News of Tuesday, 23rd December 2025
જાહેરમાં બાંધકામ વેસ્ટ નાંખવા બદલ ૩ લોકોને રૂ.૧૭,૫૦૦નો દંડ
વોર્ડ નં.૮ના વિવિધ વિસ્તારોમાં સોલીડ વેસ્ટ શાખા ત્રાટકી

રાજકોટઃ શહેરના વોર્ડ નં. ૮, ૧૫૦ ફૂટ રોડ પાસે, અમિન માર્ગ પર જાહેર જગ્યા પર C & D (બાંધકામ) વેસ્ટ નાખવા બદલ રાજકોટ મહાનગરપાલિકાની સોલીડ વેસ્ટ મેનેજમેન્ટ શાખા દ્વારા ત્રણ લોકો પાસેથી રૂ. ૧૭,૫૦૦/-નો વહીવટી ચાર્જ વસુલ કરવામાં આવેલ.
રાજકોટ મહાનગરપાલિકાની સોલીડ વેસ્ટ મેનેજમેન્ટ શાખા દ્વારા વોર્ડ નં.૮ ખાતે ૧૫૦ ફૂટ રીગ રોડ પાસે, અમિન માર્ગના ખૂણા પર, મહાવીર સોસાયટી પાસે તથા રીલાયન્સ મોલ પાસે જાહેર જગ્યા પર C & D (બાંધકામ) વેસ્ટ નાખવા બદલ અલગ અલગ ત્રણ લોકો પાસેથી રૂ. ૧૭,૫૦૦/-નો વહીવટી ચાર્જ વસુલ કરવામાં આવેલ.
ઉપરોક્ત કામગીરી રાજકોટ મહાનગરપાલિકાની સોલીડ વેસ્ટ મેનેજમેન્ટ શાખાના પર્યાવરણ ઈજનેર શ્રીની સુચના અને નાયબ પર્યાવરણ ઈજનેરના માર્ગદર્શન હેઠળ વોર્ડ નં.૮ ના મદદનીશ પર્યાવરણ ઈજનેર, સેનીટેશન ઓફિસર, સેનીટરી ઇન્સ્પેકટર, સેનીટરી સબ ઇન્સ્પેકટર દ્વારા કરવામાં આવેલ.
(3:25 PM IST)










