News of Tuesday, 23rd December 2025
ઘી-પનીરના ૪ નમુના નાપાસ
મનપા દ્વારા કોઠારીયા રોડ વિસ્તારના ૧૯ ખાણી-પીણીના ધંધાર્થીઓને ત્યાં ચેકીંગઃ ૭ને લાઇસન્સ અંગે ફુડ શાખાની સૂચના શ્રીરામ ડેરી ફાર્મ- મોરબી રોડ, જય બજરંગ ડેરી ફાર્મ- ગ્રીનલેન્ડ ચોકડી, પંગત રેસ્ટોરન્ટ- સોલવન્ટ રોડ તથા પાયલ પંજાબી ફૂડ પાર્સલ- અમીન માર્ગ ખાતેથી લેવાયેલ સેમ્પલમાં જોખમી તત્વો મળ્યા

રાજકોટ તા.૨૩: મનપાની ફુડ શાખા દ્વારા શહેરભરમાં ખાણી-પીણીના ધંધાર્થીઓને ત્યાં ચકાસણી કરવામાં આવી રહી છે.
મનપાની સતાવાર યાદી મુજબ રાજકોટ મહાનગરપાલિકાના ફૂડ વિભાગ દ્વારા ‘શ્રીરામ ડેરી ફાર્મ'', અભિરામ પાર્ક મેઇન રોડ, શ્રી રામ પાર્ક સામે, મોરબી રોડ, રાજકોટ મુકામેથી લેવામાં આવેલ ખાદ્યચીજ ‘શુધ્ધ ઘી (લુઝ)'' નો નમૂનો તપાસ બાદ પળથ્થકરણ રિપોર્ટમાં B.R. READING AT 400 C અને આયોડિન વેલ્યૂ ધારાધોરણ કરતાં વધુ તથા રીચર્ટ વેલ્યૂ ધારાધોરણ કરતાં ઓછી હાજરી હોવાથી નમૂનો ‘‘સબસ્ટાન્ડર્ડ''(ફેઇલ) જાહેર થયેલ છે. જે અંગે એજયુડિકેશન કાર્યવાહી કરવામાં આવશે.
ફૂડ વિભાગ દ્વારા ‘‘જય બજરંગ ડેરી ફાર્મ'', શિવનગર મેઇન રોડ, ગ્રીન લેન્ડ ચોકડી પાસે, રાજકોટ મુકામેથી લેવામાં આવેલ ખાદ્યચીજ ‘‘શુધ્ધ ઘી (લુઝ)''નો નમૂનો તપાસ બાદ પળથ્થકરણ રિપોર્ટમાં B.R. READING AT 400 C અને આયોડિન વેલ્યૂ ધારાધોરણ કરતાં વધુ, રીચર્ટ વેલ્યૂ ધારાધોરણ કરતાં ઓછી તથા ફોરેન ફેટ (વેજીટેબલ ફેટ)ની હાજરી હોવાથી નમૂનો ‘‘સબસ્ટાન્ડર્ડ'' (ફેઇલ) જાહેર થયેલ છે. જે અંગે એજયુડિકેશન કાર્યવાહી કરવામાં આવશે.
ફૂડ વિભાગ દ્વારા ‘‘પંગત રેસ્ટોરેન્ટ'', રામદુલારે સોસાયટી પાસે, સોલવન્ટ રોડ, કોઠારીયા ગામ પાસે, રાજકોટ મુકામેથી લેવામાં આવેલ ખાદ્યચીજ ‘‘પનીર (લુઝ)'' નો નમૂનો તપાસ બાદ પળથ્થકરણ રિપોર્ટમાં B.R. READING AT 400 C ધારાધોરણ કરતાં વધુ તથા રીચર્ટ વેલ્યૂ ધારાધોરણ કરતાં ઓછી મળી આવેલ આવેલ હોવાથી નમૂનો ‘‘સબસ્ટાન્ડર્ડ''(ફેઇલ) જાહેર થયેલ છે. જે અંગે એજયુડિકેશન કાર્યવાહી કરવામાં આવશે.
ફૂડ વિભાગ દ્વારા ‘‘પાયલ પંજાબી ફૂડ પાર્સલ'', પ્રેરણા કોમ્પ્લેક્ષ, અમિન માર્ગ, રાજકોટ મુકામેથી લેવામાં આવેલ ખાદ્યચીજ ‘‘પનીર (લુઝ)'' નો નમૂનો તપાસ બાદ પળથ્થકરણ રિપોર્ટમાં B.R. READING AT 400 C ધારાધોરણ કરતાં વધુ તથા રીચર્ટ વેલ્યૂ ધારાધોરણ કરતાં ઓછી મળી આવેલ હોવાથી નમૂનો ‘‘સબસ્ટાન્ડર્ડ'' (ફેઇલ) જાહેર થયેલ છે. જે અંગે એજયુડિકેશન કાર્યવાહી કરવામાં આવશે.
ફૂડ વિભાગની ટીમ તથા FSW વાન સાથે શહેરના હરિધવા મેઇન રોડ -કોઠારીયા રોડ વિસ્તારમાં આવેલ ખાદ્યચીજોનું વેચાણ કરતાં કુલ ૧૯ ધંધાર્થિઓની ચકાસણી હાથ ધરવામાં આવેલ. જેમાં ૦૭ ધંધાર્થિઓને લાઇસન્સ બાબતે સૂચના આપવામાં આવેલ. તેમજ ખાધ્ય ચીજોના કુલ ૧૫ નમૂનાની સ્થળ પર ચકાસણી કરેલ.
ચકાસણી કરેલ ધંધાર્થીઓમાં રધુવંશી ખમણ, શ્રી બાપા સિતારામ સ્વીટ, પટેલ વડાપાઉં, સપના ડ્રાયફ્રૂટ ગોલા, નઝર લાઈવ ચીકી , બાલાજી સેલ્સ એજન્સી તથા શ્રી જય મંદિર કોલ્ડ્રિંક્સને લાઇસન્સ મેળવવા બાબતે સૂચના આપવામાં આવેલ
(4:22 PM IST)










