ચ ઉપર ભવ્‍ય ડેકોરેશન થયું છે, કાલે ફાધર આર્શીવચન પાઠવશે ક્રિસયજ્ઞ, કેરોલ સંગીત-પ્રાર્થના થશે. (તસ્‍વીરઃ સંદિપ બગથરીયા) 

(3:25 PM IST)