News of Wednesday, 24th December 2025
આ પ્લોટ અમારો છે...લોધીકાના નોંધણચોરા ગામે શૈલેષભાઇ વાઘેલા ઉપર હુમલો
ધનજી વાઘેલા તથા અનિલ લાકડી-પાઇપ સાથે તૂટી પડયાઃ પુત્રીને ધકો મારતા ઇજા

રાજકોટ તા. ર૪ :.. લોધીકાના નોંધણચોરા ગામે આ પ્લોટ અમારો છે તેમ કહી યુવાન ઉપર બે શખ્સોએ લાકડી-પાઇપથી હુમલો કર્યો હતો. તેમજ પુત્રીને ધકકો મારી ઇજા કરી હતી.
મળતી વિગતો મુજબ નોંધણચોરા ગામે રહેતા હંસાબેન વા-ઓ શૈલેષભાઇ ઉર્ફે સાયબાભાઇ લખમણભાઇ વાઘેલા ઉ.૩પ એ આરોપી ધનજી રેવાભાઇ વાઘેલા તથા અનિલ વાઘેલા રહે. બન્ને નોંધણચોરા, તા. કોટડાસાંગાણી સામે લોધીકા પોલીસ મથકમાં ફરીયાદ કરી છે.
ફરીયાદમાં જણાવ્યા મુજબ આરોપી નં.૧ ફરીયાદીના ઘર પાસે આવી ફરીયાદી તથા ફરીયાદીની દિકરીને કહેલ કે તમે રહો છો તે પ્લોટ અમારો છે તેમ કહી બોલાચાલી કરતા હોય તે દરમ્યાન ફરીયાદીનો પતિ શૈલેષ આવી જતા આરોપી નં.૧ને તું અત્યારે અહીંથી જતો રહે તેમ કહેતા આરોપી ધનજીએ એકદમ ઉશ્કેરાઇ જઇ ફરીયાદીની દિકરી સેજલને ધક્કો મારતા પડી જતા માથાના ભાગે મુંઢ ઇજા થતા લોધીકા સ.હો.માં સારવાર મા
ટે આવેલ અને ત્યારબાદ પાછળથી ફરીયાદીના પતિ શૈલેષ તેના ઘરે હાજર હોય આરોપી નં.૧ તથા આરોપી નં.રનાએ એક સંપ કરી ફરીયાદીના પતી શૈલેષને લાકડી તથા પાઇપ વતી માર મારી ઇજા કરી હતી.
આ ફરીયાદ અન્વયે લોધીકા પોલીસે ગુન્હો દાખલ કરી તપાસ હાથધરી છે.
(11:55 AM IST)










