News of Tuesday, 23rd December 2025
શહેર એસઓજીના પીઆઇ સંજયસિંહ એમ.જાડેજાની એસએમસીમાં નિયુક્તિ
માદક દ્રવ્યોની હેરાફેરી, મુરગાગેંગ, પેંડાગેંગની હવા કાઢી નાખવાની કામગીરીમાં મહત્વની ભુમિકાઃ ભાવનગર, અમદાવાદના પીઆઇને પણ એસએમસીમાં સ્થાન

રાજકોટ તા. ૨૩: શહેર એસઓજીમાં ટુંકા ગાળામાં જ ખુબ મહત્વની કામગીરી કરનારા પોલીસ ઇન્સપેક્ટર સંજયસિંહ એમ. જાડેજાની સ્ટેટ મોનીટરીંગ સેલમાં નિમણુંક થતાં ઉચ્ચ અધિકારીઓ, કર્મચારીઓ દ્વારા શુભેચ્છાઓ મળી રહી છે. શહેરમાં માદક દ્રવ્યોના નેટવર્કને નેસ્તનાબુદ કરવામાં ખુબ જ નોંધપાત્ર ભુમિકા ભજવનારા સંજયસિંહ જાડેજાની આ કામગીરીને ધ્યાને લઇ એસએમસીમાંથી તેડુ આવતાં તેઓ આગામી ૧૦મી તારીખે રાજકોટ એસઓજીનો ચાર્જ છોડી એસએમસીમાં હાજર થશે તેમ જાણવા મળ્યું છે.
છેલ્લા એક વર્ષમાં શહેરમાંથી માદક પદાર્થની બદ્દીને દુર કરવા સે નો ટુ ડ્રગ્સ ઝુંબેશ હેઠળ સંજયસિંહ જાડેજાએ ટીમવર્કથી નોંધપાત્ર કામગીરી કરી છે. શહેરના મોટા ભાગના પેડલરો હાલમાં જેલમાં છે અથવા તો કડક કામગીરીને કારણે નિષ્ક્રીય થઇ ચુક્યા છે.આ ઉપરાંત કુખ્યાત પેડલરો સામે રાજ્યમાં સૌથી વધું પીઆઇટી એકટ હેઠળ કાર્યવાહી કરી પેડલરોને રાજ્યની અલગ અલગ જેલ હવાલે કરવાની મોટી કામગીરી પણ સંજયસિંહ જાડેજાએ કરી છે. જે કામગીરીને ધ્યાને લઇ ગળહ વિભાગ દ્વારા તેઓને ત્રણ મહીંના માટે એસએમસીની કામગીરીમાં સામેલ કરવામાં આવ્યા છે. તેમજ ભાવનગર પીઆઈ એમ.કે.માલવીયા, અને અમદાવાદ પીઆઈ પી.ડી.મોરીને પણ એસએમસીમાં મુકવામાં આવ્યા છે.
(4:11 PM IST)










